________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનંદ પ્રકાશ
Babu
August છે. તેણે તકાલ પોતાના રાજ્યની સુધારણા કરવા માંડીઃ પિતાની હજુરમાં ધર્મરૂપ સલાહકારને સન્માન સાથે રાખી તેણે શારીરિક રાજયને મોટા પાયા ઉપર મુકી દીધું; રાજ્યમાં જે જે કેટવાલ વિગેરે પ્રચંડ સ્વભાવના હતા, તેઓને બુદ્ધિરૂપ મંત્રીના તાબામાં સંપ્યા. એ ઊત્તમ જનાને લઈ તેનું શારીરિક રાજય સુખી થયું. તેના રાજ્યમાં રહેનારી સર્વ પ્રજા સુખી થઈ અને જીવરૂપ મહા રાજા નિશ્ચિત થઈ અને ગમે તેની પવિત્ર વર્તણૂક જોઈ મહાન ચક્રવતી પરમાત્માની તેની ઉપર પ્રસન્નતા થઈ.
ભવિજનો, આ સંક્ષિપ્ત અભિનય ઉપરથી ઘણે બોધ લેવાનો છે. આ જીવ બુદ્ધિને ભેગાભિલાષ તથા ક્રોધના સ્વાધીનમાં સેપે, ત્યારે એનું શારીરિક રાજય પાયમાલ થઈ જાય છે અને તેનો રાજા પણ ભાગ્યહીન થઈ જાય છે, તેથી એ પ્રત્યક્ષ થયું કે, ભેગ અને રોગ સાથે અન્ન તથા જલ શરીરના આહાર રૂપ કરવામાં આવ્યા છે અને શરીર ઈદ્રિયોનું નૈમિત્તિક વાસસ્થાન છે. વળી ઈદ્રિય બુદ્ધિને ખબર પહોચાડવાનું કામ કરે છે, તે ઈંદ્રિયો દ્વારા પર માત્માના અશ્વર્યને જુવે છે અને જાણે છે, તેથી આ ઇંદ્રિયો બુદ્ધિની સેવા (નોકરી) કરનારી છે. બુદ્ધિનું નિમિત્ત જીવને ઉદ્દેશીને રહેલું છે. તે બુદ્ધિ જીવને પ્રકાશમાને દીવે છે કે જેના પ્રકાશે કરીને જીવ પરમાત્માને જોઈ શકે છે. તે પરમાત્માના દર્શન આ જીવને માટે પરમ સ્વર્ગ છે. તે જીવના જીવનની સાર્થકતા પરમાત્માના દર્શનથીજ છે. જ્યારે આ જીવને પરમાત્માનું તાત્વિક દર્શન પ્રાપ્ત થાય, ત્યારે તે પોતાના ઉત્તમ કાર્યને પ્રાપ્ત કરી પૂર્ણ રીતે કૃતાર્થ થાય છે અને તેનું આ શારીરિક મહાન્ રાજય સત્કૃષ્ટ પણે પ્રકાશી નીકલે છે,
For Private And Personal Use Only