________________
અક્રમ વિજ્ઞાની દાદાશ્રીએ તો પ્રકૃતિનું આખું વિજ્ઞાન ખુલ્લું કરી દીધું છે કે જે કોઈ ઠેકાણે ના જડે અને છેલ્લે ‘હું બાવો ને મંગળદાસ’ ના ફોડે તો ખુલાસાની હદ કરી નાખી !
[૨.૧] દ્રવ્યકર્મ
દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી જગતનાં તમામ જીવો બંધાયેલાં છે. આ ત્રણ ગાંઠો તૂટી જાય તો જીવમાંથી પરમાત્મા થાય !
સામાન્યપણે લોકો શું સમજે છે ? ખાવા-પીવાના જે ભાવ થાય છે એ ભાવકર્મ અને જમ્યા એ દ્રવ્યકર્મ. ખરી રીતે એવું નથી.
દ્રવ્યકર્મ-ભાવકર્મ સૂક્ષ્મમાં હોય છે. દ્રવ્યકર્મ મફતમાં મળેલા છે. એ આવરણ રૂપે છે. આખી જિંદગીનાં કર્મોનું સરવૈયું આઠ પ્રકારનાં કર્મોમાં વહેંચાઈ જાય છે, જેને દ્રવ્યકર્મ કહે છે. તેના ફળ રૂપે આ ભવમાં ઊંધા ચશ્મા (આવરણો) અને દેહ એમ બે મળે છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય ને અંતરાય એ ઊંધા ચશ્મા, ચાર પાટા અને અને નામ, ગોત્ર, વેદનીય ને આયુષ્ય આ ચાર દેહરૂપે મળે છે. આ જન્મથી જ આઠેય કર્મો
હોય.
દેહ ને આત્મા જુદા છે છતાં એક ભાસે છે એ શેનાથી ? દ્રવ્યકર્મનાં ઊંધા ચશ્માથી. સંસાર ઊભો થવાનું મૂળ કારણ જ દ્રવ્યકર્મ છે. ઊંધા ચશ્માને લીધે ભાવ એવા ઊંધા થવા માંડ્યા. ભાવકર્મ પછી જાતજાતની ઇચ્છાઓ ઊભી થઈ. દ્રવ્યકર્મના જેવાં ચશ્મા તેવું દેખાય. કોઈને લીલું, કોઈને પીળું, તો કોઈને લાલ. દરેકને જુદાં જુદાં ચશ્મા હોવાથી જુદું જુદું દેખાય ને તેને કારણે મતભેદો થાય ! ચશ્માથી આ મારી વહુ ને આ મારો સસરો એમ દેખાય ! આ ઊંધું જ્ઞાન ને ઊંધું દર્શન. દ્રવ્યકર્મ બંધાયા તેનાથી ‘દ્રષ્ટિ’ જે ઊંધી થઈ તેનાથી બધું ઊંધું દેખાય છે ! ભાવ પણ ઊંધા-ચત્તા તેથી થાય છે ! નહીં તો પોતે પરમાત્મા’ છતાં ભીખ માંગવાનો
ભાવ ક્યાંથી થાય છે ? કારણ કે આ ઊંધા ચશ્મા ! બહેરો, આંધળો, મૂંગો કેમ ? ભાવકર્મ બગાડેલાં, તેના ફળરૂપે આ દેહરૂપી દ્રવ્યકર્મ બગડેલું આવ્યું !
આઠ કર્મો શું છે ?
29
જ્ઞાનાવરણ :- અનંત જ્ઞાન છે પણ આવરણને લીધે જ્ઞાન આવરાયું. જાણવામાં ફેર પડ્યો.
દર્શનાવરણ :- અનંત દર્શન છે પણ આવરણને લીધે દર્શન આવરાયું સૂઝ ના પડે.
મોહનીય :- દર્શનાવરણ ને જ્ઞાનાવરણને કારણે મોહનીય ઉત્પન્ન
થયું.
અંતરાય :- મોહનીયને કારણે અંતરાય થયાં. બ્રહ્માંડનો સ્વામી હોવા છતાં જુઓ કેવી ભિખારી જેવી દશા થઈ છે ?! અંતરાય કર્મને લીધે.
વેદનીય :- ટાઢ, ગરમી, ભૂખ લાગે એ બધું વેદનીય કર્મને લીધે. નામરૂપ :- નામ ધર્યું ચંદુ, પાછો હું ગોરો છું, ઊંચો છું તે.
ગોત્ર :- સા૨ો પૂજ્ય માણસ, ખરાબ નિંદ્ય માણસ એ ગોત્ર. આયુષ્ય :- જન્મ્યો તે પાછો મરવાનો.
દ્રવ્યકર્મ એ સંચિત કર્મ કહેવાય. અને ફળ આપવાને સન્મુખ થાય ત્યારે તેનું પ્રારબ્ધ કર્મ થાય.
જેવું આવે તેનો સમતાભાવે નિકાલ કરી નાખે તે દ્રવ્યકર્મથી છૂટાય. જ્ઞાન-દર્શનના પાટા ચોખ્ખા થઈ જાય તો બધું સીધું થઈ જાય. અક્રમ જ્ઞાનથી પાટા ચોખ્ખા થઈ જાય છે. દર્શનાવરણ અને મોહનીય સંપૂર્ણ ખત્મ થાય છે !
[૨.૨] જ્ઞાતાવરણકર્મ
દ્રવ્યકર્મને દાદાશ્રી મીણબત્તીનું ઉદાહરણ આપી સુંદર રીતે સમજાવે છે. મીણબત્તીમાં શું શું હોય ? મીણ હોય, વાટ હોય. એને દીવાસળીથી સળગાવે તે પ્રકાશ આપે ત્યારે આખી મીણબત્તી કહેવાય. મીણબત્તી છે તે દ્રવ્યકર્મ છે તે નિરંતર ઓગળ્યા જ કરે અને નવું દ્રવ્યકર્મ ઉત્પન્ન
30