________________
s
અષ્ટાવક્ર ગીતા.
રૂપ તંતુમાંથી પટ થયું, પણ તંતુએ બળી જતાં પટના પ્રાદુર્ભાવ યતા નથી, માટે તંતુ અને પટ બેઉ અસત્ય છે. જે પદાર્થ સત્ય છે તેના કદી નાશ થતા નથી, અને આ તા તંતુ ને પટ બન્નેને નાશ થાય છે, તેથી અસત્ય છે.
अलमर्थेन कामेन सुकृतेनापि कर्मणा ।
एभ्यः संसारकांतारे न विश्रांतमभून्मनः ॥ १५ ॥
અર્થ. અર્થ, કામ અને સુકૃત એવાં કર્મથી પણ શું ? એથી તેા સંસારરૂપી વનમાં મન વિશ્રાંતિ-શાંતિ પામતું નથી. ટીકા. અર્થથી, કામથી અને સારાં કર્મો કરવાથી પણ સંસારરૂપી વનમાં કહિં વિશ્રાંતિ મળતી નથી. મન એવું અસંતાષી છે કે તે ક્યમે કર્યું તૃપ્ત થતું નથી, પણ ભટક્યા કરે છે. कृतं न कति जन्मानि कायेन मनसा गिरा । दुःखमायासदं कर्म तदद्याप्युपरम्यताम् ॥ १६ ॥
અર્થ. શરીરથી, મનથી અને વાણીથી કેટલાએ જજ્ન્મામાં કેટકેટલાંએ દુઃખ અને પરિશ્રમનાં કર્મ–( કામ ) કર્યાં તથાપિ હજી લગી તેમાંથી વિરામ પ્રાપ્ત થતા નથી.
ટીકા. હું જનક ! શરીર, મન અને વાણીને અર્થાત્ ઇંદ્રિયાને અત્યંત દુ:ખ અને પરિશ્રમ પહોંચે એવાં કામેા તમેા જન્માજન્મ કરતા આવા છે. તેમ છતાં એક જન્મમાં સુખ તે મળ્યું નહિ, છતાં પણ તમે તે કર્મોમાંથી ઉપરામ પામ્યા નહિ. અને ઉપરામતા વગર જીવન્મુક્તિ કે સુખ-આનંદસ્વરૂપ પ્રાપ્ત થયું નહિ, માટે હવે તા તમે સર્વ તૃખ્વાએના ત્યાગ કરી સચ્ચિદાનંદ સ્વરૂપને પ્રાપ્ત કરો. ॥ इति श्रीमदष्टावक्रगीतायां तृष्णात्यागनिरूपणनाम पंचमोऽध्यायः समाप्त ॥