Book Title: Ashtapadji Mahatirth Sahitya Pratikruti Sanshodhan
Author(s): Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 11
________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ તીર્થં તારે તે તીર્થ. તીર્થને પ્રવર્તાવે તે તીર્થંકર. તીર્થ એટલે ઘાટ અથવા તો કિનારો. ઘોર સંસાર સમુદ્રમાં સફર કરતાં જહાજોને એમની સફર પૂરી કરાવી કાંઠે પહોંચાડે તે તીર્થ ! તારણ સ્થળ ! અહીં પહોંચ્યા પછી માનવીને દુન્યવી જોખમ વેઠવાનાં હોતાં નથી અને એ સતત આધ્યાત્મિક પ્રગતિ સાધે છે. જૈન ધર્મમાં તીર્થનું સવિશેષ મહત્ત્વ છે. સ્વયં તીર્થંકરો દેશના (ઉપદેશ) આપતા પહેલાં સમવસરણ (ધર્મપરિષદ)માં ‘નમો તિત્વમ’ પદનું ઉચ્ચારણ કરીને તીર્થનો મહિમા કરે છે અને ભાવતીર્થોને નમસ્કાર કરે છે. આવાં તારણસ્થળો એટલે કે તીર્થો બે આવ્યા છે. એક ભાવ તીર્થ અને બીજાં દ્રવ્ય તીર્થ. બંનેનો ઉદ્દેશ આત્માની પવિત્રતા જગાડવાનો છે. રાગ-દ્વેષના બંધન ઢીલા કરીને આખરે નિર્મૂળ કરવાનો છે. ભાવતીર્થ એટલે અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો, સાધુઓ અને શ્રાવકો. Jain Education International પ્રકારના કલ્પવામાં જૈન ધર્મમાં સંઘને પણ એક તીર્થ લેખવામાં આવ્યો છે. તીર્થંકર ભગવાન સ્વયં મોક્ષમાર્ગને અનુસરનાર એવા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા જેવા ચતુર્વિધ સંઘને તીર્થનું ગૌરવ આપે છે. આ ગૌરવ તે જૈન ધર્મની વિરલ વિશિષ્ટતાનું સૂચન કરે છે. જગતના અન્ય ધર્મોમાં ધર્મનું પાલન કરનારાઓને આટલો ઊંચો દરજ્જો આપવામાં આવતો નથી. એમને તીર્થ સમાન હોવાનું માન અપાતું નથી. એ તીર્થના 9 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36