Book Title: Ashtapadji Mahatirth Sahitya Pratikruti Sanshodhan
Author(s): Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 22
________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ તિબેટી કૈલાસ પુરાણ તરીકે પ્રસિદ્ધ ગ્રંથ ગાંગ્રી કરચાગ (Gangri Karchag)માં દર્શાવ્યું છે કે કૈલાસ સમગ્ર સૃષ્ટિનું કેન્દ્ર છે. ગંગકારે તેશી (Gangkare Teashi) એમના શ્વેત કૈલાસ (White Kailas) પુસ્તકમાં દર્શાવે છે કે અહીં બૌદ્ધ ધર્મીઓ પૂર્વે જૈનો વસતા હતા. તેઓ ગ્યાલ ફાલ પા અને ચે પુ પા (Gyan Phal Pa and Chean Pu Pa) તરીકે ઓળખાતા હતા. તેમના પ્રથમ ભગવાનનું નામ ખયુ ચોક (ભગવાન ઋષભનાથ) હતું અને છેલ્લા ભગવાન ફેલ વા (મહાવીર સ્વામી) હતું. આ પુસ્તકમાં દર્શાવ્યા મુજબ એના ઘણા સિદ્ધાંતો જૈન સિદ્ધાંતો સાથે સામ્ય ધરાવે છે. અષ્ટાપદની રચનાનો વિચાર અને વિકાસ ૪. ૫. ન્યૂયોર્કના જૈન સેન્ટર ઑફ અમેરિકા દ્વારા નિર્મિત જિનાલયમાં શ્રી ચોવીસી મૂકવાની હતી, પરંતુ મર્યાદિત જગાને કારણે એ શક્ય ન હતું. પાછળથી રત્નોની ૨૪ પ્રતિમાઓ બનાવી દેરાસ૨માં બીજે માળે ગભારાની દિવાલ પર મૂકવાનું નક્કી થયું. આ રત્નમંદિરનો વિચાર ચાલતો હતો, ત્યારે જયપુરમાં ડૉ. રજનીભાઈ શાહને અષ્ટાપદ મહાતીર્થનો પટ જોવા મળ્યો અને પરિણામે રત્નમંદિરનો વિચાર શ્રી અષ્ટાપદ તીર્થની પ્રતિકૃતિના સર્જનમાં પરિવર્તન પામ્યો અને રત્નમંદિર અને પછી અષ્ટાપદ તીર્થની રચનાની કલ્પના આકાર લેવા માંડી. શ્રી અષ્ટાપદ તીર્થ અંગે સંશોધન કરતાં પહેલી નજરે લાગ્યું કે Jain Education International 20 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36