Book Title: Ashtapadji Mahatirth Sahitya Pratikruti Sanshodhan Author(s): Kumarpal Desai Publisher: USA Jain Center America NY View full book textPage 5
________________ નિવેદન શ્રી અષ્ટાપદ મહાતીર્થ અંગેનું આ પુસ્તક પ્રગટ કરતાં અમને હૃદયમાં આનંદનો અનુભવ થાય છે. નાનકડાં બીજમાંથી વિશાળ વૃક્ષ વિકસે અને એક ઝરણામાંથી મોટી નદી થાય એ રીતે શ્રી અષ્ટાપદ મહાતીર્થની કલ્પના આજે અનેક ક્ષેત્રોમાં વિકસી રહી છે. ન્યૂયોર્કમાં આવેલા જૈન સેન્ટર ઓફ અમેરિકાએ જિનાલય અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓના વિકાસ માટે એના નૂતન ભવનનું નિર્માણ કર્યું. આપણે જાણીએ છીએ કે જગતના ધર્મોમાં જૈન ધર્મ અતિ પ્રાચીન ધર્મ છે અને વિશ્વના અનેક દેશોમાં એની ધર્મભાવનાઓનું પાલન કરનારાઓ વસે છે, આથી ન્યૂયોર્કના જૈન સેન્ટરે જૈન ધર્મના તમામ ફિરકા અને સંપ્રદાયો સાથે મળીને પોતપોતાની રીતે ધર્મઆરાધના કરી શકે એવા વિચારથી જૈન ભવનનું નિર્માણ કર્યું. આ ભવનના બીજા માળે ભમતીમાં ચોવીસ તીર્થકરોની મૂર્તિઓ બિરાજમાન કરવાની ઇચ્છા હતી, પરંતુ એટલી વિશાળ જગ્યા નહીં હોવાથી રત્નોની ચોવીસ પ્રતિમા બનાવીને રત્નમંદિર સર્જવાનું નક્કી કર્યું. આ સમયગાળામાં જયપુરમાં શ્રી અષ્ટાપદ તીર્થનો પટ જોવા મળ્યો. શ્રી અષ્ટાપદ તીર્થ એટલે ભગવાન ઋષભદેવના નિર્વાણ કલ્યાણકની પવિત્ર ભૂમિ. હિમાલયની હૂંફાળી ગોદમાં આવેલા અષ્ટાપદ પર્વત પર ભગવાન ઋષભદેવના પુત્ર ચક્રવર્તી રાજા ભરતદેવે સિંહનિષદ્યાપ્રાસાદ' નામના રત્નમંદિરયુક્ત મહેલ(પ્રાસાદ)ની રચના કર્યાનો ઉલ્લેખ મળ્યો અને તેને પરિણામે ન્યૂયોર્કના જૈન સેન્ટરમાં થનારા રત્નમંદિરને અષ્ટાપદ તીર્થની રચના કરીને મૂકવાનો નવીન વિચાર જાગ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36