________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનંદ પ્રકાશ,
stestretestostertreter tertentes tantesterte toeter weetieteateret starteetstesti testertestartet. સાધક ધક્ષેત્રમાં અવતરણ કરતા હતા, ધર્મવીર આહત વિદ્વાનોએ જ્ઞાન સિદ્ધિ મેળવ્યા પછી ધર્મવતારનું રૂપ ધારણ કરેલું છે અને તેઓએ આ ભારત રાજયમાં અવતીર્ણ થઈ જ્ઞાન ક્ષેત્રને ખીલાવ્યું છે. તેમની સત્કીર્તિ અદ્યાપિ ગ્રંથ સમૃદ્ધિ સાથે પ્રસાર પામતી જેવામાં આવે છે. એ જ્ઞાનના મહદયને સૂચવનારૂં મહાપર્વ જ્ઞાનપંચમીનું છે. કાર્તિક માસની શુકલ પંચમી તે જ્ઞાન પંચમીને નામે પ્રખ્યાત છે વિક્રમના અભિનવ વર્ષના આરંભમાં જ પ્રથમ જ્ઞાનની આરાધનાનું એ પવિત્ર પર્વ આવે છે. સંસારીઓને વર્ષરંભનું અને મુનિઓને ચાતુર્માસ્યની સમાપ્તિની પહેલાનું એ મહાપર્વ ભારતની જૈન પ્રજા અદ્યાપિ પ્રત્યેક રથલે ઊજવે છે.
એ જ્ઞાન પંચમીનું પર્વ કેવી રીતે કરવું જોઈએ તે સર્વ શ્રાવક બંધુઓએ જાણવું જોઈએ તે વિષે પૂર્વાચાર્યોએ કથાના પ્રબંધે માં સર્વ વિધિ દર્શાવ્યું છે. ભારત વર્ષમાં પ્રખ્યાત થયેલા શ્રી વિજયસેન સૂરિના લઘુ શિષ્ય જ્ઞાન પંચમીની સુંદર કથા સંસ્કૃત ભાષામાં રચેલી છે. તેમાં એ પર્વમાં જ્ઞાન ભક્તિ કરવાનો વિધિ અને કથા રૂપ ઉપદેશ ઘણે સારે આપેલો છે.
પદ્મપુરના રાજા અજિતસેન યશેમતિ નામે રાણીથી વરદત્ત કુમાર થયે હતો. તે કુમારને પિતાએ ઘણા ઉપાય કર્યા પણ જ્ઞાનપ્રાપ્ત થયું નહિ, અને શરીર ઉપર કઢને રોગ ઉત્પન્ન થયે હતા. તેજ નગરમાં સિંહદાસ નામના શેઠને ગુણમંજરી નામે પુત્રી હતી, તે પણ જન્મથી રાગી અને મુંગી થઈ હતી. એ અરસામાં વિજયસેનસૂરિ નામે એક જ્ઞાની મુનિ આવી ચડયા. તેમને વાંદરાને રાજા અજિતસેન અને સિંહદાસ શેઠ પોતાના પરિવાર સાથે ગયા.
For Private And Personal Use Only