Book Title: Ashtavakra Gita
Author(s): 
Publisher: Haribhai Dalpatram Patel

View full book text
Previous | Next

Page 145
________________ ' અધ્યાય ૧૧ મો. નિર્મમત્વનિરૂપણ. स्फुरतोऽनन्तरूपेण प्रकृतिं च न पश्यतः । क्व बन्धः क्व च वा मोक्षः क्व हर्षः क्व विषादता ॥ १ ॥ અર્થ. અનંત રૂપે સ્ફુરતા આત્મ સ્વરૂપ પુરુષ પ્રકૃત્તિ માયાને દેખતા જ નથી, અને જે આવા આત્મ સ્વરૂપ છે, તેને અંધ, મેાક્ષ, હર્ષ કે વિષાદ કંઈ છે જ નહિ. बुद्धिपर्यन्तसंसारे मायामात्रं विवर्त्तते । निर्ममो निरङ्कारो निष्कामः शोभते बुधः ॥ २ ॥ અર્થ. આત્મજ્ઞાન થાય ત્યાં લગી એટલે બુદ્ધિ પહોંચ છે ત્યાં સુધી પુરુષને સંસારની માયા ચાલુ રહે છે; પરંતુ જ્યારે તેને આત્મ સાક્ષાત્કાર થાય છે, ત્યારે તે પાતે બ્રહ્મ સ્વરૂપ થઈ રહી નિર્મળ, નિરહંકાર અને નિષ્કામ બુધ-જ્ઞાની થઈ રહે છે. अक्षयं गतसंतापमात्मानं पश्यतो मुनेः । क्व विद्या क्व च वा विश्वं क्व देहोऽहं ममेति वा ॥ ३ ॥ અર્થ. અક્ષય, સંતાપ રહિત આત્માને જોતા મુનિને વિશ્વ, વિદ્યા, દેહ અને અહંમયતા વગેરે કંઇ પણ ભાવ ક્યાંથી હાય ? આત્મજ્ઞાનીને જેમ બીજું કર્તવ્ય રહેતું નથી તેમજ તેને માટે વિદ્યા કે શાસ્ત્રવિચારનું પણ કારણ રહેતું નથી. જ્યાં જગત કે દેહના પણ અભાવ ાય ત્યાં શાસ્ત્ર શું-એ તે નિરંજન સ્વરૂપતાને જ પામેલા છે.

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161