________________
નામકર્મમાં જાય. વળી અંગ-ઉપાંગ, એ બધું નામકર્મમાં જાય. કાનની બૂટ્ટી છઠ્ઠી તે મોક્ષનો અધિકારી. હૃદયમાર્ગી હોય. જેનાં મોટા કાન હોય તે મહત્વાકાંક્ષી હોય, ધર્મમાં કે સંસારમાં.
જગતનું કલ્યાણ કરવાનું, દુશ્મનનું ય કલ્યાણ કરવાનું, જેના રોમે રોમમાં વસેલું હોય તે ઊંચામાં ઊંચું યશનામકર્મ બાંધે !
[૨૮] ગોત્રકર્મ ગોત્રકમ બે પ્રકારનાં. ઉચ્ચ ગોત્ર ને નીચ ગોત્ર. ઉચ્ચ ગોત્રવાળાને જ્યાં જાય ત્યાં બધા પગે લાગે અને નીચ ગોત્રવાળાની બધાં નિંદા કરે.
દા'
તીર્થંકરનું નામકર્મ કેવું હોય ? તીર્થંકર બહુ લાવણ્યવાળા હોય. જોતાં જ દિલ ઠરી જાય. એમને બસ જો જો જ કરવાનું મન થાય. એમનામાં આખી દુનિયાનું નૂર હોય !
આદેય નામકર્મ એટલે જયાં જાય ત્યાં માન-તાન, આવકાર મળે. અને અનાદેય નામકર્મવાળાને ક્યાંય આવકાર ના મળે. કુળ-જાતિ એ બધું દ્રવ્યકર્મમાં આવી જાય.
યશ અને અપયશ નામકર્મ હોય. કશું ના કર્યું હોય તો ય જશ મળે ને પેલો કરી કરીને અધમૂઓ થાય તો ય કોઈ જશ ના આપે, ઉપરથી અપજશ આપે !
સંતો-ભક્તો ચમત્કાર કરે છે પણ ખરેખર જગતમાં કોઈ માનવીથી ચમત્કાર થઈ શકે જ નહીં. આ તો એમનું યશનામકર્મ જબરજસ્ત હોય, જે તેમને યશ અપાવે.
પરમ પૂજ્ય દાદાશ્રીને તો દરરોજના બસ્સો જણ આવે, જશ આપતાં આવે. ચમત્કાર કરીને સ્તોને ! પણ દાદા જશ ના ખાય, એ તો યશનામકર્મ અમારું કહીને ઊડાડી દે.
દાદાશ્રી પાસે રિલેટિવ પ્રોબ્લેમ્સ માટે વિધિઓ કરાવી જાય તે શું ? દાદાશ્રી કહે કે “આ તો દેવો જ કરી શકે. તેથી તેમને હું ફોન કરી દઉં ને લાગવગ લગાડું. કારણ કે અમારે બધા દેવો જોડે ઓળખાણ ખરીને !”
યશનામકર્મ કોને મળે ? જેને પોતાનું કરવાની ઈચ્છા નથી, આ બધાનું કેમ કરીને સારું થઈ જાય એ જ રાત-દા'ડો વિચારે. પારકાં માટે જ જીવતા હોય, તેને જબરજસ્ત યશનામકર્મ મળે. એ પુણ્યથી ના મળે. સામાનું કિંચિત્ માત્ર અહિત ના થાય, દુઃખ ના થાય એ જ ખ્યાલ રાખે હંમેશાં. તે યશનામકર્મ બાંધે. ‘મારે શું” એવું ક્યારેય દાદાશ્રીને ના થાય. બૂરું કરવાની ભાવનાથી અપયશનામકર્મ બંધાય.
દારૂ પીવે, માંસાહાર કરે, આડે રસ્તે જાય તે બધાં લોકનિંદ્ય થાય. ઉચ્ચ ગોત્રનો અહંકાર કરે, સુપીરિયારિટી કોમ્પલેક્સમાં જાય. નીચ ગોત્રથી ઈન્ફિરિયારિટી કોમ્લેક્સમાં જાય. તેનાથી નવાં ભાવકર્મ બંધાય.
આ કાળમાં લોકનિંઘ ના હોય, તેને લોકપૂજ્ય ગણવો. ખરાં લોકપૂજય તો જડવા મુશ્કેલ !
દાન કરે, સત્કાર્ય કરે એ નામકર્મમાં જાય અને લોકકલ્યાણનો ભાવ કરે તો ગોત્રકર્મમાં જાય.
શ્રેણીક રાજાએ મહાવીર ભગવાનના દર્શનથી જ તીર્થંકર ગોત્ર બાંધ્યું ! કેવા ભાવથી કર્યા હશે એ દર્શન ! પૂર્વ ભવમાં ગુરુ મહારાજે શ્રેણીક રાજાને જે દ્રષ્ટિ આપી હતી તે અને આ દર્શન બે ભેગાં થવાથી તીર્થંકર ગોત્ર બંધાયું !!!
| [૨૯] આયુષ્યકર્મ મીણબત્તી સળગાવ્યા પછી એ ખલાસ થવાની કે નહીં ? એવી રીતે જન્મ્યા ત્યાંથી આયુષ્ય ખલાસ થવાનું. એ દ્રવ્યકર્મ કહેવાય. આ કર્મ જીવને દેહમાં બાંધી રાખે ! કેવળજ્ઞાન થયા પછી પણ આયુષ્યકર્મ રહે. દેહ મરે, પોતે નહીં. આયુષ્યકર્મ લાંબું હોય તે પુણ્યના આધારે
આયુષ્યકર્મ શ્વાસોશ્વાસ ઉપર હોય છે, વર્ષો પર નહીં. અણહક્કના વિષયોમાં, કુચારિત્રમાં, વધુમાં વધુ શ્વાસ વપરાય. પછી હક્કના વિષયોમાં, પછી ક્રોધમાં ખૂબ વપરાય. લોભથી આયુષ્ય વધે. લોભીયો વિષથી ઓછો હોય.
આઠેય કર્મો ક્ષણે ક્ષણે બંધાયા જ કરે છે. બીજાં કર્મ બંધાય તેની
41.