Book Title: Aptavani 13 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 13
________________ જોયો. પછી વચલા ગાળાના સૂક્ષ્મ જોયો. ક્રોધ-માન-માયા-લોભ એ સૂક્ષ્મ જોયો કહેવાય. અને એથી આગળ સૂક્ષ્મત્તર પ્રકૃતિમાં તો દાદાશ્રીને દેખાય તેવું હોય. પોતાની પ્રકૃતિ તો દેખાય પણ સામાની પ્રકૃતિ પણ હવે પછી શું કરશે, હવે એના પછી શું કરશે.. એ આગળ આગળનું પણ એક્કેક્ટ દેખાય. બધું ટાઈમ ટુ ટાઈમ કરે તે દેખાય. - પ્રકૃતિમાં કષાય થાય તે પોતાને ગમે નહીં, પોતાનો અભિપ્રાય તેનાથી જુદો પડી ગયો તે સંયમી કહેવાય. અસંયમી તો પ્રકૃતિમાં તન્મયાકાર થઈને પાઠ ભજવે. છેલ્લામાં છેલ્લું સ્ટેજ જ્ઞાતા-દ્રષ્ટા રહેવું તે. પણ તે ના હોય તો ય પ્રકૃતિ જે કરે તેની ઉપર જુદો અભિપ્રાય પાડે, તેને જ્ઞાતા-દ્રષ્ટા જેવું જ ફળ ગણાય. શુદ્ધાત્મા થયા પછી અહંકાર તથા માલિકીભાવ ખલાસ થઈ જાય છે, એટલે પછી બાકી રહ્યાં તે બધાં દિવ્યકર્મો ગણાય. પ્રકૃતિનો બહુ ફોર્સ હોય ત્યારે એને જોવાનું ભૂલાવી દે. ત્યાં જેમ આજ્ઞા પાળે તેમ આત્મશક્તિ પ્રગટ થતી જાય. આપણે શુદ્ધાત્મા થયા. હવે પ્રકૃતિ શું કહે છે કે ‘તમે તો ચોખ્ખા થઈ ગયા, હવે અમને તમારે ચોખ્ખા કરવાનાં છે. કારણ કે અમને તમે જ બગાડ્યા છે !' તો જ બને છૂટાં થઈ શકશે ! હવે પુદ્ગલને શુદ્ધ કેવી રીતે કરાય ? પ્રતિક્રમણથી ! પ્રકૃતિ સ્વભાવને નિહાળે એ જ્ઞાયકતા. પ્રકૃતિને માથું દુખ્યું તો તેને ‘જોવાનું. “મને દુનું કહે તો અજાગૃતિ ત્યાં ફરી વળે. બધું જ એને ચોંટે. જેવું ચિંતવે તેવું તરત જ થઈ જાય ! રાત્રે ચાર મચ્છરા ફરી વળે ત્યારે આમ મારે તેને. એ પ્રકૃતિ દોષ નીકળ્યો. ત્યારે તમે મૂંઝાઈ જાવ. દાદાશ્રી કહે છે મારી મચ્છરદાનીમાં બે મચ્છરાં પેઠાં હોય તે બેન કાઢી આપે. કારણ ગયા અવતારની મચ્છરાંની ચીઢ પેઠેલી હોય ને તે કાઢતાં વાર લાગે, તે પ્રકૃતિમાં વણાયેલી જ હોય. બધાથી છૂટાય તેમ છે ! પોતાની પ્રકૃતિના જ્ઞાતા-દ્રષ્ટા આખો દહાડો કઈ રીતે રહેવાય ? ફાઈલ નંબર વનની (પોતાની) પ્રકૃતિ શું કરે છે, એને જોયા કરવું. એ આડું અવળું કરે તો આપણે એને જોયા કરવું, ‘કહેવું પડે !” એની જોડે વાતો કરવી. એટલે બેઉ છૂટે છૂટા. દાદાશ્રી પોતાનો અનુભવ ટાંકતા કહે છે, નવનિર્માણ આંદોલનના સમયે વિદ્યાર્થીઓ બસો બાળતા એ બધું જોઈને દાદાશ્રીની પ્રકૃતિમાં થયું કે અરેરે ! આ છોકરાંઓએ શું માંડ્યું છે ?! એમને ખબર નથી, પોતે શું જોખમ વહોરે છે ?! એક બાજુ આ પોતે જોયા કરે ને બીજી બાજુ આ પ્રકૃતિ એનું બોલે છે, તે ય દેખાય. ‘બસ બાળે છે, આમ કરે છે.’ એમાં આપણા બાપનું કંઈ જતું રહ્યું ?! પ્રકૃતિ ડહાપણ કર્યા વગર રહે જ નહીંને ! પ્રકૃતિને જોવી ને એની જોડે વાતચીત કરવી. “કેમ છો, કેમ નહીં, ચા પીશો ? દોઢ કપ ? ભલે પીઓ. એ જ જ્ઞાતા-દ્રષ્ટાપણું ! પ્રકૃતિ જોડે એડજસ્ટ થતાં આવડવું જોઈએ. પ્રકૃતિ તો સુંદર સ્વભાવની છે. દાદાશ્રી કહે, ‘અમારી પ્રકૃતિને મઠિયા ભાવે', તે અમેરિકામાં બધાં જાણી ગયા. તે બધે મઠિયાં મૂકે. પણ તેમાં માત્ર બે જ જણને ત્યાં ખાધા. બીજા ચાખીને રહેવા દે, એટલે કોઈને માન્યામાં ના આવે કે દાદાને મઠિયાં ફાવે છે. મઠિયા નહીં, પણ મઠિયામાં રહેલો સ્વાદ એ દાદાની પ્રકૃતિમાં પ્રકૃતિનું પાછું કેવું કે આજે જે ભાવે તે બે દહાડા પછી જરીકે ના ભાવે ! એટલે પ્રકૃતિનો સ્ટડી કરવા જેવો છે. [૧.૯] પુરુષમાંથી પુરુષોતમ ! પુરુષાર્થ બે પ્રકારના. એક પુરુષ થઈને પ્રકૃતિને જુદી નિહાળે, એ રિયલ પુરુષાર્થ અને બીજો બ્રાંત પુરુષાર્થ, સારા-ખોટાનું ફળ મળ્યું તે. પુરુષ અને પ્રકૃતિની શક્તિમાં શું ફેર ? પુરુષ શક્તિ પુરુષાર્થ સહિત હોય, સ્વપરાક્રમ સહિત હોય. એ શુદ્ધાત્મા થયા પછી જ પ્રગટે. જૈન શાસ્ત્રો બાવીસ પરિષહ સહન કરવાના કહે છે. પણ આ કાળમાં એક્ય પરિષહ કોઈથી સહન થાય નહીં. પણ આ અક્રમ વિજ્ઞાનથી

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 296