________________
अध्याय १० मो.
આત્મસંયમ.
तेन ज्ञानफलं प्राप्त योगाभ्यासफलं तथा ।
तृप्तः स्वेच्छेन्द्रियो नित्यं एकाकी रमते तु यः ॥ १ ॥
અર્થ. જે પુરુષ નિત્ય તૃપ્ત છે, શુદ્ધ ઇન્દ્રિયવાન છે અને એકલાજ એકાંતમાં રહે છે, તેનેજ જ્ઞાન અને ચેાગાભ્યાસનું ફળ પ્રાપ્ત થાય છે.
મારીક કણ ન્યાય.
ટીકા. મુમુક્ષુ-જીવન્મુક્ત અને સંન્યાસીએ ઘણા માણસાના સહવાસમાં રહેવું જોઈએ નહિ. એકલા એકાંતે રહેવાથી આત્મચિંતન થાય છે, અને બીજો ત્રીજો મળે તેા વાતમાં અને ઘણા મળે તે કંકાસમાં કાળ નકામા જાય છે. જ્યાં ત્રણ જણ હેાય તે ગામ અને તેથી વધારે જન હોય તે નગર કહેવાય છે. સંન્યાસી વગેરે મુમુક્ષુઓએ તે ગામ કે નગરને ત્યાગજ કરવા. પર્વતની ગુફામાં, કાઈ શિવાલયમાં અથવા નદી કિનારે નાની ઝુંપડી બાંધી તેમાં એકલા રહેવું, એ બ્રહ્મજ્ઞાનને માટે સારું છે. સંસારમાં રહેતાં સંસારના છાંટા ઉડયા વગર રહેતા નથી. દત્તાત્રયની એવી કથા છે કે, એકવાર તે એક ગામમાં ભિક્ષા માગવા ગયા. ત્યાં એક ખાઇએ કહ્યું કે રહે। મહારાજ ! આટલી ડાંગર ખાંડી ચોખા તમને આપું. મહારાજ મેડા અને પેલી બાઇ સાંબેલું લઇ ખાંડવા એડી. ખાંડતાં ખાંડતાં તેનાં કંકણુ ખડખડવા લાગ્યાં. ખણખણાટથી ખાંડવાનું નહિ ફાવતું હાવાથી તેણે એક પછી એક કંકણુ ઉતારી નાંખવા માંડયાં અને જ્યારે હાથમાં એકજ કંકણુ રહ્યું ત્યારે તેને વગર ગામડે-ખણખણાટે ખાંડવામાં ચિત્ત લાગ્યું.
.
>