Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री
છે. આત્માનંદ પ્રકાશ
છે
દોહા. આત્મવૃત્તિ નિર્મલ કરે, આપે તત્ત્વ વિકાશ; આત્માને આરામ દે, આત્માનંદ પ્રકાશ
પુસ્તક ૩ જુ. વિક્રમ સંવત ૧૯૬૨–કાર્તિક અંક ૪ થે.
પ્રભુ સ્તુતિ.
શાર્દૂલવિક્રીડિત. બેઠું વર્ષ નવીન વિક્રમ તણું સદ્ધર્મ શર્મ ભર્યું, પ્રેમથી પ્રણમે જિનેંદ્ર ચરણે ત્યાં ચિત્ત રાખે કર્યું, આરાધે જિનધર્મ કર્મ હરવા સદ્ભાવના આચરી, ગા સશુરૂ ભક્તિ ગીત રસથી આનંદ અંગે ધરી. ૧
ગુરૂ સ્તુતિ. આરામ આત્માને કરે, નહિં કામ ત્યાં આવી ઠરે, આધિ ઉપાધિ અંતરેથી સઘ જે દૂર કરે નવરંગ આત્માનંદ આપે જે સદા સુખવૃદને, ગુરૂવર્ય તે સઘલા હરે ભયકારિ આ ભવ કુંદને. ૧
૧. ઉત્તમ ધર્મ સુખથી ભરેલું. ૨ કર્મને નાશ કરવા. ૩ મનની જોડા. ૪ સોસારિક પીડા. ૫ સુખના સમૂહને.
*
*
*
—
!
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બામાનેક પ્રકા,
ઝુલશું છેદ. વર્ષ વિક્રમતણું નવિન આ નેહથી નિર્મલું આવિયું તે વધો, આદિ અહંત જિનરાજના સદ્ગણે ઘેર ગર્જન કરી સર્વ ગ; ધર્મના તેજથી ચળકતા ચિત્યમાં ચપળતા પરહરી સદ્ય પેશો; પૂછ પરમેશને ભાવ ભક્તિ ધરી સકલ શુ કર્મના તીવ્ર પે. ૧ નેહથી નિરખતાં નાથ ને નયનથી નીર નિર્મલ મને નિત્ય નાગે, સાધુ સન્માનથી સાધુ ભક્તિ કરે, ગુરૂ તણા ગેરવે ચિત્ત રાખે; નેહ સાધાર્મિમાં આદરે અંતરે સુખદ થઈ તેમને સહાય આપે, ચિત્ત કરૂણા કરી ક્રૂરતા પરહરી દીન દુઃખી તણાં કષ્ટ કાપો. ૨ જૈન શાલા રચી જ્ઞાનના દાનથી ધર્મના બંધને જ્ઞાન આપે, સર્વ દૈ રહાય સુખ સાધને અર્પવા મિત્રના મડલે સર્વ સ્થાપ; ઐક્ય સઘળે કરી ધર્મ ગૃહ નીતિના નિયમ બાંધી બધા જન સુધારે, જય કરી ધર્મનો ક્ષય કરી કર્મને મુક્તિપુરને ધરે પંથ સારે. ૩
જીન ઉત્તમ ગુણ ગાવતાં ગુણ આવે નિજઅંગ. "
परगुण परमाणून् पर्वती कृत्य नित्यं । निन हृदि विकसन्तः सन्ति सन्तः कि यन्तः ॥
આ સંસારમાં જીવ માત્ર સુખનો અભિલાષી હોય છે. સા કેઈને તડકેથી છાંયે જવાની ઈચ્છા હોય છે. સિ કોઈને આમ કલેશકારક સ્થાનમાંથી શાન્તિ દાયક સ્થાનમાં જવાની ઈચ્છા હોય છે. તે તે પ્રકારની ઈચ્છા શીધ્ર પૂર્ણ થાય એ સ્થાને જવાની ઈચ્છા
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગુણ દૃષ્ટિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
testestestestete
tatatatase
સાથે હોય છે. મતલબ કે ક્ષણિક સુખના કરતાં શાશ્વત સુખની ઇચ્છા સૈને સહજ હોય છે. હવે આવા પ્રકારની ઇચ્છા તૃપ્ત કરવાને ચેાગ્ય સાધનની જરૂર છે. ચેાગ્ય સાધન તે એ કે એવા. પ્રકારનુ સુખ જેણે પ્રાપ્ત કર્યું હૈાય તેની સલાહ લેવી વા. તે અલભ્ય હાય તે તે જે માર્ગે ચાલ્યા હાય તેની જેને ખબર હૈાય તે લેકને પૂછવું. પણ આથી ઉલટું જે મનુખ્યએ એવુ અક્ષય સુખ પ્રાપ્ત કર્યું નથી, એવુ અક્ષય સુખ પ્રાપ્ત કરવાને ચેગ્ય માર્ગ પણ લીધે નથી આર તેથી વિપરીત માર્ગ લીધે છે તેવા માણસાને પગલે સુખની ઇચ્છાવાળા માણસે ચાલે છે; અને તેથી સ્પષ્ટ છે કે ઈચ્છિત ફળ મળતુ નથી. ઘણાખરા માણસે દુનિયામાં ગાડાની જેમ વર્તે છે અને અંતે દુઃખ ક્રૂપમાં પડેછે; દુનિયા પેાતાનાજ જેવા માસા વાળી ફક્ત છે એમ માનીને તેનુ અનુકરણ કરેછે. અને તાદશ વર્તનથી સતાબ પકડેછે; પરશુળ માનૂ........વિવન્તઃ । એવા ઉત્તમ મનુષ્યા ક્રાણુ ઢાય ? અર્થાત કાઇ હોયજ નહીં એમ અવળુ માનીને સામાન્ય પ્રકારના માણસાની પ ંકિતમાં પાતાની ગણતાથી ખેદ્રને બદલે આર સતાષ તેમને થાય છે. ભાઈ આજ કાંઈ સારાની દુનિયા છે એમ કહ્યા કરવુ એટલે શું ? બીજા બધા. હાય એવુ થવુ-રહેવુ એટલે પશુ વૃત્તિમાં પડયા રહેવુ, ગમે તે પ્રકારે ધન પ્રાપ્ત કરી ઇન્દ્રિયાન પાષણ કરવુ અને અત્રે જે અક્ષય સુખની વાંછા રવાભાવિક રીતે જીવને હાય છે તેને નિષ્ફળ કર-નાર માર્ગને લઇને પ્રાન્ત દુ:ખી થવુ એના જેવી મૂખાંઇ બીજી કઈ ! આનું નામ દોષ દ્રષ્ટિ; કારણ કે દુનિયા દાખમય જોઈ તેથી.. ઉત્તમ મનુષ્યા—અક્ષય સુખની વાંછાવાળા—દુનિયામાં છતાં, જોવામાં
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૬
આત્માનંદ પ્રકારી.
tetstestatat
Cette vetestet
t
કુમાર્ગગામી
ન આવ્યા; જ્ઞાતિનુયુતા નથં સ્વાધ્યાયસંયમરતા અક્ષયજ્જુ - વમાનોનુંચળા સાધયઃ સ્થિÀિમન્તોઽષ ન દટ્ટા સામાન્ય માણસને પગલે ચાલવાથી પાતામાં રહેલ જ્ઞાન દર્શ ચારિત્રાત્મક રત્નત્રયીની ખબર પડતી નથી. નહીં તેા તેવા ઉત્તમ ગુણાવાળા મારા આત્મા છે એમ નિરંતર જાણીને તે ગુણેને આ ચ્છાદન કરનારા આવરણા દૂર કરવાના માર્ગ લેવાય અને તે રસ્તે અક્ષય સુખ પ્રાપ્ત થાય. કારણ કે જેણે આત્માને—મૂળ ગુણે સહિત-યથાર્થ આળખ્યા તેને અક્ષય સુખ પ્રાપ્તિના માર્ગ પ્રાપ્ત થયા કહેવાયજ–માટેજ જ્ઞાનીઆ તારા આત્માને એલખ know thyself '' એમ નિરંતર ધ્વનિ-ઉદ્ઘોષણા કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અન્ય મનુષ્યમાં ભલે અનેક અવગુણ યા દાખ હોય પર ંતુ એક જો ગુણાંશ યા ગુણની રેખા હોય તે તે ગુણજ તારી દ્રષ્ટિનું હિંદુ કર. એ પ્રમાણે નિર ંતર કરવાથી તે ગુણાંશ તારામાં પ્રગટ થશેજ. આમજ પ્રભુ સ્તુતિનું રહસ્ય છે. તેથી વિરૂદ્ધ જો ખીજા ઢાષ જે અન્ય મનુષ્યમાં રહેલા છે તેને જો તું તારી દ્રષ્ટિનુ બિન્દુ કરીશ તેા તે રાષના તે રીતે તને પરિચય થવાથી તે દ્વેષ ઊપર તારા તિરસ્કાર થવાને બદલે કદાચ તારી પ્રી!ત થવાથી અથવા તિરસ્કાર જતા રહેવાથી તારામાં તે દાષ પ્રગટ થશે. અત્રે એક મુનિ—જેના પાત્રામાં બીજા સાધુ થુંકયા હતા કે કાંઈ બીજા પ્રકારના તિરસ્કાર કર્યા હતા તે મુનિ તે તિરસ્કાર કરનારના દોષ તરફ દ્રષ્ટિ નહીં કરતાં પેાતાના કર્મોની નિંદા કરી અંતે કેવળી થઈ મોક્ષે ગયા હતા તે મુનિનુ દૃષ્ટાંત સાથૈક છે.
ખીજું દૃષ્ટાંત ગજસુકુમાલનુ છે કે જે પેાતાના સુરે કરેલી
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણ દષ્ટિ. otetorets teetettstedet etter to detector de testostertestosterte to retire testerete પીડા બીલકુલ ધ્યાનમાં ન લેતાં પોતાનાજ ધ્યાનમાં લીન થઈ મુક્ત થયા હતા,
ટર 1 નાઝિ રિત મવ7: What can the poor give ? nothing. પોતાની પાસે હોય તેનું જ દાન થાય એ સ્વાભાવિક છે. વિસ્મય પામવા જેવું કાંઈ નથી. ઉonsider that it. is owing to your own actions in the past that you are confronted with so much insult, or that it is owing to their own is that they are placed in a position to injure you & not. to benefit you; how poor in spirit are they who can do no good to others but on the contrary evil ? They dig their own tombs; they kill their own souls; taķe, pity on them.
જો ચઢવાની ઈચ્છા હોય તો ગુણ જે. પડવું હોય તે દોષ જો. જેવું જઈશ તેવું પામીશ. પવિત્ર વસ્તુ પેખીરા તો પવિત્ર થઈશ. માટે તારી આસપાસ પવિત્ર વસ્તુ રાખ. ખરાબમાં પણ સારૂ જોવાનો પ્રયત્ન કરી જેથી તને અપવિત્ર દર્શનનું નુકશાન થવા પામે નહિ શ્રીકૃષ્ણ મહારાજ એક સવાંગ વ્યાધિગ્રસ્ત સ્થાનમાં તેના મુખની નિઃબિડ અવિરલ દંતાલી જોઈને સાનંદાશ્ચર્ય પામ્યા હતા, તેને દાખલ લે. દોષ જોવાથી નિર્મલ આમાં કલુષિત થાય છે; લધુતા આવે છે. મનને દોષ જોવાને અવકાશ મળે એ કેટલું હલકું મન સાબીત કરે છે ? જે મન શુભ કાર્યમાં જોડાયેલું રહેતું હોય, શુભ સંગતિવાળું હોય તે તેને અશુભ સંગતિને અવકાશ જ કયાંથી મળે ગુણ ગણનાના કાર્યમાંથી નવરું થાય તો દેષ ઉપર દોડેને ઉત્તમ મનુષ્ય
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
ખામાનંદ પ્રકાશ છઠઠઠઠઠઠઠ
ઠઠઠક સર્વદા સ્વપરહિત થાય એવાજ કાર્યમાં-એવીજ વિચારણામાં –એવાજ ભાષણમાં તત્પર રહે છે. એનો અનુત્તમ માણસજ ગુણેતર વસ્તુ ઉપર દષ્ટિ કરે. સજજન તે અખિલ જગતને સજજનમયજ દેખે છે. તેને સ્વપ્ન પણ ખ્યાલ નથી આવતે કે. વળી દુનિયામાં સજજન શિવાય બીજા પ્રકારના મનુષ્ય વસે છે. જે મનુષ્ય પોતાના શરીર તથા કપડાંની બાબતમાં એટલી બધી સંભાળવાળા હોય છે કે એક જરાપણ ડાઘ પડયે તુરત નાહી લે અથવા કપડાં બદલી નાંખે છે તે લેકે પોતાના આત્માની ઉપર પડતા ડાઘની બાબતમાં એટલા જ સાવચેત થાય તે આ જગતુ કેવુ ભવિજનમય થઇને સૈને સુખદ થાય ? પરંતુ અફસકે તેઓ એવા નથી એ આ પંચમ કાલને મહિમા દાખવે છે.
વળી દોષ દષ્ટિ એ એક દુષિત જનસંગતિનું નાનું રવરૂપ છે. દોષ દષ્ટિ એટલે દોષ જ જોયા કરવા અને અર્થ એ કે તેટલા સમય સુધી દેવાનું મનુષ્યને સંગ કરવો. દુર્જનસંગ કિંચિત્માત્ર લાભ ન કરતાં કેવલનુકસાન કારક છે એમ અનુભવ સિદ્ધ છે તે દેષનો કષ્ટિથી એટલે વિચારણાથી સંગ કરવો એ હાનિકારક ન હોય એ કેમ બને ? - જે વસ્તુનું નિત્ય સ્મરણ કરીએ તે પામીએજ–વહેલા કે મેડા. તેમ દોષનું નિત્ય સ્મરણ કરવાથી, દોષજ આવ; અને ગુણનું સ્મરણ કરવાથી ગુણજ આવે. માટેજ એમ કહ્યું છે કે “જન ઉત્તમ ગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગે.” મુબાપુરી શાહ ત્રીભુવનદાસ ઓધવજી ભાવનગરી, દિપાસવી. ઈ
બીએએ. એલ. બી.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતામણિ beter bere este tratate driteretetetrete tietesterteste tratante fastentarters treate
ચિંતામણિ.
પ્રકરણ ૧૦ મું. મુનિ વૈભવ વિજયનું બીજું વ્યાખ્યાન
દુર્જનનું વરૂપ.
(અનુસંધાન પાને ૩૦ થી ચાલુ છે. પૂર્વના નિયમ પ્રમાણે વર્દીમાનપુરની વ્યાખ્યાન શાલા છેતાઓથી ભરપૂર થઈ ગઈ. બરાબર વ્યાખ્યાન સમયે મુનિ વૈભવ. વિજયે પિતાનું વ્યાખ્યાન શરૂ કર્યું. તેઓ ગંભીર અને મધુર સ્વરે બેલ્યા, ભદ્ર શ્રેત ગણ, આજે દુર્જન વિષે ઘાખ્યાન આપવાનું છે. સાંપ્રત કાલે સજજને કરતાં દુર્જનોની સંખ્યા વધતી જાય છે. અનેક જાતના દુર્જન સ્થાને સ્થાને દૃષ્ટિએ પડે છે. તેવા દુર્જનથી તમારે સર્વદા દૂર રહેવું. વિશેષમાં કેટલાએક એવા દુર્જ. ન હોય છે કે, જેઓને આડંબર સજજનના જેવો દેખાય પણ અંતરમાં તેઓ સર્વ રીતે દુર્જન હોય છે. તેવા દુર્જનોથી તમારે વિશેષ ચેતવાનું છે. ખેલ પુરૂષના ચરિત્ર સર્વને હાની કારકજ હેય છે. તેવા ખેલ પુરૂષના સંબંધમાં કદિપણ આવવું નહી. સાહિત્યના વિદ્રાને ખલ પુરૂષ અને કાંટાને માટે બે પ્રકારના ઉપાય બતાવે છે. પહેલો ઉપાય-ઊપાનથી તેના મુખનો ભંગ કરે અને બીજો ઉપાય–તેનાથી દૂર રહેવું. એક વિદ્વાન પુરૂષ = શબ્દની ઉત્પત્તિ વિષે લખે છે કે, વિશિખા અને ખ્યાલ એ બે શબ્દના છેલા અક્ષર લઈને વસ્ત્ર એ શબ્દ બને છે. તેથી વિશિખ એટલે તીર અને ખ્યાલ એટલે સર્પ તે બંનેના વિષમ ગુણ ખલ
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમાનદ પ્રકાશ. stesterte to tetor titeritetit testarteretetetstestertestretesters were tretietestetstesterte પુરૂષમાં આવે છે. સર્પને દાંતમાં વિષ હોય છે, મક્ષિકાને મસ્તકમાં વિષ હોય છે. વીંછીને પૂછમાં અને ખલ પુરૂષને સર્વ અંગમાં વિષ હેય છે. તેવા ખેલ પુરૂષનું મુખ કમલ પત્રના જેવું લાગે છે, અને વાણું ચંદનના જેવી શીતળ લાગે છે. તથાપિ તેના હૃદયમાં ઈર્ષ્યા
અને ક્રોધની જવાલા પ્રજવલિત થયા કરે છે. એ ખલ પુરૂષ પોતાના પ્રાણ ત્યાગ કરીને પણ બીજાના હિતમાં વિન્ન કરે છે. જેવી રીતે કે ચાસમાં આવેલી મક્ષિકા (માખી) ભજન કરનારને વમન કરાવે છે. એ લેકોની વિદ્યા પિશુનતા છે, બીજાને દોષ આપવા એ તેમનું આભૂષણ છે. અને બીજાને દુઃખ આપવું, એ તેમનું સુખ છે. શ્રાવકે ! તેવા ખલ પુરૂષથી તમારે દૂર રહેવું, કદિપણ તેઓને સંગ રાખ નહીં. એક મહાન નીતિકાર તે વિશે નીચેનો શ્લેક આપે છે. –
पुष्पमालानुसंगेन सूत्रं शिरसि धार्यते ।
मत्कुणानां च संयोगात् खट्टा दंडेन ताडयते ॥ १ ॥
કોઈપણ માણસ સૂત્રને મસ્તક ઉપર ધારણ કરતું નથી, પણ પુષ્પની માલાના સંગથી તે સૂવ મસ્તક ઉપર ધારણ કરવામાં આવે છે એ સત્સંગને પ્રભાવ છે. સૂત્રને પુષ્પ માલાને સંગ થવાથી તે મસ્તક ઉપર ધારણ કરવામાં આવે છે. સુવાનો ખાટલે કાંઈ અપરાધ કરતા નથી પણ માંકડના સંગથી તેને લેકે તાડન કરે છે. તેવી રીતે દુર્જનના સંગથી બીજાને અવશ્ય હાનિ થાય છે. આજ કાલ એવા ઘણાં દુર્જને ઉત્પન્ન થાય છે. કેટલાએક તો એવા દુર્જન ને હેાય છે કે, તેઓ ઉપરથી સજજાનના જેવો આડંબર રાખે અને
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિતામણિ.
૮૧. terte teste testostertestarter testostertretestes testostertreter de totestanteste toatare testoste તેમના અંતરમાં દુર્જનના દેષ રફુરી રહ્યા હોય છે. તેવા સજજનાકૃતિ દુર્જનોથી તમારે વિશેષ સાવચેત રહેવું. શ્રાવકના ઉત્તમ કુલમાં જન્મ પ્રાપ્ત કરીને દુર્જનતાના દેષથી લિપ્ત થએલા કેટલાએક શ્રાવકાભાસ દુર્જનો આપણા ધામીંક ખાતાઓને કલંકિત કરે છે. એ ઈષ્યા અને કુસંપના દોષને લઈને કેટલાએક દુજેને આપણા ધર્મના પવિત્ર ખાતાઓમાં અવ્યવસ્થા કરી દે છે. દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યનો પણ તેઓ દુરૂપયોગ કરવાનું ચૂકતા નથી. આવા દુર્જનોના સહવાસમાંથી તમારે સર્વદા દૂર રહેવું
એટલું જ નહીં પણ ધર્મના પવિત્ર ખાતાઓનો વહિવટ તેવા દુર્જનોના હાથમાં સેંપવો નહીં જોઇએ.
શ્રાવકભાઈઓ, દુર્જનના ચરિત્ર સર્વથી વિલક્ષણ છે તેઓ એટલે સુધી પોતાની દુષ્ટતા દર્શાવે છે કે, જે બીજાની પાયમાલી થતી હોય તે વખતે પિતાના પ્રાણનો પણ ભાગ આપે છે. તે વિષે એક ચમકારી શ્લેક નીચે પ્રમાણે છે –
कस्त्वं भद्र खलेश्वराहमिह किं घोरे वने स्थीयते शार्दूलादिभिरेव हिंस्रपशुभिः खाद्योऽहमित्याशया ॥ कस्मात्कष्ठमिदं त्वया व्यवसितं मदेहमांसाशिनः प्रत्युत्पन्नमांसभक्षणधियस्ते घ्नन्तु सर्वान् नरान् ॥ १ ॥
કોઈ એક ઘોર જંગલમાં કેઈ એક ખેલ માણસ ઉભે હતો, તેને કોઈ ત્યાંથી પસાર થતા મુસાફરે પુછયું “અરે ભદ્ર, તું કોણ છે” ? “હું ખલેશ્વર–ખલ પુરૂષોને રાજા છું. આવા ઘોર જંગલમાં કેમ ઉભેછું? “સિંહ વિગેરે હિંસક પ્રાણીઓ મારૂં ભક્ષણ કરે એવી
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
આત્માનેદ પ્રકાશ
*testeret beste testostestertestarteretetste tietestertretestostestattete testitestite આશાથી હું અહિં ઉભેછું.” “આવું કછ શા માટે કરવા ધારે છે?”
મારા શરીરનું માંસ ચાખી તે હિંસક પ્રાણીઓને માણસના માંસને ભક્ષણ કરવાની બુદ્ધિ થાય અને પછી તે બધા માણસોને મારી નાખે–આવી ધારણાથી હું મરવાને તૈયાર થયે છું ”. અહા ! કેવી દુર્જનતા ? બીજાને ઘાત કરવાને આત્મઘાત કરવા તૈયાર થયેલા તે ખલેશ્વરનું ચરિત્ર ખરેખર દુર્જનતાને પૂર્ણ નમુને છે. આવા દુર્જનેથી સર્વદા દુર રહેવું જોઈએ. એવા અપવિત્ર ખલેશ્વરની છાયામાં પણ આવવું ન જોઈએ.
પ્રકરણ ૧૧ મું
સજજનનું સ્વરૂ ૫. ભદ્ર શ્રાવકે, આભૂમંડલમાં અલંકાર રૂપ સજજનોના લક્ષણ પણ તમારે જાણવા જોઈએ. સજજન વિષે જેટલું વિવેચન કરીએ તેટલું ડું છે. માનવ મંડલમાં ઉન્નત પદવીનું શિખર સજન્ય છે. જિન્ય રૂપ સુધાને પ્રભાવ અલૈકિક છે. એ દિવ્યગુણ યતિ કે ગૃહસ્થ બંનેમાં વાસ કરે છે. સૈન્ય ગુણની પ્રાપ્તિ પુણ્ય
ગેજ થાય છે અને તેથીજ પુણ્યની પ્રબળતા વૃદ્ધિ પામે છે એટલે એ મહાન પુણ્યાનુબંધી પુણ્ય કર્મનો હેતુ થાય છે. પવિત્ર શ્રાવકપણું, એ સજજનતામાં જ રહેલું છે. જૈન શાસ્ત્રકારો સર્વોત્તમ સજજન પુરૂષને જ શ્રાવક કહે છે. સજજનતાનો સંપૂર્ણ અધિકારી શ્રાવક હોઈ શકે છે. દરેક ભિન્ન ભિન્ન ધર્મ ભાવનામાં મિથ્યા દષ્ટિત્વ કહી શકાય છે પણ સજજનતા તે સર્વથી વિલક્ષણ છે. ગમે તે
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતામણિ,
43
statute tate
ધર્મ ભાવનાને ધારણ કરનારી વ્યક્તિમાં સજ્જનતા નિરાબાધ થઇ રહી શકે છે. ધાર્મિક વિચાર અને ક્રિયાના પ્રવાહ જુદા જુદા ઢાય,. તથાપિ સજ્જનતાના નિવાસ તેમાં થેચ્છ રીતે જોવામાં આવે છે. સજ્જનતાને કોઇ ધર્મની કે ક્રિયાની અપેક્ષા નથી.. એ મહાન ગુણ કાલેકરી માનવને ઊત્તમ ધર્મ ભાવનામાં. આકષી શકે છે. દરેક વિવિધ ધર્મની ભાવનામાં ઉત્પન્ન થયેલા ભવ્યજને કાલે કરીને સમ્યક્ દૃષ્ટિ થઇ શકે છે, તે બીજ સજ્જનતાનુ જ છે.
શ્રેષ્ઠિજને, એવી સર્વોત્તમ સજ્જનતા સાંપાદન કરવા તમારે સતત પ્રયાસ કરવા. જન્મથી દૈ કર્મથી શ્રાવક નામ ધારી શકાય છે પણ સજ્જનતા ધારી શકાતી નથી. સજ્જનતાની મહા વિદ્યા પુણ્યથી કે સ્વભાવથી શીખી શકાય છે. એ મહાવિદ્યા નિર્મલ અને પવિત્ર હૃદય વિના ટકી શકતી નથી. એ મહાવિદ્યાના અભ્યાસીએ સ્વતઃસિદ્ધ અને પુણ્યકર્મ રૂપ ગુરૂથી શિક્ષિત થયેલા છે.
આ અસાર સ’સારમાંથી સારગ્રાહી અને સવર્ઝનની શોભાને ધારણ કરનારા માત્ર સજ્જનેાજ છે. ધાર્મિક વૃત્તિથી પત્રિત્ર એવા સજ્જનોનું જીવનજ કૃતાર્થ છે. સજ્જનતા વિના આ જગતમાં માનવ જીવનની ઉન્નતિ જેવાને કોઇ પણ સમર્થ થઇ શકતું નથી.
સજ્જનોમાં એકી સાથે સદ્ગુણાની શ્રેણિ આવી નિવાસ કરેછે. સજ્જનતા રૂપકલ્પલતા તેના આશ્રિતને વાંચ્છિત ફલ આપે
જ્યાં સજ્જનતાને પૂર્ણ પ્રકાશ પ્રકાશિત છે, ત્યાં અજ્ઞાન રૂપ અંધકાર ટકી શકતું નથી. સૌજન્યની દિવ્યં શક્તિ. તેના. પરીક્ષદાને વશીભૂત કરી શકે છે. અનેક મહાત્મા, સાજન્યના મહા પ્રતાપથી સર્વપૂજ્ય અને સર્વમાન્ય થયેલા છે. સાજન્યના ઉત્પા
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માતઃ પ્રકાશ,
૮૪ Sutati
Lestestet stetest
દક જ્ઞાનગુણ પણ જો સૌજન્યથી વિયુક્ત થાય તે તે ગર્વના કારણ હાઇ અનર્થ અને અપવાદનું પાત્ર બને છે, જગતમાં સાજ વિનાનું પાંડિત્ય ગર્વથી કલ ંકિત થઇ નિદાનુ ભાજન થાય છે.
ભદ્ર શ્રાવકગણુ, એવું સાજન્ય સપાદન થાય તેવી પ્રવૃત્તિ સર્વદા આચરજો. જો તમારામાં સાજન્ય ગુણ આવેલા હશે તેા તમાર્ગ શ્રાવકતા સંપૂર્ણ રીતે પ્રકાશી નીકલશે, સૌજન્ય વિનાનુ શ્રાવકl અજાગલના સ્તનવત્ નિરર્થક છે. શ્રાવકત્વ હાય અને સૌજન્ય હાય તેા તે શ્રાવકાભાસનુ સ્વરૂપ ઉત્પન્ન કરે છે.
શ્રાવક રત્ન, સજ્જન ગૃહસ્થાની વૃત્તિ કેવી ઉત્તમ હૈય તે તમારે મનન કરવા ચાગ્ય છે. અજલિમાં રહેલા પુષ્પા જેમ ખને હાથને સુગંધ આપે છે; તેમ સમદ્રષ્ટિવાળા સજ્જન શક્યું અને મિત્ર બનેને સરખા લાભ આપે છે. તેની વૃત્તિમાં શત્રુત કે મિત્રત્વ નથી. સજ્જન મહાશયાના હૃદય દુ:ખ સહન કરવામાં વાથી પણ કઠાર હાય છે અને અન્યને દુ:ખી જોઈ આર્દ્ર થના તે હૃદય પુષ્પથી પણ વધારે કામલ હોય છે. એ પવિત્ર મહાત્મ્યઆના હૃદય સર્વદા સાજન્યરૂપ સુધાથી તૃપ્ત છે, કઢિપણ તેમાં વિકાર ઉત્પન્ન થતાં નથી. તે વિષે સાહિત્યકારા ગાયના દુધનું અને ક્ષીર સાગરનું દ્રષ્ટાંત આપે છેઃ ગાયનું દુધ બીજે દિવસે દહીં થઈ જાય છે અને ક્ષીરસાગરના દુધમાં અદ્યાપિ વિકારભાવ જોવામાં આવતા નથી.. એ મેટાની મહત્તા છે. ગ ંગાજલ પાપને, ચ તાપને અને કલ્પવૃક્ષ દીનતાને દૂર કરે છે ત્યારે પવિત્ર હૃદયના સજ્જન પુરૂષો પાપ, તાપ અને દીનતા એ ત્રણેને દૂર કરે છે. ચંદનના વૃક્ષ સર્પના સંગ કરે છે, તથાપિ પોતે વિષમય થતા
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતામણિ,
4
નથી તેમ નિર્લેપ વૃત્તિવાલા સજ્જન પુરૂષ થતા નથી. એ અતિપવિત્ર મહાશયને કદ્ધિ આવે તથાપિ તે પેાતાનુ સ્વરૂપ ફેરવતા રહેછે. ગગનમણિ સૂર્ય ઊદય અને અસ્તકાલમાં રણ કરે છે.
For Private And Personal Use Only
૫
સગના ઢાષથી દૂષિત સંપત્તિ કે વિપત્તિ નથી, એકજ રૂપમાં રક્તવર્ણનજ ધા
પ્રિય શ્રાવક ગણુ, આવી સર્વોત્તમ સુનતા તમારે ગૃહાવાસમાં પણ ધારણ કરવા યાગ્ય છે. વિશેષમાં તમને કહેવાનું કે, આર્હુત શાસ્ત્રના નિયમ પ્રમાણે તમે પરિગ્રહના નિયમ ધારણ કરજે. જેમ લક્ષ્મીનું સ્થાન વ્યાપાર છે, તેમ પાપનુ અને પુણ્યનું સ્થાન પણ લક્ષ્મીજ છે. લક્ષ્મીડે ઊત્પન્ન થયેલા મદથી અંધ થયેલા પુરૂષો અનેક પાપકર્મમાં યેાજાય છે. અકાર્ય કરવામાં તેઓ સર્વદા તત્પર થાય છે. પરિગ્રહના વૃદ્ધિ પામતે લાભ અનેક પ્રકારની વિડંખના કરાવેછે, તેથી સર્વ પ્રકારના પરિગ્રહને નિયમમાં રાખવાની જરૂર છે. જેમ જેમ પરિગ્રહની ઇષણાએ વધતી જાય તેમ તેમ લુબ્ધ પુરૂષ સ્વધર્મથી વિમુખ થતા જાય છે. પરિગ્રહના મલિન અધકારમાં આવી પડે તેા પ્રમાઢી પુરૂષ પછી ધર્મ કરણીને જેઈ શકતા નથી. તેની લુગ્ધ દ્રષ્ટિ કેવલ પરિગ્રહુમયજ થઇ જાયછે. પરિગૃહ રૂપ પાશમાં સપડાયેલા પ્રમાદી પુરૂષ પશુની જેમ અનેક વિટખના ભાગવે છે. પરિગ્રહ એ જ્ઞાન રૂપ સૂર્યને અસ્તગિરિ છે. પરિચહુ રૂપ પત્રન ધાર્મિકતા રૂપ મેધમાલાને વીંખેરી નાખે છે. પરિ ગ્રહ રૂપ ચારે લુટેલા ગૃહસ્થ પુરૂષ જ્ઞાન ધનથી રહિત થઇ અધેગતિમાં વિટાય છે. પરિગ્રહ રૂપ મહાસાગરમાં મગ્ન થયેલા મનુષ્ય તેના પારને પામતા નથી. પરિગ્રહ. માહને વધારનાર, માયાનુ
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનંદ પ્રકાશ,
started to treate Iester testostertertextestate testosteronautes tertretestertestretestertretestete સન્માન કરનાર અને કપટને ખીલાવનાર એક અદ્ભુત વસ્તુ છે.
ભદ્ર શ્રાવકે, એવા અધમમાં અધમ એવા પરિગ્રહનો તમે ત્યાગ કરજો. કદિ સર્વથા ત્યાગ ન બને તો તેને નિયમની અવધિમાં લાવજો. એ દુષ્ટ પરિગ્રહની વિષમતા જાણુને સર્વજ્ઞ દયાળુ. ભગવંતે પરિગ્રહ પ્રમાણુનું વ્રત કહેલું છે. એ વ્રતને મહાવ્રતની પદવીમાં પણ આરોપિત કર્યું છે. એ મહાજ્ઞાની પ્રભુએ પરિગ્રહના વિષમય પ્રવાહમાં તણાતા પ્રાણુઓને ઉદ્ધાર કરવાને પોતાના પવિત્ર આગમમાં ઉત્તમ બોધ આપેલે છે. પરમ કૃપાળુ પ્રભુએ આગમ રૂપ આવેષણથી સર્વને જાહેર કર્યું છે, કે “પરિગ્રહનો ત્યાગ અને નિયમ કરજે.” પ્રિય શ્રેતૃગણ, આજે દુર્જન તથા સજજનના સ્વરૂપ વિષે વિવેચન કરી આ વ્યાખ્યાન સમાપ્ત કરવામાં આવે છે. આજના વ્યાખ્યાનના સારનું તમે મનન કરજે. જે કોઈ કારણ કરી તેને વારંવાર હૃદય મંદિરમાં સ્થાપિત કરે અને તે પ્રમાણે વર્તવા પ્રવર્તન કરે તે ઉત્તમ શ્રેતા કહેવાય છે. તેવી રીતે તમે ઉત્તમ છેતા થઈ આ ઉપદેશને સ્વીકારજો. કેટલાએક પ્રમાદી શ્રોતાઓ ઉમંગથી વ્યાખ્યાન સાંભળવા આવે અને તે સાંભલ્યા પછી ચાલતા વિધ્યને વિસ્મૃત કરી દે અને સાંસારિક આધિ ઉપાધિમાં પડી પોતાના પ્રવર્તનને સુધારી શકે નહીં તે અધમ મોતા ગણાય છે. તેવા અધમ શ્રોતાની આગળ વ્યાખ્યાન કરવું, તે માત્ર વૃથા શ્રમ કરવા રૂ૫ ફળ વાળું છે. તેવા અધમ શ્રોતાવાલી પરિષદા મૂર્ખ પરિષદ કહેવાય છે. માટે તેવી રીતે નહીં કરતાં તમે ઉત્તમ શ્રેતા થઈ આ કહેલા ઉપદેશને સફળ કરવા પ્રયલ કરજે.
આ પ્રમાણે ઉદેશ આપી મુનિ વૈભવવિજ (ચિંતા
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતામણિ
૮૭ noteton tetrtretentaten ter tatoetuste tits teetete tretete te testestertestarteret testerte મણિએ) પિતાનું વ્યાખ્યાન સમાપ્ત કર્યું. આદીશ્વર પ્રભુની જય બેલાવી વિમાનપુરનો શ્રાવક વર્ગ વાહ વાહ કહેતો વિસર્જન થઈ ગયે. સાધ્વી વિદ્યાશ્રી પોતાના પૂર્વાશ્રમના બંધુના મુખની વાણું સાંભલીહૃદયમાં અત્યંત આનંદ પામ્યા અને ધર્મમય પ્રેમથી બંધુ સ્વરૂપ મુનિરાજ વૈભવવિજ્યને વંદના કરી પોતાના ઉપાશ્રય પ્રત્યે ગયા. પિતાના વિદ્વાન ગુરૂબંધુના વ્યાખ્યાનની પ્રશંસા સાંભલી મુનિ વિચારવિજયને પણ અતિ આનંદ થયે. અપૂર્ણ
શારીરિક મહા રાજ્ય. --- =૦૦૦૦ —
(અભિનય કથા. ) આ ચમત્કારી અભુત ભૂમંડલ ઉપર એક મનોહર અને નમુનાદાર રાજય ચાલે છે, સર્વદા અવિનાશી અનેક ઈચ્છાઓથી ભરપૂર એક રાજ તેજોમય રાજા તેમાં રાજય કરે છે. તેના તાબામાં સર્વદા મોટી સેના હાજર રહે છે. એ પ્રતાપી રાજા શૈર્ય, વૈર્ય અને ઔદાર્ય વિગેરે ગુણોથી અલંકૃત છે તથાપિ તે પિતાના મંત્રીઓને હમેશાં તાબે રહે છે. સર્વ સિનિકોની પ્રીતિ રાજાની ઉપર વિશેષ છે. તે પ્રતાપી રાજાનો કોટવાલ સ્વભાવે ઉગે છે. તેના ઉગ્ર સ્વભાવને લઈ કોઈ કોઈવાર મહારાજા તેને તાબે થઈ જાય છે. પોતે સેવ્ય છતાં કોઈ વાર તે પ્રચંડ કોટવાલનો સેવક થઈ પડે છે. તે રાજાની આગલ ત્રણ મંત્રીઓ એકી સાથે જુદા જુદા પ્રધાન પદ ઉપર હાજર રહે છે. તે મંત્રીઓની સંમતિથી મહારાજા પોતાનું રાજય ચલાવે છે. તેઓમાં
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८८
આત્માનંદ પ્રકામ.
statat
estatatateste tstate intat
tatetestetet
એક ઉમ સ્વભાવના મ`ત્રી છે, તે અસત્ય અને પાખંડ માર્ગે ચાલનારા છે. તે મત્રીની ઇચ્છા સર્વદા નડારી છે રાજ્યની રાજ્ય સમૃ· દ્ધિના દુરૂપયાગ કરવાની તેની ધારણા છે. આવા દુષ્ટ મંત્રીને લઇ એ મહારાજાના દેશ ઘણા દુ:ખી રહે છે. દયાળુ રાજા પાતે પણ તેથી ધણા દુઃખ પામે છે.
ઉપરના વૃત્તાંતને ઉપનય પ્રત્યેક પ્રાણીએ મનન કરવા ચેાગ્યછે. તેનું મનન કર્યા પછી ભત્રિ પ્રાણી આમ સુધારણા કરી શકેછે. આ શરીર એક રાજાનું ચમત્કારી અને અદ્ભુત નગર છે. તેની અંદર બધી ઈંદ્રિયા ત્યાં રહેનારી પ્રજા છે, એ મહાન્ રાજ્યના મહારાજ જીવ છે, તેને ભેગાભિલાષ, ક્રોધ અને બુદ્ધિ—એ ત્રણ જુદા જુદા પ્રધાના છે. તે જીવરૂપ મહારાજાના રાજમડલમાં ભિન્ન ભિન્ન સેના રહે છે. તે સેનામાં પાંચતત્વ, વાત, પિત્ત અને કફ તથા ઇંદ્રિયાના વિષયા મુખ્ય છે. શરીર ઇંદ્રિયા અને અંતઃકરણના તેમાં સમાવેશ થાય છે. એ બધી સેના જીવરાજાનેઆધીન છે. તેના નાયક અને પ્રેરક જીવ રાજા છે. તે મહારાજાને આ સર્વે સેનાની ચાહના છે; કારણ કે તેના રાજ્યની સર્વ પ્રકારની સિદ્ધિ એમનાથીજ થાય છે. તે મહારાજાના ત્રણમત્રીએમાંથી ભાગામિલાષ અને ધ–એ એ મત્રી જીવરાજાને વિશેષ ખાવે છે. એ જુડા અને પાખંડી મત્રીએ બુદ્ધિરૂપ મંત્રીના કહેવાથી વિપરીત પણે વર્તે છે. તે મહારાજાને ક્રોધ રૂપ મંત્રી તે। મહા તીક્ષ્ણ અને કઠિન છે, તેનામાં ખીલકુલ વફાદારી નથી. તે પેાતાના આશ્રયદાતા છત્રરાજાને તાબે કરી બીજાનેા ધાત કરવા ઇચ્છે છે આ પ્રચ ડ અધિકારીને લઈ જીવ રાજાનું શારીરિક રાજ્ય બહુ દુ:ખી રહેછે.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શારીરિક મહારાજ્ય
re
Cetate
આ શારીરિક મહારાજ્ય ક્યારે સર્વ રીતે સુખી થાય એવી ઇચ્છા રાખનાર જીવરાજા કાર્ય નિષ્પક્ષપાતી અને ન્યાયી મહારાયની સલાહ લેવાને ગયા. તે કૃપાલુ મહાશયે આ મહાન્ રાજ્યકર્તાને દુ:ખી જોઇ આ પ્રમાણે પેાતાની અમૂલ્ય સલાહ આપી. આ.મહાશય તે પરમ કૃપાલુ ગુરૂ સમજવા. તેઓએ જીવરાજાને જણાવ્યુ કે રાજેંદ્ર, ચિંતા કરશેશ નહીં. તમારા રાજ્યની સુધારણા તમારે આધીન છે. તમારા બુદ્ધિરૂપ મંત્રીને તમે સમત થશે. ભાગાભિલા ષરૂપ પ્રધાનને નખલા કરી તમારા તાબામાં રાખો. બુદ્ધિથી વિપરીત જે કાંઈ કહે, તે માનશે નહીં. ઊચસ્વભાવવાલા ક્રોધરૂપ મત્રીને પ્રખલ થવા દેશે નહીં, તેને મર્યાદામાં રાખો; મર્યાદાનુ ઉલ્લંધન કરવા દેશેા નહીં. તે હમેશાં બુદ્ધિરૂપ મ ંત્રીના કહેવા પ્રમાણે વક્ત્ત તેવી યાજના કરો. ભેગાભિલાષ અને ક્રેાધ–એ બને મત્રીએને નિર્બલ કરી બુદ્ધિરૂપ મત્રીના તાબામાં સાંપી દેજો. તેએ બુદ્ધિરૂપી મંત્રીની આજ્ઞા પ્રમાણે વર્તે તેમ કરવા પ્રયત્ન કરો. તેમાં એટલુ ધ્યાનમાં રાખજો કે, તે બંને કપટી મંત્રીએ બુદ્ધિરૂપી મંત્રીને દબાવી પેાતાને સ્વાધીન કરે નહીં.
મહારાજા, આ પ્રમાણે તમે ચેાજના કરશેા તા તમારૂ રાજ્ય સુખી થશે. તમારી સત્પ્રીત્તિ સર્વત્ર પ્રસરશે છે. તમારી ઉપર પરમાભાનું ચક્રવ્રત્તો રાજય છે. તમે તેના એક ખડિયા રાજા છે. જે તમારૂં રાજ્ય સર્વ રીતે સુખી હશે તે તમારી ઉપર ચક્રવત્તરાન્ત ખુશી થશે. મહાન્ ચક્રવર્તી પરમાત્માના દરબારમાં તમને મોટું માન મલશે, અને સર્વ સ્થાને તમારા શારીરિક ધર્મ રાજ્યનુ યોગાન થશે. આ પ્રમાણે તે મહાશયની સલાહ સાંભલી જીવરાજા ખુશી
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનંદ પ્રકાશ
Babu
August છે. તેણે તકાલ પોતાના રાજ્યની સુધારણા કરવા માંડીઃ પિતાની હજુરમાં ધર્મરૂપ સલાહકારને સન્માન સાથે રાખી તેણે શારીરિક રાજયને મોટા પાયા ઉપર મુકી દીધું; રાજ્યમાં જે જે કેટવાલ વિગેરે પ્રચંડ સ્વભાવના હતા, તેઓને બુદ્ધિરૂપ મંત્રીના તાબામાં સંપ્યા. એ ઊત્તમ જનાને લઈ તેનું શારીરિક રાજય સુખી થયું. તેના રાજ્યમાં રહેનારી સર્વ પ્રજા સુખી થઈ અને જીવરૂપ મહા રાજા નિશ્ચિત થઈ અને ગમે તેની પવિત્ર વર્તણૂક જોઈ મહાન ચક્રવતી પરમાત્માની તેની ઉપર પ્રસન્નતા થઈ.
ભવિજનો, આ સંક્ષિપ્ત અભિનય ઉપરથી ઘણે બોધ લેવાનો છે. આ જીવ બુદ્ધિને ભેગાભિલાષ તથા ક્રોધના સ્વાધીનમાં સેપે, ત્યારે એનું શારીરિક રાજય પાયમાલ થઈ જાય છે અને તેનો રાજા પણ ભાગ્યહીન થઈ જાય છે, તેથી એ પ્રત્યક્ષ થયું કે, ભેગ અને રોગ સાથે અન્ન તથા જલ શરીરના આહાર રૂપ કરવામાં આવ્યા છે અને શરીર ઈદ્રિયોનું નૈમિત્તિક વાસસ્થાન છે. વળી ઈદ્રિય બુદ્ધિને ખબર પહોચાડવાનું કામ કરે છે, તે ઈંદ્રિયો દ્વારા પર માત્માના અશ્વર્યને જુવે છે અને જાણે છે, તેથી આ ઇંદ્રિયો બુદ્ધિની સેવા (નોકરી) કરનારી છે. બુદ્ધિનું નિમિત્ત જીવને ઉદ્દેશીને રહેલું છે. તે બુદ્ધિ જીવને પ્રકાશમાને દીવે છે કે જેના પ્રકાશે કરીને જીવ પરમાત્માને જોઈ શકે છે. તે પરમાત્માના દર્શન આ જીવને માટે પરમ સ્વર્ગ છે. તે જીવના જીવનની સાર્થકતા પરમાત્માના દર્શનથીજ છે. જ્યારે આ જીવને પરમાત્માનું તાત્વિક દર્શન પ્રાપ્ત થાય, ત્યારે તે પોતાના ઉત્તમ કાર્યને પ્રાપ્ત કરી પૂર્ણ રીતે કૃતાર્થ થાય છે અને તેનું આ શારીરિક મહાન્ રાજય સત્કૃષ્ટ પણે પ્રકાશી નીકલે છે,
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાન પંચમી. tertentu tertenteiten testes de testertestartertestarter testetstestestostestetstest
જ્ઞાન પંચમી.
, આ ભારત વર્ષમાં આહંત ધર્મની પર્વવાળીમાં જ્ઞાનપંચમીનું મહા પર્વ એક અગત્યનું પર્વ છે. સર્વ ધર્મ ભાવનાનું મૂલ જ્ઞાન છે. જ્ઞાનના ગેરવથી જ ધર્મની ઉન્નતિ છે. જ્ઞાન ભક્તિ એ ઉત્તમમાં ઉત્તમ ધર્મ ભકિત છે. જ્ઞાન રૂપ અલંકારથી અલંકૃત થયેલા પુરૂષો જગતને વંદનીય થાય છે. જ્ઞાન તત્વદર્શન કરાવે છે. જ્ઞાનરૂપ સૂર્યના પ્રકાશથી જગતના સર્વ પદાર્થો પ્રકાશિત થાય છે. પ્રાચીન જૈન મુનિઓએ પોતાના જ્ઞાનના બલથી ભારતના માનવમંડલને આકખ્યું હતું. તેમની રચેલી સંસ્કૃત અને પ્રાકૃતની સુંદર ધર્મગથાઓ આ જગતમાં અદ્યાપિ માન પામે છે. એ જ્ઞાનતત્વ આર્યજગતમાં સનાતન ધર્મનું મૂલ તરીકે મનાયું છે. સમ્યક્ દર્શન અને સમ્યક્ ચારિત્રનું અવલંબન જ્ઞાન ઉપર છે. સંયમરૂપ કઠોર તપશ્વર્યાથી સંસારની આસક્તિ નિર્જીવ થાય અને ચારિત્ર ધર્મને ઉદય થાય તે જ્ઞાનના ફલ છે. એ જ્ઞાન સહિત ધર્મ જયારે જીવન ક્ષેત્રમાં અંકુરિત થાય છે ત્યારે જ ચારિત્રની ઉત્પત્તિ થાય છે. તે બાહેરને આડંબર કે દેખાવ નથી, પણ તે હૃદયની એકાંત ગુફામાં રહેલી દિવ્યશક્તિ છે એ દિવ્યશકિત તે જ્ઞાનશકિત જ છે. એ શક્તિથી, જે શક્તિમાનું છે, તેને પૃથ્વી કરતલગત છે, સ્વર્ગ તેના અંતરમાં છે, તે મનુષ્ય હોવા છતાં પણ દેવતા છે, તે સંસારી છતાં સ્વર્ગવાસી છે. જૈન શાસનમાં ચારિત્રનું મહાસ્ય જ્ઞાનની અપેક્ષાએ કહેલું છે. જ્યાં ચારિત્ર છે, ત્યાં આત્મ સંયમ છે, જયાં આત્મ સંયમ છે ત્યાં જ્ઞાન છે. જ્ઞાન સિદ્ધિને લાભ થવાથી સમર્થ
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનંદ પ્રકાશ,
stestretestostertreter tertentes tantesterte toeter weetieteateret starteetstesti testertestartet. સાધક ધક્ષેત્રમાં અવતરણ કરતા હતા, ધર્મવીર આહત વિદ્વાનોએ જ્ઞાન સિદ્ધિ મેળવ્યા પછી ધર્મવતારનું રૂપ ધારણ કરેલું છે અને તેઓએ આ ભારત રાજયમાં અવતીર્ણ થઈ જ્ઞાન ક્ષેત્રને ખીલાવ્યું છે. તેમની સત્કીર્તિ અદ્યાપિ ગ્રંથ સમૃદ્ધિ સાથે પ્રસાર પામતી જેવામાં આવે છે. એ જ્ઞાનના મહદયને સૂચવનારૂં મહાપર્વ જ્ઞાનપંચમીનું છે. કાર્તિક માસની શુકલ પંચમી તે જ્ઞાન પંચમીને નામે પ્રખ્યાત છે વિક્રમના અભિનવ વર્ષના આરંભમાં જ પ્રથમ જ્ઞાનની આરાધનાનું એ પવિત્ર પર્વ આવે છે. સંસારીઓને વર્ષરંભનું અને મુનિઓને ચાતુર્માસ્યની સમાપ્તિની પહેલાનું એ મહાપર્વ ભારતની જૈન પ્રજા અદ્યાપિ પ્રત્યેક રથલે ઊજવે છે.
એ જ્ઞાન પંચમીનું પર્વ કેવી રીતે કરવું જોઈએ તે સર્વ શ્રાવક બંધુઓએ જાણવું જોઈએ તે વિષે પૂર્વાચાર્યોએ કથાના પ્રબંધે માં સર્વ વિધિ દર્શાવ્યું છે. ભારત વર્ષમાં પ્રખ્યાત થયેલા શ્રી વિજયસેન સૂરિના લઘુ શિષ્ય જ્ઞાન પંચમીની સુંદર કથા સંસ્કૃત ભાષામાં રચેલી છે. તેમાં એ પર્વમાં જ્ઞાન ભક્તિ કરવાનો વિધિ અને કથા રૂપ ઉપદેશ ઘણે સારે આપેલો છે.
પદ્મપુરના રાજા અજિતસેન યશેમતિ નામે રાણીથી વરદત્ત કુમાર થયે હતો. તે કુમારને પિતાએ ઘણા ઉપાય કર્યા પણ જ્ઞાનપ્રાપ્ત થયું નહિ, અને શરીર ઉપર કઢને રોગ ઉત્પન્ન થયે હતા. તેજ નગરમાં સિંહદાસ નામના શેઠને ગુણમંજરી નામે પુત્રી હતી, તે પણ જન્મથી રાગી અને મુંગી થઈ હતી. એ અરસામાં વિજયસેનસૂરિ નામે એક જ્ઞાની મુનિ આવી ચડયા. તેમને વાંદરાને રાજા અજિતસેન અને સિંહદાસ શેઠ પોતાના પરિવાર સાથે ગયા.
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાન પંચમી.
23
to te tect
***
estatatate teste
સૂરિએ તેમને ધર્મની ઉત્તમ દેશના આપી અને તેમાં આ સર્વોત્તમ જ્ઞાનપંચમીના પર્વને આરાધવા ખાસ ઊપદેશ આપ્યા. તેમાં વરદત્ત કુમારની મૂર્ખતા થવા વિષે પુછતાં તે મહામુનિ એ રાજાને જણાવ્યુ કે, તમારા પુત્ર વરદત્ત પૂર્વે જ્ઞાનની વિરાધના કરી છે. તેથી તેને જ્ઞાન પ્રાપ્ત થયું નથી અને તે કાઢના રોગથી પીડિતછે.
આ સમયે સિડુદાસ શેઠે પેાતાની પુત્રી ગુણમજરી રાગી અને મુંગી ાનું કારણ પુછતાં જ્ઞાની મુનિએ તેનું પૂર્વ વૃત્તાંત કહી સ ંભલાવ્યુ હતુ. ગુણ મજરીએ જ્ઞાનની મેાટી વિરાધના કરવાથી મહાદુ:ખ ભાગળ્યુ હતુ. ખેટકપુરમાંનિદેવ શેઠને સુંદરી નામે સ્રી હતી. તેને આશપાલ, તેજપાલ, ગુણપાલ, ધર્મપાલ અને ધર્મસાર નામે પાંચ પુત્ર હતા તેમને જ્ઞાનાભ્યાસ કરવા પિતાએ મેાકલ્યા, પણ તેએ ચપલતાથી જ્ઞાન સંપાદન કરવામાં પ્રમાદી થયા. તે સાથે પાઠશાલામાં તાફાની તરીકે પંકાયા. આથી તેના શિક્ષા ગુરૂએ તેને ધિક્કારી કાઢી મુકતાં તેમની માતા સુદરીએ તેના પક્ષ કર્યો અને જ્ઞાનના અનાદર તાન્યા. તેવી સ્ત્રીની વત્તશુકથી તેના પતિ જિનદેવને રીસ ચડી અને કાપથી સુંદરીની ઉપર પથ્થરના ઘા કર્યો. આથી મૃત્યુ પામી તે સુંદરી ગુણમજરી થઇ અવતરી છે. જ્ઞાનની વિરાધનાથી તે મુંગી, અને રાગપીડિત થઇ છે.
આવા સૂરીશ્વરના વચનથી તેમને જાતિ સ્મરણ થઈ આવ્યુ અને તે પછી જ્ઞાનપંચમીના આરાધન માટે મુનિએ ઉપદે આપ્યા.. વરદત્ત અને ગુણમજરી જ્ઞાનપંચમીના આરાધનથી છેવટે ઉત્તમ ગતિ પામ્યા. વરદત્તના જીવ પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનંદ પ્રકાશ
&&&&& &&& &&&&&&&&&&&&&&&&& &&&&. નગરીના રાજા અમરસેનનો સુરસેન નામે પુત્ર થયે તે શ્રી સીમ ધર સ્વામીના ઉપદેશથી ચારિત્ર લઈ ઉત્તમ ગતિ પામ્ય.. ગુણમાં જરીનો જીવ મહાવિદેહ ક્ષેત્રના ઉભાવિજયમાં શુભા નગરીના રાજા અમરસિંહને ઘેર સુગ્રીવ કુમાર નામે પુત્ર થે, તે છેવટે સમૃદ્ધિવાન્ રાજય ઉપર મહારાજા કે તેને રાશી હજાર પુત્રો થયા. જયેષ્ઠ પુત્રને જય આપી સુગ્રીવ કુમાર ચારિત્ર લઈ કેવલ જ્ઞાન પામી ને ફ ગયે. ઉપરના દ્રષ્ટાં થી જ્ઞાનપંચમીનું આ મહાપર્વ કેવું રે તમ પર્વ છે તે જણાઈ આવે છે એ પવિત્ર પંચમી સૈભાગ્ય પંચમીના નામે પણ ઓલખાય છે. આ પર્વનું આરાધન પ્રત્યેક માસે કરવાનું છે, પણ રોગ-- પીડિત ગુણમંજરી ઉપવાસ કરવાને અશક્ત હતી તેથી વર્ષમાં એક દિવસ આરાધન કરવા માટે તેને કહેવામાં આવ્યું હતું. તે દિવસે પાટ ઉપર જ્ઞાન અને જ્ઞાનના ઉપકરણની સ્થાપના કરવી તે પછી ગુરૂવર્યની પાસે આવી તેમના ચરણકમલમાં વંદન કરી ચતુર્વિધ આહારના પચ્ચખાણ કરવા. પછી જ્ઞાન સ્થાપનાની પૂજા કરી તેની આગલ વિવિધ પ્રકારે આરાધના કરવી. તે દિવસે ઉત્તર, પૂર્વ અથવા ઈશાન તરફ બેસી “ ૩r નો નાળા” એ પદને બે હજાર જાપ કરે. જે પિસહ લેવાની ઈચ્છા થાય છે તે દિવસે ગણણુ પ્રમુખવિધિ થઈ શકે નહિ તેથી તે પારણાને દિવસે પૂર્વે
તવિધિ કર. પારણાને દિવસે સત્પાત્રરૂપ સાધુને પ્રતિભાભી સાધમવાત્સલ્ય કર્યા પછી પોતે પારણું કરવું એમ લખેલું છે. આ પવિત્ર પર્વનું ઉઘાપન પણ શાસ્ત્રમાં ઉત્તમ પ્રકારે લખેલું છે. ઉઘાપનના વિાધમાં પુસ્તક, રૂમાલ, પુંઠા પ્રમુખ જ્ઞાનના ઉપકરણ પ્રત્યેક
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈન વિદ્યારંભ સ’સ્કાર્
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
textestertextestertertectectecter
testate
પાંચ પાંચ ગુરૂને આપવા તેમજ પાંચ નકારવાળી પણ આર્પત કરવી એમ લખે છે.
આ મહાપર્વનું આરાધન કરવાથી સૈાભાગ્ય, રૂપ, જ્ઞાન આરો ગ્ય અને સાંસારિક સમૃદ્ધિ પ્રાપ્ત થાય એમ શાસ્ત્રકાર જણાવે છે. તેથી સર્વે જૈન બધુએએ આ પર્વ અવશ્ય આરાધવા ચાગ્ય છે. ભારતવર્ષમાં જન્મ લઇ જ્ઞાન સંપાદન કરવુ એજ માનવજીવનનુ સાફલ્ય છે. પુત્રાચાર્યા જ્ઞાનને માટે નીચેનું પદ્ય ઉંચે સ્વરે કહી થયા છે.
ज्ञानं सारं सर्व संसारमध्ये ज्ञानं तत्वं सर्वतत्त्रेषु नित्यम् ॥ ज्ञानं ज्ञानं मोक्षमार्ग प्रदायि तस्माद् ज्ञाने पंचमी सा विधेया ॥ १ ॥
जैन विद्यारंभ संस्कार
ખુશલ
જૈનશા ત્ર કમાણે છોકરાને પ્રથમ નીશાળે બેસારવાના વિધિ
આજ કાલ શ્રાવક વર્ગમાં છેકરાઓને નિશાલે બેસારવાને પ્રચાર અન્યમતિએને અનુસરીને અથવા તે તેથી પણ ઊલટ રીતે કરવામાં આવે છે, પણ તે વિષે જૈનશાસ્ત્ર પ્રમાણે આચારદિનકર નામના ગ્રંથમાં તે વિધ ઉત્તમ પ્રકારે દશન્યા છે, તે સર્વે જૈન વર્ગને ઉપયેાગી હાવાથી અહિં પ્રગટ કરીએ છીએ.
વિદ્યાજ્ઞાન સોંપાદન થવામાં સંસ્કાર વિધિ ખલવાન્ છે. યથાર્થ સ્વધર્મ પ્રમાણે કરેલા સર્વે વિધિ સલ થાય છે અને તેમ કરવાથી
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માનંદ પ્રકાશ. હoad buttous તે સંસકારના અધિષ્ઠાયક દેવતાઓ તેને શુભ પ્રેરણા કરનારા થયા વગર રહેતા નથી. વિદ્યાના આરંભમાં અમાસ, આડમ, પડવે, ચૌદશ, ચોથ, નવમી અને છઠ એ શિવાયની તિથિઓ લેવી. ગુરૂ શુક્ર અને બુધ એ ઉત્તમ અને રવિ અને સેમ એ મધ્યમ વાર લેવા. નક્ષત્રોમાં અશ્વિની, ભૂલ, પૂર્વ ફાલ્ગની, પૂર્વ ભાદ્રપદ, પૂર્વાષાઢા, મૃગશીર આદ્ર, પુનર્વસુ, પુષ્ય, અશ્લેષા, હસ્ત, શતભિષા, સ્વાતિ, ચિત્રા, શ્રવણ, અને ધનિષ્ઠા–એટલા નક્ષત્રે લેવા. ઉપરના તિથિ, વાર અને નક્ષત્રને દિવસે શુભ મુહૂર્ત તથા ચંદ્રનું બલ જોઈ વિદ્યાથીને જે સમયે નીશાલે બેસાર હેય તે સમયે પ્રથમ તેના ઘરમાં રહસ્થગુરૂએ આવી શાંતિક પિષ્ટિક કરવું અથવા જિનમંદિર કે ઉપાશ્રય અથવા કલબના વૃક્ષ નીચે વિદ્યાર્થીને પૂવૉભિમુખે કે ઉત્તર ભિમુખ બેસારો. દર્ભના આસન ઉપર બેસારી કંકુ કે કેશરનું તિલક કરવું. હવે ગુરૂએ તેની દક્ષિણ તરફ બેસવું અને વિદ્યાર્થીને ડાબી તરફ બેસાર. પછી ગુરૂએ વિદ્યાર્થીના જમણા કાનની ત્રણવાર પૂજા કરી તેને પ્રથમ સારસ્વત મંત્ર અથવા નોકારમંત્ર ગણાવે. પછી ગાડી, રથ, કે પાલખી ઉપર સારી ગાજતે વાજતે સર્વ સંબંધીઓ અને સ્નેહિઓના મંડલ સાથે જિનાલયના દર્શન કરી જયાં પાઠશાલા–નિશાળ હોય ત્યાં જવું, જો વરધોડો ઉપાશ્રયથી કે દેથી ચડ હેય તો પરભાર્યો પાઠશાલામાં જવું, નહિંત દેવગુરૂને વંદના કરી વાસક્ષેપ નખાવી પાઠશાલાએ જવુ. માર્ગમ યથાશકિત દાન આપવું. અપૂર્ણ For Private And Personal Use Only