________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
આત્માનંદ પ્રકાશ,
તમાં એનાં અંગો મલિન થવા લાગ્યાં ને અતિ દુધ છુટવા માંડી. પરંતુ મહા મુનિ નદિષેણે જરાપણ નાક મચકડયું નહીં. ઉલટું એની વિશેષ સારવાર કરવાની ઈચ્છાએ પોતાના સ્કધપર બેસારી એને પિતાને ઉપાશ્રયે આણ્યા. માર્ગમાં પિતાનું તમામ અંગ મલિન થયું તથાપિ લેશ માત્ર નહિ અકળાતાં ઉલટાં એને વ્યાધિ શમાવવાની પોતામાં શકિત ન હોવાને સબબે પોતાના આત્માને નિંદવા લાગ્યા.
આ પ્રમાણેને વૈયાવચ્ચવિષયમાં નંદિણ મુનિને દઢ સંકલ્પ જોઈ, બેઉ દેવ પ્રસન્ન થયા ને મુનિરાજ પર સુગંધી પુપની વૃષ્ટિ કરી ખમાવીને પિતાને સ્થાનકે ગયા.
આવા ઉગ્ર તપસ્વી નદીણ રૂષિએ બહુ કાળ સુધી તપ કરી પ્રાન્ત અનશન કર્યું તે વખતે તેમને વંદન કરવાને કઈ ચકવર્તી રાજા પિતાની ચોસઠ હજાર સ્ત્રીઓની સાથે આવ્યું. એ જોઈ નદિષણ મુનિને પોતાનાં કર્મ સ્મરણમાં આવ્યાં તેથી એમણે એવું નિયાણું કર્યું કે જે મારી આ ઉગ્ર તપશ્ચર્યા ફળવતી થવાની હોય તે હું આગામિ ભવમાં સ્ત્રીવલ્લભ થાઉં.
આવું નિયાણું કરી એ રૂષીશ્વર કાળ ધર્મ પામી દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવને સમુદ્રવિજય રાજાના વસુદેવ નામના પુત્ર થયા. પૂર્વ ભવમાં કરેલા નિયાણ પ્રમાણે તે સ્ત્રીઓને વલ્લભ થયા. આખા નગરની સ્ત્રીઓને પિતા પોતાનાં કાર્યો પડતાં મુકીને તેની પાછળ જ ફર્યા કરે. આ વાત સમુદ્ર વિજય રાજાએ સાંભળી ત્યારે બીજું જ બહાનું બતાવીને વસુદેવને કહેવરાવ્યું કે, તમારે મહેલની બહાર નીકળવું નહિં, અંદર રહીનેજ શાસ્ત્ર, કળા ઈત્યાદિને અભ્યાસ કરે.
આવો એકજ દેષ નહિ પણ વસુદેવના બીજા પણ અનેક અડપલાં હતાં તે તેમને તેમની સમક્ષજ કહી બતાવવામાં આવ્યાથી એક દિવસ કોપાયમાન થઈ ગુમરીતે નગર ત્યજીને જતાં રહ્યા. સહાય માત્ર કમ્મરે લટકી રહેલી એક ખડગની હતી. તેના
For Private And Personal Use Only