Book Title: Aptavani 13 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 7
________________ કોઈએ કર્યું નથી. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સિસથી થયું છે. વિજ્ઞાન જ છે બધું મહીં ! જેમ H, + 0 ભેગું થવાથી વૈજ્ઞાનિક રીતે પાણી એની મેળે જ થઈ જાય છે, તેમ આ પ્રકૃતિ વૈજ્ઞાનિક રીતે એની મેળે જ થઈ ગઈ છે ! એમાં કોઈનું ક્યાંય કર્તાપણું નથી. કેટલાંક “ભગવાને ‘લીલા' કરી” “ભગવાને માયા રચી’’ એવું બધું જાતજાતનું કહે છે પણ ભગવાને કંઈ લીલા-પીળા કર્યા નથી કે માયા-છાયા જણ્યા નથી ! ભગવાન તો ભગવાન જ છે ! સંપૂર્ણ અકર્તા, અક્રિય અને દરેક જીવમાત્રમાં રહેલા ! સાચું વિજ્ઞાન સમજાય તો બન્ને છૂટાં જ છે. સંજોગોથી પ્રકૃતિ ઊભી થઈ અને જ્ઞાની પુરુષનો સંજોગ ભેગો થાય તો બેઉને છૂટાં પાડી આપે. પછી પ્રકૃતિ એની મેળે વિરમી જાય ! આત્મા સિવાય બધું જ પ્રકૃતિમાં આવી જાય. અજ્ઞાનતાથી પ્રકૃતિ થાય ઊભી. ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષ, ચિંતા-ટેન્શન, ઈર્ષા, મારા-તારી, એ બધાં પ્રકૃતિના ગુણો. પાંચ ઈન્દ્રિયોના ગુણો એ બધાં જ પ્રકૃતિના ગુણો. પ્રકૃતિ ને કુદરતમાં શું ફેર ? પરિણામ પામેલી કુદરત એ પ્રકૃતિ. H, અને તે બે જુદાં છે ત્યાં સુધી એ કુદરત કહેવાય ને ભેગાં થઈ H,0 એટલે કે પાણીમાં પરિણમે એ પ્રકૃતિ કહેવાય ! આપણા શરીરના બંધારણની પંચ ધાતુ તે કુદરત ને તે ભેગાં મળીને શરીર બંધાયું તે પ્રકૃતિ ! પ્રકૃતિમાં કરનાર (અહંકાર) જોઈએ. કુદરતમાં કરનાર નથી. કુદરત એ જ કુદરતી રચના છે. પ્રકૃતિમાં પુરુષનો વોટ છે, કુદરતમાં તે નથી. માત્ર એમાં સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ જ છે. [૧.૨] પ્રકૃતિ, એ પરિણામ સ્વરૂપે ! કહેવત છે કે પ્રકૃતિ ને પ્રાણ સાથે જાય, શું એ ખરું? આત્મજ્ઞાન મળ્યા પછી ગાઢ આવરણવાળી પ્રકૃતિ હોય, તેમાં ફેર ના દેખાય. બાકી સાધારણ આવરણવાળી પ્રકૃતિ ખરી પડે. એથી આ અક્રમમાં તો આ કહેવત ઘણીવાર ખોટી પડેલી લાગે ! ખાવું-પીવું, ઊંઘવું, કામ કરવું, માન-અપમાન એ બધું પ્રકૃતિ કરાવે, આત્મા નહીં. કર્મો એ જ પ્રકૃતિ. પ્રકૃતિ એ પ્રારબ્ધ છે, ઈફેક્ટ છે. પ્રકૃતિનું આ ગુહ્ય સાયન્સ સમજે તે પાર ઉતરે ! - પ્રકૃતિ પરાણે નચાવે ને પોતે માને કે હું નાચ્યો !” આ પ્રકૃતિ કરાવે છે એવું જે ‘જાણે’ ‘તે’ પ્રકૃતિથી છૂટો જ છે ! એ છૂટો રહીને આખું પ્રકૃતિનું નાટક થવા દે. પોતે તેને “જોયા કરે ! પ્રકૃતિ પરવશ છે, વવશ નથી, પછી એ ગમે તે હોય ! કેવળજ્ઞાન પછી કષાયો સંપૂર્ણ નષ્ટ હોય, પણ મોક્ષે જતાં સુધી પ્રાકૃત અવસ્થાઓ હોય. સ્વસત્તા ને પરસત્તાની લાઈન ઑફ ડિમાર્કશન સમજી જાય પછી પરસત્તામાં ડખોડખલ ના કરે તો એકાદ અવતારમાં એ છૂટી જાય છે. પરસત્તાની બાઉન્ડ્રી શું ? દાદાએ ચરોતરી પટેલીયા ભાષામાં સ્પષ્ટ કહી દીધું કે આ વર્લ્ડમાં એવો કોઈ જભ્યો નથી કે જેને સંડાસ જવાની પણ સ્વતંત્ર શક્તિ હોય ! હવે આ શક્તિ નથી તો બીજી કઈ હોઈ શકે ?? પોતે પરમાત્મા પણ પ્રકૃતિએ કેવુંક તે પ્રેશર કર્યું કે પરમાત્માપદ આવરાઈ ગયું ને સામો ચોર, ગુંડો, આતંકવાદી દેખાવા માંડ્યો ! પ્રકૃતિનું દબાણ કંઈ જેવું તેવું છે ?! છૂટતી વખતે પ્રકૃતિ સ્વતંત્ર ને બંધાતી વખતે નહીં. વ્યવહાર આત્માએ જે કંઈ ભાવ કર્યો, બીજા શબ્દમાં ડખલ કરી એવી પ્રકૃતિ સર્જાઈ. પછી એ છૂટે એના જ સ્વભાવથી. પછી એમાં કશું બીજું ચાલે નહીં. ગમે કે ના ગમે તોય. દા.ત. મૂળમાં વ્યવહાર આત્મા ગુસ્સાની ડખલ કરે તો તેવી પ્રકૃતિ બંધાય. પછી એ છૂટે ત્યારે એવો જ ગુસ્સો કરે, ત્યારે મહીં વ્યવહાર આત્માને ના ગમે, પણ તેમાં પ્રકૃતિ પછી શું કરે ? એટલે આત્મજ્ઞાન પછી અંદરની ડખોડખલ બંધ થઈ જાય એટલે આત્મા આત્માના સ્વભાવમાં રહે ને પ્રકૃતિ પ્રકૃતિના સ્વભાવમાં. વચ્ચે ભ્રાંતિથી ‘હું કરું છું' જે થતું હતું ડખલરૂપે, તે બંધ થઈ જાય છે, સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ પછી. ‘દાદા' નિરંતર પોતાની પ્રકૃતિની પ્રત્યેક ક્રિયાને ‘જોયા’ જ કરે, ‘જોયા’ જ કરે... કારણ પ્રકૃતિ ને કાર્ય પ્રકૃતિ - કાર્ય પ્રકૃતિમાં કોઈ ફેરફાર ના કરાય

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 296