________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમાન દ પ્રકાશ,
એ બને અશુભ ધ્યાન ઘણું જ નિર્બળ છે. તેમનો પરિચય - ખવાથી અતિશય કટુરસ પ્રાપ્ત થાય છે અને તેથી નઠારાં પરિણામ ઉદ્ભવે છે. માટે જેથી કરીને આત્મા નિર્મળ થાય, અને પિતાનું મૂલ સ્વરૂપે પ્રગટ થાય, તેવું શુભ ધ્યાન કરવું, કદિ સંપૂર્ણ નિર્મલ ધ્યાન ન આવે તે પણ દ્રવ્ય ક્ષેત્ર, કાલ અને ભાવ જોઈને સર્વદા શુભ ભાવના ભાવવી અને આત્મસત્તાને અવલંબી શુભ ધ્યાન કરવું; તેથી નિરપેક્ષ પ્રવૃત્તિ થાય છે અને તે પ્રવૃત્તિ શુભ લેસ્યાનું કારણ થાય છે.
ગુણગ્રાહકતા.
( Likeness for Merits ) સમ્યક્ જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક્ આચરણ-ચારિત્રાદિક સદ્ગુણો અથવા ક્ષમા, વિનય, સરલતા, ઉદારતા વગેરે ઉત્તમ ગુણશ્રેણિ નિરન્તર આધેયરૂપ હેવાથી, આધારભૂત આત્માને વિષેજ વસે છે. જેમ રત્નાદિક ઉત્તમ વસ્તુઓના અથી એવા પુરૂષો, તે તે ઉત્તમ વસ્તુઓને પ્રાપ્ત કરાવી શકે એવા પ્રયત્ન સેવી, સ્વપુરુષાર્થ વડે તેને પેદા કરીને તેનું સંરક્ષણ કરવા માટે કાળછથી તેને ભંડારમાં સ્થાપે છે, અને જરૂર પડતાં તેને સ્વતંત્રપણે ઉપયોગ કરી શકે છે, તેમ સદૂગુણના અથ જને અનાદિ અજ્ઞાન--અશ્રદ્ધા-અવિવેકાદિ દોષોને અથવા રાગ-દ્વેષ અને મહાદિક પ્રબળ શત્રુવર્ગને દળવા સમર્થ પુરૂષાર્થ ફેરવી સમ્યગજ્ઞાન, દર્શન અને ચારિત્રાદિક ઉત્તમ ગુણરત્નને અછું તેમનું સંરક્ષણ તેમજ પિોષણ કરવા માટે તેમને બહુ કાળજીથી પ્રમાદ રહિતપણે આત્મ પ્રદેશમાં સ્થાપી–સ્થિર કરી સ્વતંત્રપણે તેમને લાભ લે છે, તેમજ ભાવકરૂણાથી અન્ય અધિકારી ભવ્ય જીને ઉદારતાથી–નિષ્કામી થઈને લાભ આપે છે. આવા સગુણનિધાન મહાપુરૂને જંગમ
For Private And Personal Use Only