________________
મંગલ જીવન કથા
૧૫
કર્યો અને બધું કેમ વ્યવસ્થિત થયું એ જાણવાની જે તને જીજ્ઞાસા થતી હોય તે પ્યારા પાઠક ! સૂરિજીના જીવનવૃત્તાન્તને તું જોઈ લેજે, તને યથાર્થ ભાન થશે. આટલે સમય આપણા મુનિરાજશ્રીએ તે મંદ ગતિથી અભ્યાસ કરવામાં વિતાવ્યું.
છેડા મહીના વીત્યા–સ્થાન નકી થયું. “કાશી” જેવામાં સાધુતાથી ખેંચાઈને શુભેચ્છકે પણ વધ્યા. ભણાવનાર પંડિતે પણ નક્કી થયા. અને એક પાઠશાળાનું પણ સ્થાપનકાર્ય થયું, જે પાછળથી “શ્રીયશવિજય જૈન પાઠશાળા ને નામે પ્રસિદ્ધ થઈ. અભ્યાસ તડામાર ચાલ્યો. જૈનના પુત્રે પણ “ગુજરાત ”નું કેમળ વાતાવરણ છે ત્યાં આવવા લાગ્યા અને વિદ્યાના વ્યાસંગમાં લીન થવા માંડયા. આપણા કથાનાયક પણ તેમાં મસ્ત બન્યા. તેઓ સંપૂર્ણ શક્તિથી વિદ્યાભ્યાસમાં તલ્લીન બની ગયા. તેમણે દિવસ રાતનું ભાન પણ થોડા સમય માટે છોડ્યું.
એક વર્ષ પસાર–બે વર્ષ પસાર-ત્રણ, ચાર એમ આઠ આઠ વર્ષનાં વહાણાં વીત્યાં. આવી આવી ઘોર તપશ્ચર્યા બાદ વિદ્યાદેવી પ્રસન્ન કેમ ન થાય? મુનિરાજ શ્રીમંગલવિજયજીનું જ્ઞાન હવે અપ્રતિમ વધ્યું હતું. તેઓ વ્યાકરણ, ન્યાય તેમાં પણ નવ્ય ન્યાય અને પ્રાચીન ન્યાય, સાહિત્ય વિગેરેના તથા પ્રત્યેક દર્શનના સારા જ્ઞાતા બન્યા હતા. આટલા ટુંકા સમયમાં તેઓશ્રીએ પ્રત્યેક વિષયનાં ઉચ્ચ પુસ્તકને અભ્યાસ કરી લીધું હતું.વ્યાકરણમાં તે સિદ્ધાન્તકામુદી, પાતંજલ મહાભાષ્ય, લઘુશ-દુશેખર, પરિભાષે દુશેખર, મનોરમા,વિભક્તિ-અર્થનિર્ણય વિગેરે વિગેરે સારાં પુસ્તકનું તેમણે અધ્યયન કર્યું. ન્યાયમાં-નવ્ય ન્યાયમાં સુક્તાવલી, દિનકરી, પંચલક્ષણ, માધુરી, સિદ્ધાન્તલક્ષણ-પક્ષતા, સામાન્ય નિરુક્તિ, હેવાભાસ વિગેરેનું અધ્યયન કર્યું. પ્રાચીન ન્યાયમાં ગતમસત્ર, વાસ્યાયનભાષ્ય, ન્યાયવાતિક, વૈશેષિક દર્શન, ન્યાયમંજરી, સાંખ્યતવમુદી, સાંખ્યપ્રવચન, વેદાન્તપરિભાષા, શારીરિકભાષ્ય, બ્રહ્મસૂત્ર જેવાં કાર્ય પુસ્તકનાં અધ્યયન કર્યા. સાહિત્યમાં પણ કાવ્યપ્રકાશ, સાહિત્યદર્પણ, પંચકાવ્ય વિગેરેનું અધ્યયન કર્યું. જૈન ન્યાયનાં પ્રાપ્ત ઘણાં પુસ્તકે તેમણે વાંચ્યાં. ઘણુ વખતના ભૂખ્યાને સુસ્વાદુ ભેજન મળતાં એ પિટ ભરાતાં સુધી કેમ છેડે? એમ આજે જ્ઞાનના ભૂખ્યાને સ્વાદિષ્ટ જ્ઞાનનું ભેજન મળતાં એ અમુક હદે કેમ કાય? મુનિરાજશ્રીએ તે ખૂબ જ્ઞાન પ્રાપ્ત કર્યું.
પરીક્ષાઓ આપવાને વિચાર ખાસ છે, છતાં એક વખત વિચાર થતાં “કાશીમાં મધ્યમાની પરીક્ષા આપી. તેમાં ઉત્તીર્ણ થતાં સાથીઓની સલાહ અને આગ્રહથી તેઓશ્રી કલકત્તે વિહાર કરી ગયા. ત્યાં હિન્દુ ન્યાયતીર્થની પરીક્ષા આપી ઉત્તીર્ણતા પ્રાપ્ત કરી “ન્યાયતીર્થ ”નું પદ પ્રાપ્ત કર્યું.
એક વખત બંગીય વિદ્વાનોની સભામાં ચર્ચાવાદ થતાં અને તેમાં પિતાની કુશળતા સિદ્ધ થતાં તેઓશ્રીને “ન્યાયવિશારદ'ની પદવી પણ પ્રાપ્ત થઈ.
પિતાના અભ્યાસ સાથે તેઓશ્રી પિતાના જ્ઞાનને લાભ અન્યને પણ આપવા ચૂક્યા નેતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org