Book Title: Ashtapadji Mahatirth Sahitya Pratikruti Sanshodhan
Author(s): Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 10
________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ સત્યોને સ્વીકારી તેમનો સમન્વય કરવો તે અનેકાંત છે. અનેકાંતવાદ એવી વિશાળ દૃષ્ટિ છે, જે વસ્તુનું ભિન્ન ભિન્ન દૃષ્ટિથી અવલોકન કરે છે. અહિંસામાંથી અનેકાંતદૃષ્ટિ જન્મે છે અને અનેકાંતદૃષ્ટિને કારણે અહિંસાનું વ્યાપક દર્શન સાંપડે છે. અનેકાંતવાદ એ જૈન ધર્મની જગતને આગવી દેન છે. જૈન ધર્મમાં મનની શક્તિ માટે પચ્ચખ્ખાણ, ધ્યાનની ઉચ્ચ ભૂમિકા માટે કાઉસગ્ગ, આંતરદોષની ઓળખ માટે પ્રતિક્રમણ, આંતરશુદ્ધિ માટે તપ, હૃદયની વીરતા અને મનની ઉદારતા દર્શાવાતી ક્ષમાપના જેવી ભાવનાઓ અપનાવવાનો બોધ મળે છે. તીર્થંકર : સંસાર રૂપી સમુદ્રમાંથી પાર ઊતરવા કાજે જીવાત્માઓ માટે ધર્મરૂપી તીર્થ એટલે કે ઘાટની જે રચના કરે તે તીર્થંકર. પૂર્વના ભવમાં તીર્થંકર નામકર્મ બાંધી, મનુષ્ય તરીકે જન્મી, ધાતીકર્મનો ક્ષય કરી, કેવળજ્ઞાન પામી અને સર્વ જીવોને ધર્મ પમાડવાની ભાવનાથી જે મહાન આત્માઓ આ ભગીરથ કાર્ય કરે છે, તેઓ ‘તીર્થંકર', ‘અરિહંત’ અથવા ‘જિનેશ્વર’ તરીકે ઓળખાય છે. પોતાનું આયુષ્ય પૂરું થતાં તેઓ સિદ્ધગતિ પામે છે, ત્યાર પછી ફરી જન્મ કે અવતાર લઈ તેમને સંસા૨માં પરિભ્રમણ કરવાનું રહેતું નથી. જૈન ધર્મમાં સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ પણ ‘જંગમ તીર્થ' તરીકે ઓળખાય છે. તીર્થંકરો આ જંગમ તીર્થની સ્થાપના કરે છે, માટે પણ તેઓ તીર્થંકર કહેવાય છે. Jain Education International 8 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36