Book Title: Ashtapad Maha Tirth 01 Page 088 to 176 Author(s): Rajnikant Shah, Kumarpal Desai Publisher: USA Jain Center America NY View full book textPage 5
________________ Shri Ashtapad Maha Tirth પુત્ર બીજા અજિત નામે તીર્થકર થશે, તેમનું બોતેર લક્ષ પૂર્વનું આયુષ્ય, સુવર્ણના જેવી કાંતિ, અને સાડાચારસેં ધનુષની કાયા થશે અને તેઓ પૂર્વાગે ઉણા લક્ષ પૂર્વના દીક્ષા પર્યાયવાળા થશે. મારા અને અજિતનાથના નિર્વાણકાળમાં પચાસલાખ કોટિ સાગરોપમનું અંતર છે. શ્રાવસ્તી નગરીમાં જિતારી રાજા અને સેનારાણીના પુત્ર ત્રીજા સંભવ નામે તીર્થંકર થશે, તેમનો સુવર્ણના જેવો વર્ણ, સાઠ લાખ પૂર્વનું આયુષ્ય અને ચારસેં ધનુષ ઊંચું શરીર થશે, તેઓ ચાર પૂર્વાગે હીન લાખ પૂર્વનો દીક્ષા પર્યાય પાળશે અને અજિતનાથ તથા તેમના નિર્વાણ વચ્ચે ત્રીસ લાખ કરોડ સાગરોપમનું અંતર થશે. વિનીતાપુરીમાં સંવરરાજા અને સિદ્ધાર્થા રાણીના પુત્ર ચોથા અભિનંદન નામે તીર્થકર થશે, તેમનું પચાસ લાખ પૂર્વનું આયુષ, સાડાત્રણસેં ધનુષની કાયા અને સુવર્ણ જેવો વર્ણ થશે; તેમનો દીક્ષા પર્યાય આઠ પૂર્વાગે ન્યૂન લાખ પૂર્વનો થશે અને દશ લાખ કરોડ સાગરોપમનું અંતર થશે. તે જ નગરીમાં મેઘરાજા અને મંગલા રાણીના પુત્ર સુમતિ નામે પાંચમા તીર્થંકર થશે; તેમનો સુવર્ણ જેવો વર્ણ, ચાળીસ લક્ષ પૂર્વ આયુષ અને ત્રણસેં ધનુષની કાયા થશે; વ્રત પર્યાય દ્વાદશ પૂર્વાગે ઉણ લાખ પૂર્વનો થશે અને અંતર નવ લાખ કોટિ સાગરોપમનું થશે. કૌશાંબી નગરીમાં વરરાજા અને સુસીમા દેવીના પુત્ર પદ્મપ્રભ નામે છઠ્ઠા તીર્થકર થશે; તેમનો રક્તવર્ણ, ત્રીસ લક્ષ પૂર્વ આયુષ અને અઢીસે ધનુષની કાયા થશે; એમનો વ્રતપર્યાય સોળ પૂર્વાગે ન્યૂન લાખ પૂર્વનો અને અંતર નેવું હજાર કોટિ સાગરોપમનું થશે. વારાણસી નગરીમાં પ્રતિષ્ઠ રાજા અને પૃથ્વી રાણીના પુત્ર સુપાર્શ્વ નામે સાતમા તીર્થંકર થશે; તેમની સુવર્ણ જેવી ક્રાંતિ, વીસ લક્ષ પૂર્વ આયુષ્ય અને બસો ધનુષ્યની કાયા થશે; એમનો વ્રતપર્યાય વીસ પૂર્વાગે ન્યૂન લાખ પૂર્વનો અને નવ હજાર કોટિ સાગરોપમનું અંતર થશે. ચંદ્રાનન નગરમાં મહાસેન રાજા અને લક્ષ્મણા દેવીના પુત્ર ચંદ્રપ્રભ નામે આઠમા તીર્થંકર થશે, તેમનો શ્વેતવર્ણ, દશ લક્ષ પૂર્વ આયુષ અને દોઢસો ધનુષની કાયા થશે તથા વ્રતપર્યાય ચોવીસ પૂર્વાગે હીન લક્ષપૂર્વ અને નવસે કોટિ સાગરોપમનું અંતર થશે. કાકંદી નગરીમાં સુગ્રીવ રાજા અને રામાદેવીના પુત્ર સુવિધિ નામે નવમા તીર્થંકર થશે. તેમનો શ્વેતવર્ણ, બે લક્ષ પૂર્વ આયુષ અને એકસો ધનુષની કાયા થશે, વ્રતપર્યાય અઠ્યાવીસ પૂર્વાગે હીન લક્ષ પૂર્વ અને નેવું કોટી સાગરોપમનું અંતર થશે; ભદ્દિલપુરમાં દઢરથ રાજા અને નંદા દેવીની પુત્ર શીતળ નામે દશમા તીર્થંકર થશે. તેમનો સુવર્ણના જેવો વર્ણ, લક્ષ પૂર્વનું આયુષ, નેવું ધનુષની કાયા, પચીસ હજાર પૂર્વનો વ્રતપર્યાય અને નવ કોટી સાગરોપમનું અંતર થશે. સિંહપુરમાં વિષ્ણુ રાજા અને વિષ્ણુ પુત્ર શ્રેયાંસ નામે અગિયારમા તીર્થંકરની સુવર્ણ જેવી ક્રાંતિ, એંશી ધનુષની કાયા, ચોરાશી લક્ષ વર્ષનું આયુષ્ય, એકવીસ લાખ વર્ષનો વ્રતપર્યાય તથા છત્રીસ હજાર અને છાસઠ લાખ વર્ષે તથા સો સાગરોપમે ન્યૂન એક કરોડ સાગરોપમનું અંતર થશે; ચંપાપુરીમાં વસુપૂજ્ય રાજા અને જયાદેવીના પુત્ર વાસુપૂજ્ય નામે બારમા તીર્થંકર થશે; તેમનો રક્તવર્ણ, બોતેર લાખ વર્ષનું આયુષ્ય અને સિત્તેર ધનુષ પ્રમાણ કાયા થશે; એમનો ચોપ્પન લાખ વર્ષનો દીક્ષા પર્યાય અને ચોખ્ખન સાગરોપમનું અંતર થશે. કાંપિલ્ય નામે નગરમાં કૃતવર્મા રાજા અને શ્યામાદેવીના પુત્ર વિમલ નામના તેરમા તીર્થંકર થશે; તેમનું સાઠ લાખ વર્ષનું આયુષ્ય, સુવર્ણના જેવો વર્ણ અને સાઠ ધનુષની કાયા થશે; એમને વ્રતમાં પંદર લક્ષ વર્ષ વ્યતીત થશે અને વાસુપૂજ્ય તથા તેમના મોક્ષમાં ત્રીસ સાગરોપમનું અંતર થશે. અયોધ્યામાં સિંહસેન રાજા અને સુયશાદેવીના પુત્ર અનંત નામે ભગવાન ચૌદમા તીર્થંકર થશે; તેમની સુવર્ણના જેવી કાંતિ ત્રીસ લાખ વર્ષ આયુષ્ય અને પચાસ ધનુષ ઉન્નત કાયા થશે; એમનો સાડાસાત લાખ વર્ષનો વ્રતપર્યાય તથા વિમલનાથ અને તેમનો મોક્ષ વચ્ચે નવ સાગરોપમનું અંતર થશે. રત્નપુરમાં ભાનુરાજા અને સુવ્રતા દેવીના પુત્ર ધર્મ નામે પંદરમા તીર્થંકર થશેઃ તેમનો સુવર્ણનો દેહ દશ લાખ વર્ષનું આયુષ્ય અને પિસ્તાલીસ ધનુષની કાયા થશેઃ એમનો અઢી લાખ વર્ષનો વ્રત પર્યાય અને અનંતનાથ તથા તેમના મોક્ષ વચ્ચે ૧ ચોરાસી લાખ વર્ષ Trishashti Shalaka Purush - 52 -Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 89