________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતામણિ
કરતાં સહજ બન્યું રહે છે તેમ ઉદય સંબંધે ગમે તેવી સ્થિતિમાં પોતાનું પવિત્ર લક્ષ ચૂકાવું ન જોઈએ. Magnetic force (લેહચુંબક)ની પેરે સહજ ગુણાકર્ષણ થઈ રહેવું જોઈએ. આમ પ્રતિદિન સહજ ગુણ વૃદ્ધિ થતાં સંપૂર્ણતા પણ થવી સુસંભવિતજ છે.
ઈત્યલમ. (મુનિ કપૂર વિજયજી)
ચિંતામણિ.
એક ચમત્કારી વાર્તા. (ગત અંકના પૃષ્ટ ૧૩ થી શરૂ.)
(મુનિ વૈભવ વિજયની દેશના) સંઘ અને સંઘના અગ્રેસને ધર્મ. ભવ્ય જને, એવા સંઘરૂપ તીર્થના ચલાવનાર અને તેના અંગ ભૂત, સંઘના અગ્રેસરે હોય છે. તે અગ્રેસરે કેવા જોઈએ? અને તેમનું કર્તવ્ય શું છે? તે તમારે અવશ્ય જાણવું જોઈએ. પ્રથમ સંઘના અગ્રેસરે ન્યાયી, નિષ્પક્ષપાતી, દયાલુ, ધાર્મિક અને બુદ્ધિમાન હોવા જોઈએ. જેમના વચન ઉપર, જેમના વિચાર ઉપર અને જેમની પ્રમાણિકતા ઉપર આખા સંઘની અવનતિ તથા ઉન્નતિને આધાર છે, તેવા સંઘપતિઓના હદયમાં જે અન્યાય, પક્ષપાત, નિર્દયતા અને અધર્મ પ્રવેશ કરે તે પછી એ સંઘમાં કઈ જાતની સુધારણ થવાની આશા રખાય નહીં એટલું જ નહીં પણ તે સંઘ ઘણી નારી સ્થિતિમાં આવી જાય. સંઘ એક ધાર્મિક જનમંડલ છે, ધર્મની સર્વ જાતની મર્યાદાને સાચવનાર છે-તે મંડળના નાયકે જ્યારે પિતાનું શુદ્ધ કર્તવ્ય ભૂલિ જાયતે પછી સંઘની મર્યાદા શી રીતે રહે? જ્યારે મર્યાદા
For Private And Personal Use Only