Book Title: Atmanand Prakash Pustak 003 Ank 04
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાન પંચમી. tertentu tertenteiten testes de testertestartertestarter testetstestestostestetstest જ્ઞાન પંચમી. , આ ભારત વર્ષમાં આહંત ધર્મની પર્વવાળીમાં જ્ઞાનપંચમીનું મહા પર્વ એક અગત્યનું પર્વ છે. સર્વ ધર્મ ભાવનાનું મૂલ જ્ઞાન છે. જ્ઞાનના ગેરવથી જ ધર્મની ઉન્નતિ છે. જ્ઞાન ભક્તિ એ ઉત્તમમાં ઉત્તમ ધર્મ ભકિત છે. જ્ઞાન રૂપ અલંકારથી અલંકૃત થયેલા પુરૂષો જગતને વંદનીય થાય છે. જ્ઞાન તત્વદર્શન કરાવે છે. જ્ઞાનરૂપ સૂર્યના પ્રકાશથી જગતના સર્વ પદાર્થો પ્રકાશિત થાય છે. પ્રાચીન જૈન મુનિઓએ પોતાના જ્ઞાનના બલથી ભારતના માનવમંડલને આકખ્યું હતું. તેમની રચેલી સંસ્કૃત અને પ્રાકૃતની સુંદર ધર્મગથાઓ આ જગતમાં અદ્યાપિ માન પામે છે. એ જ્ઞાનતત્વ આર્યજગતમાં સનાતન ધર્મનું મૂલ તરીકે મનાયું છે. સમ્યક્ દર્શન અને સમ્યક્ ચારિત્રનું અવલંબન જ્ઞાન ઉપર છે. સંયમરૂપ કઠોર તપશ્વર્યાથી સંસારની આસક્તિ નિર્જીવ થાય અને ચારિત્ર ધર્મને ઉદય થાય તે જ્ઞાનના ફલ છે. એ જ્ઞાન સહિત ધર્મ જયારે જીવન ક્ષેત્રમાં અંકુરિત થાય છે ત્યારે જ ચારિત્રની ઉત્પત્તિ થાય છે. તે બાહેરને આડંબર કે દેખાવ નથી, પણ તે હૃદયની એકાંત ગુફામાં રહેલી દિવ્યશક્તિ છે એ દિવ્યશકિત તે જ્ઞાનશકિત જ છે. એ શક્તિથી, જે શક્તિમાનું છે, તેને પૃથ્વી કરતલગત છે, સ્વર્ગ તેના અંતરમાં છે, તે મનુષ્ય હોવા છતાં પણ દેવતા છે, તે સંસારી છતાં સ્વર્ગવાસી છે. જૈન શાસનમાં ચારિત્રનું મહાસ્ય જ્ઞાનની અપેક્ષાએ કહેલું છે. જ્યાં ચારિત્ર છે, ત્યાં આત્મ સંયમ છે, જયાં આત્મ સંયમ છે ત્યાં જ્ઞાન છે. જ્ઞાન સિદ્ધિને લાભ થવાથી સમર્થ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24