________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માનંદ પ્રકાશ. હoad buttous તે સંસકારના અધિષ્ઠાયક દેવતાઓ તેને શુભ પ્રેરણા કરનારા થયા વગર રહેતા નથી. વિદ્યાના આરંભમાં અમાસ, આડમ, પડવે, ચૌદશ, ચોથ, નવમી અને છઠ એ શિવાયની તિથિઓ લેવી. ગુરૂ શુક્ર અને બુધ એ ઉત્તમ અને રવિ અને સેમ એ મધ્યમ વાર લેવા. નક્ષત્રોમાં અશ્વિની, ભૂલ, પૂર્વ ફાલ્ગની, પૂર્વ ભાદ્રપદ, પૂર્વાષાઢા, મૃગશીર આદ્ર, પુનર્વસુ, પુષ્ય, અશ્લેષા, હસ્ત, શતભિષા, સ્વાતિ, ચિત્રા, શ્રવણ, અને ધનિષ્ઠા–એટલા નક્ષત્રે લેવા. ઉપરના તિથિ, વાર અને નક્ષત્રને દિવસે શુભ મુહૂર્ત તથા ચંદ્રનું બલ જોઈ વિદ્યાથીને જે સમયે નીશાલે બેસાર હેય તે સમયે પ્રથમ તેના ઘરમાં રહસ્થગુરૂએ આવી શાંતિક પિષ્ટિક કરવું અથવા જિનમંદિર કે ઉપાશ્રય અથવા કલબના વૃક્ષ નીચે વિદ્યાર્થીને પૂવૉભિમુખે કે ઉત્તર ભિમુખ બેસારો. દર્ભના આસન ઉપર બેસારી કંકુ કે કેશરનું તિલક કરવું. હવે ગુરૂએ તેની દક્ષિણ તરફ બેસવું અને વિદ્યાર્થીને ડાબી તરફ બેસાર. પછી ગુરૂએ વિદ્યાર્થીના જમણા કાનની ત્રણવાર પૂજા કરી તેને પ્રથમ સારસ્વત મંત્ર અથવા નોકારમંત્ર ગણાવે. પછી ગાડી, રથ, કે પાલખી ઉપર સારી ગાજતે વાજતે સર્વ સંબંધીઓ અને સ્નેહિઓના મંડલ સાથે જિનાલયના દર્શન કરી જયાં પાઠશાલા–નિશાળ હોય ત્યાં જવું, જો વરધોડો ઉપાશ્રયથી કે દેથી ચડ હેય તો પરભાર્યો પાઠશાલામાં જવું, નહિંત દેવગુરૂને વંદના કરી વાસક્ષેપ નખાવી પાઠશાલાએ જવુ. માર્ગમ યથાશકિત દાન આપવું. અપૂર્ણ For Private And Personal Use Only