________________
18
અધ્યાય ૧૦ મો.
૧૧૩ મનમાલિન્ય.
ટીકા. જીવન્મુક્ત જ્ઞાનીની અવસ્થાનું વર્ણન આ પ્રસંગમાં એવું સરસ કરેલું છે કે-જે દરેક બા જિજ્ઞાસુને મનન કરવા યોગ્ય લાગે. જગતના પ્રપંચથી સાવ દૂર રહેવું સહેલું નથી, અને જે અંતઃકરણથી ત્યાગ ન થયેલ હોય અને આગ્રહથી ત્યાગ લેવામાં–કરવામાં અને પ્રપંચને છેડવાનું સાહસ આદરવામાં આવે તે ઉલટું કનિષ્ઠ પરિણામ આવે છે, માટે જેને બહ્મજિજ્ઞાસા હેય તેણે સદ્દગુરુની પાસે ઉપદેશ લઈ, ઉપદેશનું મનન કરી, ધીરે ધીરે પિતાના સંસારી મનને પ્રપંચની નિસારતા સમજાવી દઢ વૈરાગ્ય ઉપર ભાવના કરવી; અને જ્યારે અંત:કરણથીજ વિષયો ઉપર સાવ અભાવ ઉત્પન્ન થાય ત્યારે વેરાય લે. નહિ તે દંભ કરવો પડે. પિતાને થયેલા અનુભવ અને જ્ઞાનથી જેને વૈરાગ્ય આવ્યો હોય તે કદાપિ દંભી બનતો નથી. વિષયની લાલસા તેને જીતી જતી નથી પણ તે વાસનાઓને જીતે છે. આવો જ્ઞાની વૈરાગ્ય આવે ત્યારેજ જીવન્મુક્ત અવસ્થાને પ્રાપ્ત થાય છે, અને તે કદાપિ ચળતો નથી.
વળી બહારના કે હઠીલા ત્યાગની પણ, જે મન ચેખું થયેલું હેય તે બીલકુલે જરૂર પડતી નથી. જગતના પ્રપંચ પૂર્ણ પ્રવાહમાં વહેતો જ્ઞાની પુરુષ પણ તેમાં જળકમળની માફક પૂર્ણ વૈરાગ્યવાન રહી આનંદથી સ્વય સાધે છે. મુક્તિને માટે સૌથી વધારે યોગ્ય તે આશ્રમ અવસ્થાઓને અનુસરવાને માર્ગ છે. આશ્રમે કુદી જઈ અગ્ય વયે અને કાચા અનુભવે ક્રોધના ઉછાળામાં આવી જઈને લીધેલો વિરક્તિનો માર્ગે આગળ જતાં વિપરીત માગે લઈ જાય છે, અને તે આગ્રહથી વૈરાગ્યને વળગી રહેલે પુરુષ પરિણામે નરકાધિકારી થાય છે. ॥शत श्रीमदशवक्रगीतायामात्मसंयमोनाम
મોડધ્યાયઃ સમાન છે સ૮