Book Title: Ashtapadji Mahatirth Sahitya Pratikruti Sanshodhan Author(s): Kumarpal Desai Publisher: USA Jain Center America NY View full book textPage 6
________________ અને તેને પરિણામે અષ્ટાપદ વિશેનું તમામ સાહિત્ય મેળવવા પ્રયાસ કર્યો. પ્રાચીન જૈન અને હિંદુ ગ્રંથોથી માંડીને તિબેટી ભાષામાં લખાયેલા આ વિષયના સાહિત્યને એકત્રિત કરવામાં આવ્યું. અષ્ટાપદનાં સ્તવનો, પૂજા અને સ્તુતિઓ સંગ્રહિત કર્યા તેમજ હિમાલયમાં આવેલા કૈલાસમાનસરોવરની યાત્રાએ ગયેલા પ્રવાસીઓના અષ્ટાપદ પર્વત અંગેના અનુભવોની સાહિત્ય સામગ્રી મેળવી. આજે આ લુપ્ત મનાતા તીર્થની શોધ માટે ભૂસ્તરશાસ્ત્રીઓ અને પુરાતત્ત્વવિદો ઉપરાંત સ્પેશ સેટેલાઈટથી માહિતી મેળવવા પ્રયાસ ચાલે છે. છેલ્લાં પાંચ વર્ષથી શ્રી અષ્ટાપદ તીર્થવિષયક સાહિત્ય અને સંશોધનની પ્રવૃત્તિને ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈની સતત પ્રેરણા મળતી રહી છે. અત્યારસુધીમાં અષ્ટાપદના સાહિત્ય તથા સંશોધક વિષયક ૧૬ વોલ્યુમ ઝેરોક્ષ રૂપે તૈયાર કર્યા છે અને એમના પ્રયત્નને પરિણામે આ પુસ્તિકા અમે તૈયાર કરી શક્યા છીએ. આ પુસ્તિકાના પ્રકાશન માટે શ્રી દિનેશભાઈ શાહ, પુષ્પાબહેન શાહ અને તેમના પરિવારજનોએ આપેલા ઉદાર સહયોગની અમે આભારસહ નોંધ લઈએ છીએ. આ પુસ્તિકા દ્વારા અષ્ટાપદ મહાતીર્થના સંશોધન અંગેના અમારા પ્રયાસોમાં આપ પણ સહભાગી બનશો એવી અપેક્ષા રાખીએ છીએ. જય જિનેન્દ્ર. - ડૉ. રજનીકાંત શાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36