Book Title: Aptavani 13 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 10
________________ લીમડો કાયમ કડવો જ હોય. કેરી કાયમ મીઠી કે ખાટી જ હોય, તીખી ના હોય. સહુ સહુના સ્વભાવમાં જ હોય. એક આ મનુષ્ય ક્યારે કેવો સ્વભાવ બદલે એ કહેવાય નહીં ?! સામાની પ્રકૃતિને ઓળખીને સમભાવે નિકાલ કરવો. સામો જક્કે ચઢે તો આપણાથી શું જક્કે ચઢાય ? પ્રકૃતિ એ અહંકારનું જ આખું સ્વરૂપ છે ! આત્માને આત્મારૂપ નહીં જોતાં પ્રકૃતિરૂપ જ જુએ છે, તેથી તે ઠેઠ આત્માને પહોંચે છે. પ્રકૃતિની ઉત્પત્તિ કઈ રીતે થઈ ? સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે અહંકાર ઊભો થયો. એ પછી ‘સ્પેસ’માં આવ્યો. માણસનું મોઢું, ડિઝાઈન બધું ‘સ્પેસ’ના આધારે થાય છે. ‘સ્પેસ’ બે વસ્તુની ક્યારેય એક ના હોઈ શકે. તે જુદી જુદી જ હોય, એક એવિડન્સમાં ફેરફાર થવાથી બધું ફેરવાઈ જાય છે. સ્પેસ જુદી એટલે સંસારની બધી ચીજોમાં, સ્વાદ, રૂપ, ગંધ બધું મળી રહે. મહાત્માઓ પોતાની પ્રકૃતિને ઊંડા ઊતરીને જુએ તો તે ખુલ્લી થાય અને પાતળી પડે, અહંકારે ય પાતળો પડે, બધાંની ચીકાશ ઊડે ! માત્ર પોતે આ માટે નિશ્ચય કરવો પડે. જે દેહનું માલિકીપણું છૂટી ગયું છે એવાં જ્ઞાનીને દર્દ સહેજે રિપેર થાય. માલિકીપણા વિનાના જ્ઞાનીને ઑપરેશન કરાવવું પડે નહીં. દાદાશ્રીને ૧૯૭૯માં પગે ફ્રેકચર થયેલું ત્યારે તેઓ બોલેલા કે અમે આમાંથી ખસી ગયા. એટલે કુદરતે સ્પીડીલી રિપેર કર્યું બધું.' ફ્રેકચર થયું પણ બધા ડૉક્ટરો અચંબિત થઈ ગયા કે આમનાં મુખ પર ગજબનું મુક્ત હાસ્ય છે ! આત્મા ઊઘાડો દેખાય છે ! વેદનાની કોઇ રેખા નથી મુખ પર ! દાદાશ્રીએ બધા ડૉક્ટરને કહી દીધેલું કે આ ‘પેટી’ને ખોલવા જેવી નથી. એની મેળે જ રિપેર થશે. ઓપરેશનની આ ‘પેટી’ને જરૂર નથી. કુદરતી નિયમથી જ બગડેલું રિપેર થાય જ, માલિકીપણું ના હોય તેને ! આ ડૉક્ટરો દેહની માવજત કરે, એના કરતાં પ્રકૃતિ બહુ સુંદર માવજત કરે ! અજ્ઞાની ‘મને દર્દ થઈ ગયું’ બોલે કે થઈ ગયો ડખો. દર્દ 19 ઊલ્ટું વધ્યું ! નહીં તો સ્વભાવિકપણે એ સુધરત જ ! પ્રકૃતિનો સ્વભાવ નિરુપદ્રવી છે ! ઊલ્ટું ઉપદ્રવને એ બંધ કરી દે ! ઉપદ્રવ કર્મોદયને કારણે થાય છે અગર અહંકાર કરે છે. વાગ્યું કે તરત જ મહીંલી બધી મશીનરી ફટાફટ કામે લાગી જાય એને રૂઝવવા ! કુદરત રૂઝાવે છે, ડૉક્ટરો તો ખાલી સાફસૂફ ને પાટાપીંડી કરી કુદરતને હેલ્પ કરે છે એટલું જ ! [૧.૬] પ્રકૃતિ પર પ્રભુત્વ પમાય ! પ્રકૃતિને કાબુમાં લાવવી એ ગુનો છે. પ્રકૃતિ એ પરિણામ છે. પરિણામ પર કોઈનો કાબુ ના થઈ શકે. ગુલાબનું કામ હોય તો કાંટા જોડે સાચવીને કામ લેવું. બાકી ગમે તે કરો પણ કાંટો કોઈને છોડે ? સ્વરૂપ જ્ઞાન હોય તો ય પ્રકૃતિ ભાગ ભજવે જ. પ્રકૃતિ એટલે અટાઈમલી બૉમ્બ. પ્રકૃતિ અમુક અપેક્ષાએ બદલાય. કૉઝિઝ બદલવાથી પ્રકૃતિ મોળી પડે છે. એટલે પ્રકૃતિ એનો ભાગ ભજવવાની પણ મોળી પડી જાય છે. એટલે એમ લાગે કે પ્રકૃતિ બદલાઇ. બાકી પ્રકૃતિ જે પોતે જ ઇફેક્ટ સ્વરૂપે છે, એ કઇ રીતે બદલાય ? દાદાશ્રીને કોઈ માન આપે કે અપમાન કરે, બન્ને વખતે મહીંથી છૂટાં જ રહે. મહાત્મા ઘણી ફે૨ છૂટાં ના રહી શકે પણ એને ય જુદું જોવાનું છે ! અક્રમ માર્ગના મહાત્માને અલૌકિકના ભાવો થાય છે, તેનું પરિણામ અત્યારે મળે કે આવતા ભવે ? બેઉ મળે. પ્રકૃતિ આજે બંધાઈ તેનું ફળ આવતે ભવ મળશે ને અત્યારે અલૌકિકના ભાવનું પરિણામ અજવાળું મળે આપણને. જ્ઞાન મળ્યા પછી પ્રકૃતિ ઠંડી પડે છે ને ?! પ્રકૃતિનો અમુક ભાગ ચેન્જેબલ છે ને અમુક નથી. ખરેખર તો કોઈની ય પ્રકૃતિ ચેન્જ ના જ થાય. પણ આ તો પ્રકૃતિની લીંકમાં ચેન્જ આવતું જ હોય પહેલેથી. તે અત્યારે દેખાવ આવે. અંદર ચેન્જ થયેલી છે. કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે પ્રકૃતિનું નિગ્રહ કિમ્ કરિષ્યતિ ? 20

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 296