________________
( ૧૨ ) હતું. તે વખતે પૂજયપાદ આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિજી મહારાજ અને ઉપાધ્યાય મંગળવિજયજી મહારાજની સાથે મારે આબુ જવું થએલું. તેઓશ્રીની કૃપા અને સહાયતાથી, અહીં થયેલી લાંબી સ્થિરતાનો ઉપયોગ મેં આબૂ સંબંધી નોટ લખી લેવામાં કરી લીધું. તેની સાથે સાથે આબૂ ગાઈડ લખવામાં મને ઉપયોગી થઈ શકે એવા આબુ ઉપરનાં જૈન મંદિરમાંના લગભગ પોણસો જેટલા શિલાલેખો મેં ઉતારી લીધા. પરિણામે શિવપુરીમાં રહીને, સં. ૧૯૮પ માં મેં “ આબૂ ” ગાઈડ લખી. જે પુસ્તક “ આબૂ ' એ નામે પહેલા ભાગ તરીકે શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળા ભાવનગર તરફથી પ્રસિદ્ધિમાં આવેલ છે. માત્ર દોઢ વર્ષ જેટલા ટુંક સમયમાં, આવું એક ઐતિહાસિક પુસ્તક ખલાસ થઈ જતાં તેની બીજી આવૃત્તિ કઢાવવાને મને પ્રસંગ સાંપડ્યો. આ વખતે મને લાગ્યું કે જે આબુનાં બધાં મંદિરે કુલ શિલાલેખો મારી પાસે હોય તે આબૂ ગાઈડની બીજી આવૃત્તિ ઘણા સુધારા વધારા સાથે બહાર પાડી શકાય.
સભાગે સં. ૧૯૮૬ માં શિવપુરીથી સિદ્ધાચલજી જતાં “આબૂ ” જવાનો પ્રસંગ મળ્યો. અને તે પ્રસંગે બે મહિનાની સ્થિરતા કરી ૪૯૫ શિલાલે ઉતારી લીધા. આ અને એવી બીજી ઉપયોગી માહિતી મેળવીને, ઘણા સુધારા વધારા સાથે “આબુ'ની મેં બીજી આવૃત્તિ તૈયાર કરી કે જે–શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા–ઉજજૈન તરફથી બહાર પડી ચૂકી છે. આ બીજી આવૃત્તિમાં અતિ પરિશ્રમથી લેવાએલા ૭૫ ફેટા પણ આપવામાં આવ્યા છે. આનો હિંદી અનુવાદ પણ “આબુ-દેલવાડાના જૈન મંદિરે 'ની વહિવટકર્તા પેઢી-શેઠ કલ્યાણજી પરમાનંદજીની પેઢીએ પિતાના ખરચે જ તે જ ફટાઓ સાથે બહાર પાડે છે.
યદ્યપિ મેં સંગૃહીત કરેલા આબુ ઉપરના શિલાલેખનો આવશ્યકીય ઉપગ તે મેં મારા “ આબૂ ' પુસ્તકની બીજી આવૃત્તિમાં કરી લીધો, પરતુ મારી પાસેના શિલાલેખને સંગ્રહ એથી પણ વધારે ઉપયોગી હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org