Book Title: Atmanand Prakash Pustak 026 Ank 09
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૬ શ્રી આત્માનંદ પ્રકારા. ઉપર પ્રમાણે સુખનાં જેટલાં સાધનોનું વર્ણન કરવામાં આવ્યું છે તે સઘળા વિષે આ આખી લેખમાળા દરમ્યાન યથાસ્થાન ઘણું કહેવામાં આવ્યું છે, અહિંયા તે માત્ર તેનું દિગ્દર્શનજ કરાવ્યું છે. હવે પ્રસ્તુત વિષય સંબંધે થડી એવી બાબતો કે જેનો ઉલ્લેખ અગાઉ કયાંય પણ નથી કરવામાં આવ્યું તે વિષે થોડું કહીને આ લેખ અને તેણે આ ચાલ લેખમાળા પણ સમાપ્ત કરવામાં આવશે. જે મનુષ્ય હમેશાં સારા સારા વિચારોજ કર્યા કરે છે અને જેનાં મનમાં કદિ પણું ખરાબ વિચારો નથી આવતા તે હમેશાં પ્રસન્ન ચિત્ત અને સુખી જ રહે છે. રસિકને એક સ્થળે કહ્યું છે કે “આપણે લોકો ઘણું કરીને એ ફરીયાદ કયો કરીએ છીએ કે અમે સ્વતંત્ર નથી, અમારી પાસે સુખનું એક પણ સાધન નથી, અમારી પાસે ધન નથી, વિગેરે વિગેરે. પણ આપણામાં કેણ એવો છે કે જ; એમ સમજે છે કે મને શાન્તિની આવશ્યકતા છે. જો તમે શાંતિ પ્રાપ્ત કરવા ઈચ્છતા હા તે તેના બે ઉપાય છે, જેમાંથી એક તો તમારા હાથમાં જ છે. અને બાજ ઉપાય એ છે કે હમેશાં મનમાં સારા વિચારો જ કરવા. દરિદ્રતાના દુ:ખો વિડીથી બચવા માટે આપણે સુંદર વિચારોના મોટા મોટા મહેલ બનાવી શકીએ છીએ " વાસ્તવિક રીતે જે મનુષ્ય હમેશાં સારા સારા વિચારો કરે છે તેનો આત્મા હમે ઘણે જ શાંત અને પ્રસન્ન રહે છે. ખરાબ વિચારોથી બચવામાં અને હમેશાં પ્રસન્નચિત્ત રહેવામાં મનુષ્યને કુદરતના પ્રેમની ઘણી સહાય મળે છે. કુદરતની શોભા નિરખવાથી મનુષ્યને શાંતિ મળે છે એટલું જ નહિ પણ તેનું જ્ઞાન પણ વધે છે. એક વિદ્વાન મહાશયનું મન્તવ્ય છે કે “આપણે કુદરત અને જીવનમાં, મનુષ્ય અને બાલકમાં, કાર્ય અને વિશ્રામમાં સર્વ સ્થિતિમાં અને સ્થાનોમાં જેટલું સેંદર્ય વધારે જોઈએ છીએ તેટલા વધારે આપણે ઈશ્વરની નજીક જઈએ છીએ.” અને એ ઈશ્વરદર્શન જ પરમ સુખ છે. પરંતુ આજકાલ લોકોનો મોટો ભાગ પોતાના કામધંધામાં એટલા બધા ફસાઈ રહે છે કે તેઓને કદિ પણ કુદરતનું સંદર્ય નિહાળવાને અવકાશ જ નથી મળતો અને એથી કરીને આપણે લોકો તેનું મહત્વ પણ ભૂલી ગયા છીએ. સૂર્યોદય અને સૂર્યાસ્તને દેખાવ, ઝાડ પાન, ફળ ફુલ, પર્વત, નદીઓ, મેદાને, પક્ષીએનાં મધુર કલરવ વિગેરે એવી બાબત છે કે જે તરફ આપણે જરા ધ્યાન દઈએ તો આપણું મન આપોઆપ તેની તરફ ખેંચાવા લાગે છે અને તેના પર થોડો વિચાર કરતાં આપણને અનંત સુખ, શાંતિ અને શિક્ષણની પ્રાપ્તિ થઈ શકે છે. દુઃખથી જર્જરિત થઈ ગયેલા મન તેમજ આત્માને સુખી અને બલિષ્ટ કરવામાં કુદરતી સૌંદર્ય અમૃતનું કામ કરે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36