Book Title: Ashtapadji Mahatirth Sahitya Pratikruti Sanshodhan
Author(s): Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 26
________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ - - આના ઉપર ૨૪ ગોખલા છે. આમાં તીર્થંકર ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે અને ૨૪ ગોખલાઓ પણ આ પર્વતમાં જ કોતરવામાં આવ્યા. પર્વતને સ્ફટિકના આઠ લેવલમાં કોતરવામાં આવ્યો છે. પહેલા બે ભાગ પગથિયાં, બીજા ચાર મૂર્તિઓ માટે અને છેલ્લા બે શિખર માટે છે. આખી રચના મંદિર જેવી દેખાય તે માટે ટોચ પર પાંચ શિખરની ડિઝાઇન ઉમેરવામાં આવી છે. બધાં શિખર ડિઝાઇન પ્રમાણે કોતરીને તેને સુવર્ણકળશથી સુશોભિત કરવામાં આવ્યા. આની સૌથી ઉપરના ભાગમાં ધજા છે. યોજના પ્રમાણે ઢાળ આપીને માપ પ્રમાણે પર્વતનો દેખાવ રચવામાં આવ્યો. વિશાળ આકાશમાં કેલાસ પર્વતનો ખ્યાલ મળી રહે, તે માટે પાછળની દિવાલ પર આકાશની સાથે કૈલાસ-માનસરોવરનો પેનોગ્રાફિક ખ્યાલ આપતી તસવીર દર્શાવવામાં આવી છે. ૨૪ ગોખલાઓઃ ૨૪ પ્રતિમાજીઓ સ્થાપિત કરવા માટે ૨૪ ગોખલા છે. દરેક લાઇનમાં દરેક ગોખલાની સાઇઝ એકસરખી છે. અગાઉ આ ગોખલા સ્વતંત્ર રીતે બનાવેલા હતા, પણ પાછળથી એવું નક્કી કરવામાં આવ્યું કે પર્વતમાં સીધા જ કોતરવા. આથી એ પર્વતનો ભાગ બની ગયા. દરેક ગોખલામાં આગળ બે થાંભલી, પ્રતિમા માટે ગોખલો, કોતરણી સાથે છજું અને ઉપર શિખર રચવામાં આવેલ છે. શરૂઆતમાં પદ્ધતિસરની ડિઝાઇન બનાવી હતી, પણ પાછળથી તમામ ૨૪ ગોખલાઓમાં અષ્ટ-પ્રાતિહાર્યની કોતરણી કરવામાં આવી 24 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36