Book Title: Aptavani 13 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 11
________________ પ્રકૃતિનો નિગ્રહ ના કરાય. પ્રકૃતિને નિહાળવાની છે ! પ્રકૃતિ બદલાય નહીં. લોભિયો મરતા પહેલાં લાકડાંના ખર્ચનો વિચાર કરતો હોય! હવે લોભી પ્રકૃતિવાળાએ શું ભાવના કરાય કે જગત કલ્યાણમાં મારું સર્વસ્વ ખર્ચાઓ તન, મન, ધનથી ! તેના ફળ સ્વરૂપે આવતે ભવ મોટું મન મળે ! માટે નવું ભાવના કરી સુધારો. આપણાથી કોઈ જીવ ના મરાય તે માટે શું કરવું ? દ્રઢ નિશ્ચય કરવો કે મારાથી કોઈ જીવ ન જ મરાય કે વટાય. દ્રઢ ભાવના નિરંતર હાજર રહે ને તો પરિણામે અહિંસક બનાવે ! જગત આપણી જ ભાવનાનું જ ફળ છે. માટે ઉચ્ચ ભાવના ભાવવી જોઈએ. પશુ-પંખી વાટવાની ઈચ્છા જ નથી છતાં ગાડી ચલાવતાં વટાઈ જાય તેનું શું કારણ ? તો તપાસ કરતાં માલમ પડે કે ચલાવનાર તો એમ કહેતો હોય કે ‘સ્પીડમાં ગાડી હોય ત્યારે કોઈ જાનવર વચ્ચે આવી જાય તો તે ચગદાઈ પણ જાય, એમાં આપણે શું કરીએ ?! આ વટાવા માટેનું બારું ખુલ્લું રાખ્યું ! ‘ગાડી તૂટે તો ભલે પણ કોઈ પણ સંજોગોમાં કોઈ મરવું તો ના જ જોઈએ.’ એવાં દ્રઢ નિશ્ચયને કોઈ વટાવાના સંયોગ જ પ્રાપ્ત ના થાય ! પ્રકૃતિ ધારે તેવી બંધાય. પ્રકૃતિમાં સ્વભાવ, અહંકાર બધું આવી ગયું. પ્રકૃતિ બદલવા હું પુરુષાર્થ કરું છું એ ય અહંકાર છે. માણસની પ્રકૃતિ એ મરે તોય ના બદલાય પણ જ્ઞાનના આધારે પ્રકૃતિ બદલાય, આવતા ભવને માટે. કોઈ પ્રકૃતિની બહાર ના નીકળે શકે ! આધાર એને હવે ના રહ્યો ને ? અહંકાર ખેંચાઈ જાય એટલે પ્રકૃતિ મડદાલ થઈ જાય. ભાવ ખેંચઈ જાય માત્ર હાવ રહે. ભાવ વ્યવહાર આત્માનો ને હાવ પ્રકૃતિનો ! સામાને આપણી પ્રકૃતિ માટે ખ્યાલ આવે કે આમાં ભાવ નથી. એટલે આપણાથી સામાને બહુ દુ:ખ ના થાય. પંખાનો સ્વભાવ ખાલી ફરવાનો, એમાં કર્તાપણું નહીં. જ્યારે મનુષ્યમાં પ્રકૃતિનો સ્વભાવ તેમજ કર્તાપણું બન્ને હોય. જ્ઞાન મળ્યા પછી કર્તાપણું જાય એટલે સ્વભાવ એકલો રહ્યો. એનાથી સ્વભાવ એમનો બદલાઈ ગયેલો લાગે ! જેમ બોલ નાખ્યા પછી ફરી એમાં હાથ ના ઘાલે તો એ ધીમો પડતો પડતો બંધ થઈ જાય, તેમ પ્રકૃતિનું થાય ! જેમ બાપ દીકરાને ક્રોધ કરે ને બહાર દુશ્મનને ક્રોધ કરે, એમાં ફેર નહીં ? છોકરાની બાબતમાં છોકરાંના હિત માટે કરે છે ને દુશ્મન જોડે પોતાના હિત માટે કરે છે ! કેટલો ફેર ?! તેથી છોકરાં પર ક્રોધ કરે છે તેથી બાપ કેવા પુણ્ય બાંધે છે. કર્તાપણું ઊંડે પછી ક્રોધ નિર્જીવ લાગે. વીંછીની કેડને બદલે કીડી, મચ્છરની જેવી લાગે ! પ્રકૃતિનું ઉપરાણું ના લેવાય અને ઉપરાણું લેવાય તો તેને ય ‘જાણવું'. કારણ ઉપરાણું લે છે તે ય પ્રકૃતિ છે ! આપણને પ્રકૃતિ દેખાય તો આપણે એની પર સવાર ને ના દેખાય તો એ આપણી પર ! પ્રકૃતિમાં સારું-ખોટું કશું છે જ નહીં. ખાલી ‘જોયા’ જ કરવાનું છે એને. એ છેલ્લી સ્ટેજ ! પ્રકૃતિ વાળી શકાય એવી થઈ ગઈ એટલે એની લગામ હાથમાં આવી ગઈ કહેવાય. પ્રકૃતિ ના બદલાય, જ્ઞાન બદલાય. ઘર બદલાય પણ પ્રકૃતિ ના બદલાય. પહેલાં પ્રકૃતિના ઘરમાં રહેતા હતા, તે જ્ઞાન પછી નિજ ઘરમાં બેસી જવાય. પછી પ્રકૃતિ એનો ભાગ ભજવીને એની મેળે ખલાસ થાય. નવી પ્રકૃતિ ના બંધાય. કંટ્રોલ વગરની પ્રકૃતિ હોય તેનો પોતાને જ ખૂબ માર પડે. એટલે એ માર ખાઈને સીધો થાય. જ્ઞાનથી પ્રકૃતિ કંટ્રોલમાં રહે. અંતે પ્રકૃતિ સહજ રહે ત્યારે કામ પત્યું. પ્રકૃતિ બદલાય નહીં માટે આ જ્ઞાન મળ્યા પછી એનો તું ‘સમભાવે નિકાલ કર'. હા, જ્ઞાનથી પ્રકૃતિ ઢીલીઢસ થઈ જાય. કારણ કે અહંકારનો જાત્રામાં પ્રકૃતિ ભરપટ્ટે ખુલ્લી થાય. રોજ સાત વાગે ઊઠનારો પાંચ વાગે ઊઠીને કેમ દોડધામ કરે છે ? પહેલો ટોઈલેટમાં પેસી જાઉં નહીં તો નંબર નહીં લાગે ! સ્વાર્થ આવ્યો. એનો ય વાંધો નહીં, પણ એને એ દેખાવું જોઈએ કે પ્રકૃતિમાં આવો સ્વાર્થ છે ! અને આમ ન હોવું જોઈએ એ જાગૃતિ રહેવી જોઈએ. સેવાભાવથી સ્વાર્થી પ્રકૃતિ ખપતી જાય ! દાદાશ્રીએ આખા જગતને એક મહાન વાક્ય આપ્યું છે કે, “પ્રકૃતિનો

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 296