________________
( ૧૬ ) સંવતના માત્ર બે બે આંકડા જ છે, અને બાકીના ૮૮ લેખ સંવત વિનાના છે. બે આંકડાવાળા ૧૧ લેખમાંના કેટલાક લેખમાં ફક્ત બે આંકડા જ ખેદેલા છે, જ્યારે કેટલાકમાંથી બે આંકડા ઘસાઈ ગયા છે. જે લેખે સંવત વિનાના છે, તેમાંના કેટલાક લેખોને સંવત અનુમાનથી કાઢી શકાય તેમ છે, જ્યારે કેટલાક લેખોનો સંવત મળી શકે તેમ નથી.
સંવત વિનાના લેખોમાં, કલ્યાણકની મિતિઓના લેખને, યાત્રા કરનારાઓના લેખને, તેમ જ કારીગરોનાં નામના લેખેનો પણ સમાવેશ થાય છે. જે આ લેખને બાદ કરીએ તે સંવત્ વિનાના સારા ઉપયોગી લેખે તે બહુ જ થોડા રહે છે. - આ પુસ્તકમાં જે લેખો આપવામાં આવ્યા છે તે ખાસ કરીને દેલવાડા અને અચલગઢના છે. દરેક મંદિરમાં સંવતવાળા કે સંવત વિનાને, નહાને કે મેટ, ઉપયોગી કે અનુપયોગી–એકકે એક લેખ આપેલ છે. આ લેખે મૂત્તિ, પદ્માસન, બારસાખ, ચેકી, ટોડા, દીવાલે, છત, થાંભલા કે ગમે ત્યાં-જ્યાં જ્યાં લેખે દેખ્યા, અને જે વંચાઈ શકાયા તે ઉતારી લેવામાં આવ્યા છે. એક તીર્થ ઉપર અત્યાર સુધીના એકકે એક શિલાલેખ–એક જ પુસ્તકમાં જળવાઈ રહે, એ મારે ઉદ્દેશ હતો, અને તેથી જુદા જુદા પ્રસંગે તેને સંગ્રહ કરીને, આમ આજે તેને પુસ્તકાકારે બહાર પાડવા ભાગ્યશાળી થયો છું. આ સંબંધમાં એક વાતની ઊણપ રહી ગઈ છે, એ મારા મનમાં જરૂર ખટકે છે, તે આ છેઃ
- ખરતરવસહી નામના મંદિરમાં ઘણી મૂર્તિઓની બેઠકની બન્ને બાજૂએ અને પાછળના ભાગમાં લેખો ખેદેલા છે, પણ તે મૂત્તિઓ, બિલકુલ પાસે પાસે સ્થાપન કરેલી હોવાથી, સ્થાનની વિષમતા અને પ્રકાશના અભાવના કારણે ઘણે પરિશ્રમ કરવા છતાં પણ તે લેખે લઈ શકાયા નથી. છતાં ઘણા પશ્ચિમના પરિણામે ખરતરવસહીના ત્રણે માળના ચૌમુખ–મૂળનાયકજીની બારે મૂત્તિ પરના લેખન એટલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org