Book Title: Ashtapadji Mahatirth Sahitya Pratikruti Sanshodhan
Author(s): Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 23
________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ આ તીર્થ વિશે ખૂબ ઓછી માહિતી મળે છે, પરંતુ આ તીર્થનું વિશિષ્ટ મહત્ત્વ એ છે કે આ તીર્થ પ્રથમ તીર્થંકર ભગવાન શ્રી ઋષભદેવની નિર્વાણભૂમિ છે. ન્યૂયોર્કના જૈન સેન્ટરમાં કઈ રીતે શ્રી અષ્ટાપદ તીર્થની રચના કરવી તેનો વિચાર કર્યો. આને માટે શ્રી અષ્ટાપદ તીર્થ વિશે વધુ હકીકતો અને માહિતીના સંશોધન માટે કાર્ય શરૂ કર્યું. આમાં પૂ. સાધુમહારાજો અને વિદ્વાનો પાસેથી કેટલુંક માર્ગદર્શન મળ્યું. આ વિષયને લગતા પ્રાચીન જૈન સાહિત્યના કેટલાક લેખોની ઝેરોક્ષ કૉપી મળી, જેમાંથી અષ્ટાપદ તીર્થ વિશે માહિતી મળવા લાગી અને ધર્મગ્રંથોની એ માહિતીને લક્ષમાં રાખીને અષ્ટાપદ તીર્થની ‘પ્રતિકૃતિ’ બનાવવાના વિચારને કાર્યરત કરવામાં આવ્યો. અષ્ટાપદ વિશેની માહિતી અંગેના અમારા સંશોધનનું તારણ એ આવ્યું કે શ્રી અષ્ટાપદ તીર્થ બરફથી છવાયેલા હિમાલય પર્વતના શાંત વાતાવરણમાં આવેલો છે. એ નીચેનાં નામોથી પણ પ્રસિદ્ધ છે - રત્નમય : ૨૪ તીર્થંકરોની રત્નજડિત પ્રતિમાઓ ધરાવતો રત્નજડિત મહેલ. રજતાદ્રિ : રજતાદ્રિ અથવા ચાંદીનો પર્વત, કારણ કે અષ્ટાપદ પર્વત બરફથી છવાયેલો હોવાથી રજત(ચાંદી)ના અદ્રિ (પર્વત) જેવો લાગે છે. સ્ફટિકાચલ : સ્ફટિકનો બનેલો હોય તેવો પર્વત. અષ્ટાપદ તીર્થની પ્રતિકૃતિ બનાવવામાં ગ્રંથોમાંથી ઉપલબ્ધ માહિતી અને વર્ણન સહાયરૂપ બન્યાં. પ્રતિકૃતિને મૂળને અનુરૂપ બનાવવા પર્વતને 21 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36