________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનદ પ્રકાશ.
ને લેપ થાય ત્યારે પછી સંઘમાં અનેક જાતના અકા થવા માંડે, જેથી કરીને જનસમૂહમાં જન ધર્મની હીલણ થયા વિના રહે જ નહીં.
સાંપ્રતકાલે દેવ દ્રવ્ય, જ્ઞાન દ્રવ્ય અને સાધારણ દ્રવ્યમાં જે અવ્યવસ્થા થઈ ગઈ છે, તેનું મૂલ કારણ સંઘપતિઓની ઉપેક્ષા છે. એવી ઉપેક્ષા રાખનારા અને સંઘના અગ્રેસરપણાને દાવ કરનારા ક્ષુલ્લક સંઘેશ્વરે તે બધા દેષનું પાત્ર બને, તેમાં કાંઈ પણ સંશય નથી. જેજે દ્રવ્યના ખાતાઓ તેમના આશ્રય નીચે ચાલે છે, તે તે ખાતાઓમાં લેકે સંઘપતિઓના વિશ્વાસ ઉપર દ્રવ્યાર્પણ કરે છે. જ્યારે સધપતિઓ તે દ્રવ્ય તરફ દુર્લક્ષ રાખે અને તેથી કરીને તે દ્રવ્યને વિચ્છેદ થાય, તે ખરેખરા દેવપાત્ર સઘપતિઓ અને તેમાં કાંઇપણ શંકા નથી.
ભવ્ય છે, જેમ પ્રજાને પતિ રાજા પિતાની પ્રજાને નીતિમાર્ગે ચલાવી ધર્મની મર્યાદા રખાવાને બધાએલે છે. તેમ એક સંઘપતિ પોતાની સલાહ ઉપર વર્તનારી શ્રાવક પ્રજાને ધર્મમાર્ગ ચલાવી ધર્મની મર્યાદા રખાવાને બંધાએલો છે. જોકે એવું ધારે છે કે, આપણે સંઘપતિ જે કરે છે, તે વ્યાજબી છે, તે જે પ્રમાણે આપણને દોરે છે, તે પણ સર્વ રીતે ઘટિત છે. આવી રીતે વિશ્વાસ પામેલા લેકોને પક્ષપાતની બુદ્ધિએ અન્યાય આપે અને તેમને દોષ ઉન્ન થાય તેવા માર્ગમાં દેરી જાય, એ સંઘપતિ ઘણજ અધમ છે. કેટલાએક સ્વાથી સંઘપતિઓ, પિતાની સત્તાને માટે વિપરીત પ્રવર્તન કરે છે, અને સત્તામાં અધ થઈને અધર્મના કામમાં સામેલ થાય છે તેવા સંઘપતિઓ ખરેખર ધિક્કારને પાત્ર છે. તેમનું જીવન દૂષિત છે, એટલું જ નહીં, પણ તેવા સંઘપતિઓ પિતાનો અને પોતાના આશ્રિતોને અધ:પાત કરે છે. આવા દુરાશય સંઘપતિઓથી સંઘની પવિત્ર મર્યાદા તુટી જાય છે, તીર્થરૂપ સંઘના પ્રવાહમાં મેટી ખલના થાય છે, અને સંઘના ખાતાઓમાં અવ્યવસ્થા થવાથી કે તે
For Private And Personal Use Only