Book Title: Ashtapad Maha Tirth 01 Page 088 to 176
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 6
________________ Shri Ashtapad Maha Tirth ચાર સાગરોપમનું અંતર થશે. ગજપુર નગરમાં વિશ્વસેન રાજા અને અચિરાદેવીના પુત્ર શાંતિ નામે સોળમા તીર્થકર થશે, તેમનો સુવર્ણ વર્ણ, એક લાખ વર્ષનું આયુષ્ય, ચાળીશ ધનુષની કાયા, પછી ગજપુરમાં શ્રરાજ અને શ્રીદેવી રાણીના પુત્ર કુંથુ નામના સત્તરમા તીર્થંકર થશે; તેમનો સુવર્ણ જેવો વર્ણ, પંચાણું હજાર વર્ષનું આયુષ્ય અને પાંત્રીસ ધનુષની કાયા થશે; એમનો વ્રતપર્યાય –વીશ હજાર અને સાડા સાતસો વર્ષનો અને શાંતિનાથ તથા તેમના મોક્ષમાં અર્થ પલ્યોપમનુ અંતર થશે. તે જ ગજપુર નગરમાં સુદર્શન રાજા અને દેવી રાણીના અર નામે પુત્ર અઢારમા તીર્થંકર થશે; તેમની સુર્વણ જેવી ક્રાંતિ, ચોરાશી હજાર વર્ષનું આયુષ્ય અને ત્રીશ ધનુષની કાયા થશે; એમનો વ્રતપર્યાય એકવીશ હજાર વર્ષ અને કુંથુનાથ તથા તેમના નિર્વાણમાં એક હજાર કોડ વર્ષે જુન પલ્યોપમના ચોથા ભાગનું અંતર થશે. મિથિલા નગરીમાં કુંભરાજા અને પ્રભાવતી દેવીના પુત્ર મલ્લીનાથ ઓગણીસમા તીર્થંકર થશે; તેમનો નીલવર્ણ, પંચાવન હજાર વર્ષનું આયુષ એ પચ્ચીશ ધનુષની કાયા થશે; એમનો વ્રતપર્યાય ચોપન હજાર નવસો વર્ષ તથા મોક્ષમાં એક હજાર કોટવર્ષનું અંતર થશે. રાજગૃહ નગરમાં સુમિત્ર રાજા અને પદ્માદેવીના પુત્ર મુનિસુવ્રત નામે વશમાં તીર્થકર થશે; તેમની કૃષ્ણવર્ણ, ત્રીશ હજાર વર્ષનું આયુષ અને વીશ ધનુષની કાયા થશે. એમનો વ્રતપર્યાય સાડા સાત હજાર વર્ષ અને મોક્ષમાં ચોપન લાખ વર્ષનું અંતર થશે. મિથિલા નગરીમાં વિજય રાજા અને વપ્રાદેવીના પુત્ર નમિ નામે એકવીસમા તીર્થંકર સુવર્ણ જેવા વર્ણવાળા, દશ હજાર વર્ષના આયુવાળા અને પંદર ધનુષની કાયાવાળા થશે; એમનો વ્રતપર્યાય અઢી હજાર વર્ષ અને મુનિસુવ્રત તથા તેમના મોક્ષમાં છ લાખ વર્ષનું અંતર થશે. શૌર્યપુરમાં સમુદ્રવિજય રાજા અને શિવાદેવીના પુત્ર નેમિ નામે બાવીસમા તીર્થંકર થશે; તેમનો શ્યામ વર્ણ, હજાર વર્ષનું આયુષ અને દશ ધનુષની કાયા થશે. એમનો વ્રતપર્યાય સાતશે વર્ષ અને નમિનાથ તથા તેમના મોક્ષમાં પાંચ લાખ વર્ષનું અંતર થશે. વારાણસી (કાશી) નગરીમાં અશ્વસેન રાજા અને વાયારાણીના પુત્ર પાર્શ્વનાથ નામે ત્રેવીસમા તીર્થંકર થશે; તેમનો નીલવર્ણ, સો વર્ષનું આયુષ અને નવ હાથની કાયા થશે; એમનો વ્રતપર્યાય સિત્તેર વર્ષ અને મોક્ષમાં ત્યાસી હજાર અને સાડા સાત વર્ષનું અંતર થશે; ક્ષત્રિયકુંડ ગ્રામમાં સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા દેવીના પુત્ર મહાવીર નામે ચોવીસમા તીર્થંકર થશે; તેમનો સુવર્ણ જેવો વર્ણ, બહોતેર વર્ષનું આયુષ્ય અને સાત હાથની કાયા થશે; એમનો વ્રતપર્યાય બેતાળીસ વર્ષ અને પાર્શ્વનાથના મોક્ષ તથા તેમના મોક્ષ વચ્ચે અઢીસેં વર્ષનું અંતર થશે. પુંડરીક વગેરે ગણધરોથી પરિવરેલા ઋષભસ્વામી વિહારના મિષથી પૃથ્વીને પવિત્ર કરતાં ત્યાંથી ચાલી નીકળ્યા. કોશલ દેશના લોકોને પુત્રની જેમ કૃપાથી ધર્મમાં કુશળ કરતા, જાણે પરિચયવાળા હોય તેમ મગધ દેશના લોકોને તપમાં પ્રવીણ કરતા, કમલના કોશને સૂર્ય જેમ વિકસ્વર કરે તેમ કાશી દેશના લોકોને પ્રબોધ કરતા, સમુદ્રને ચંદ્રની જેમ દશાર્ણ દેશને આનંદ આપતા, મૂછ પામેલાને સાવધાન કરતા હોય તેમ ચેદી દેશને સચેત (જ્ઞાનવાળો) કરતા, મોટા વત્સો (બળદો) ની જેમ માલવ દેશની પાસે ધર્મધુરાને વહન કરાવતા, દેવતાઓની જેમ ગુર્જર દેશને પાપરહિત આશયવાળો કરતા અને વૈદ્યની જેમ સૌરાષ્ટ્ર દેશવાસીને પટુ (સાવધાન) કરતા મહાત્મા ઋષભદેવ શત્રુંજય પર્વતે આવ્યા. ત્યાં દેવતાઓએ તત્કાળ બનાવેલા સમવસરણમાં સર્વહિતકારી પ્રભુ બેઠા અને દેશના આપવા લાગ્યા. એકદા બીજે વિહાર કરવાની ઇચ્છાથી જગદ્ગુરુએ ગણધરમાં પુંડરીક ગણધરને આજ્ઞા કરી કે “હે મહામુનિ ! અમે અહીંથી બીજે વિહાર કરીશું અને તમે કોટિ મુનિ સાથે અહીં જ રહો. આ ક્ષેત્રના પ્રભાવથી પરિવાર સહિત તમને થોડા કાળમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થશે અને શૈલેશી ધ્યાનને કરતા - 53 - Trishashti Shalaka Purush

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 89