________________
( ૨૫ ) શિલાલેખે છે. એ શિલાલેખેને એક ભાગ આજે જનતાના કર કમલમાં મૂકતાં મને હર્ષ થાય છે. “આબુ ઉપરના શિલાલેખેની માફક જ આખૂની નીચેના–તેની આખી પરિક્રમાના–આસપાસના લગભગ તમામ ગામોમાંથી પણ સંખ્યાબંધ શિલાલેખોનો સંગ્રહ કર્યો છે. ગુરુદેવ, એ શિલ લેખે ને સંગ્રહ જલદી બહાર પાડવાનું સામર્થ મને અપે, એવી પ્રાર્થના સાથે; આબ સંબંધી બની શકે તેટલું વધુ ને વધુ સાહિત્ય જનતાની સમક્ષ મૂક્યાની આરી અભિલાષાને સફળ કરતું, “આ સંબંધીનું આ બીજું પુસ્તક બહાર મૂકતાં, મારા આત્માને ધન્ય માનતે, આ શિલાલેખ ઉતારવામાં મુનિરાજ શ્રી વિશાલવિજયજી તેમજ મુનિરાજ શ્રી દેવેન્દ્રવિજયજીએ ઉત્સાહપૂર્વક આપેલી સહાયતાને ન ભૂલત તેમજ એક યા બીજી રીતે મારા આ કાર્યમાં સહાયક થનાર મહાનુભવોનો આભાર માનવા સાથે ગુરુદેવના ચરણમાં નમસ્કાર કરતો, મારા વકતવ્યને અહીં જ સમાપ્ત કરું છું.
જૈનમંદિર, રણછોડલાઈન
કરાંચી કારતક સુ. ૧૫, ૨૪૬૪
ધર્મ સં. ૧૬
જયન્તવિજય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org