________________
अध्याय ९ मो. આત્મકય નિરૂપણ.
आचक्ष्व श्रृणु वा तात नानाशास्त्राण्यनेकशः । तथापि न तव स्वास्थ्यं सर्वविस्मरणाकृते ॥ १ ॥
અર્થ. હું તાત ! ( જનક ) નાના પ્રકારનાં અનેકવાર શાસ્ત્રા શ્રવણ કરી કિંવા કહેા, તથાપિ તે સર્વને વિસરી જવા સિવાય તને સ્વાસ્થ્ય પ્રાપ્ત થશે નહિ.
ટીકા. બ્રહ્મજ્ઞાન થયા પછી શાસ્ત્રાદિનું ચિંતવન પણ નકામું છે, કારણ કે એ પણ મનને ઠરવા દેતું નથી. પંચદશીકારે કહ્યું છે કે, જેમ ધાન્યાર્થી માણુસ ડાંગરમાંથી ચાખા મેળવ્યા પછી પાળ અને ફોતરાં નાંખી દે છે, તેમ જ્ઞાનાર્થીએ પણ બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી સર્વ શાસ્ત્રાનું વિસ્મરણ કરી દેવું. ચિત્તની શુદ્ધિને માટે જેમ કર્મ કરવાનાં કહ્યાં છે, તેમ પ્રથમ જ્ઞાન મેળવવાને શાસ્ત્ર વાંચવાં, સાંભળવાં અને ઉપદેશ રૂપે બીજાને કહેવાં; પરંતુ જીવન્મુક્તાવસ્થા પ્રાપ્ત થતાં તા તેની જંજાળ પણ ત્યજી દેવી, એ અત્ર વક્તવ્ય છે. भोगं कर्म समाधिं वा कुरु विज्ञ तथापि ते । चित्तं निरस्त सर्वाशमत्यर्थ रोचयिष्यति ।। २ ॥
અર્થ. હું વિજ્ઞ ! જાણકાર–વિદ્વાન્ ! ભાગ ભાગવ, અને કર્મ કર કે સમાધિ સાધ, પરંતુ જ્યાં સુધી સર્વે આશાએને ત્યાગ કરીશ નહિ ત્યાં સુધીતે તે તારા ચિત્તને રુચ્યાજ કરશે. તાત્પર્ય કે—ચિત્તમાંથી આશાઓને સદંતર લેાપ નહિ કરે ત્યાં સુધી ગમે તેટલા ભાગ, કર્મ અને સમાધિએ કરીશ તાપણુ આત્મજ્ઞાન થશે નહિ.