Book Title: Aptavani 13 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 5
________________ કેટલીક વાતો દા.ત. પ્રજ્ઞાની વાત વારેવારે આવે, ત્યારે તે પુનરુક્તિ જેવું ભાસે, પણ તેમ નથી હોતું. વધુ સૂક્ષ્મતાએ ફોડ હોય છે પ્રત્યેક વખતે. જેમ શરીર શાસ્ત્ર (એનાટોમી) છઠ્ઠા ધોરણમાં આવે, દસમામાં, બારમામાં આવે કે મેડીકલમાં પણ આવે. વિષય અને તેની બેઝીક વાત બધામાં હોય પણ સૂક્ષ્મતા દરેક જુદી જુદી હોય. રોંગ બિલિફ ઊભી થઈ કે ‘હું નીરુબેન છું.’ તેમાંથી અનંત અનંત રોંગ બિલિફો ખડી થઈ ગઈ છે ! અક્રમ વિજ્ઞાનથી દાદાશ્રી એ માત્ર બે કલાકમાં જ મૂળ રોંગ બિલિફ ઊડાડી અને ‘હું શુદ્ધાત્મા છું' તેનું નિરંતરનું લક્ષપ્રતીતિ બેસાડી દીધી. પણ પેલી મૂળ રોંગ બિલિફમાં ખડી થયેલી અન્ય રોંગ બિલિફોને કાપતાં કાપતાં પાછાં વળતાં વળતાં મૂળ દરઅસલ કેવળજ્ઞાન સ્વરૂપ સુધી આવવાનું છે. અને અંતે ‘પોતે' પોતે થઈને ઊભો રહે છે !!! પૂજયશ્રીની વાણી દ્વારા ઠેર ઠેર આ રોંગ બિલિફોને કાપવાની કળા છતી થાય છે. જે એક અવતારી પદ પ્રાપ્ત કરવાના દ્રઢ નિશ્ચયને અતિ અતિ સરળ અને સહજ માર્ગ બનાવી દે છે. જ્યારે મૂળ સિધ્ધાંત અનુભવ ગોચર બને છે ત્યારે વાણી કે શબ્દની ભિન્નતા તેને ક્યાંય નડતી નથી. સર્કલના સેન્ટરમાં આવેલાને કોઈની સાથે કોઈ મતભેદ થતો નથી. અને એને તો બધું જ જેમ છે તેમ દેખાય છે, માટે ત્યાં જુદાઈ પડતી જ નથી. ઘણી વાર સંપૂજ્ય દાદાશ્રીની અતિ અતિ ગહન વાતો વાંચી મહાત્મા કે મુમુક્ષુ જરા ડિપ્રેસ થઈ જાય છે કે આ તો ક્યારેય ના પમાય ! પણ તેમ થવાનું નથી. દાદાશ્રી તો કાયમ કહેતા કે, હું જે પણ કંઈ કહું છું તે તમારે માત્ર સમજી લેવાનું છે, તેને વર્તનમાં લાવવા પ્રયત્નો કરવા મંડી પડવાનું નથી. એ તો પાછો નવો અહંકાર ઊભો કરવો પડશે. માત્ર વાતને જ સમજ સમજ કરો વર્તનમાં એની મેળે આવશે. પણ જો સમજ્યા નહીં હો તો આગળ કઈ રીતે વધશો ? માત્ર સમજ સમજ કરો અને દાદા ભગવાન પાસે શક્તિઓ માંગો અને નિશ્ચય કરવાનો કે અક્રમ વિજ્ઞાન યથાર્થતાએ કરીને સંપૂર્ણ-સર્વાગપણે સમજવું જ છે ! અને આટલી જાગૃતિ જ પૂર્ણતાને પમાડશે. હાલમાં તો પાંચ આજ્ઞા અને ‘હું શુદ્ધાત્મા છું' એ અવિરત લક્ષમાં રહેવાના જ પુરુષાર્થમાં મહાત્માઓએ રહેવાનું છે. આમ આપ્તવાણી તેરમીમાં પૂજ્યશ્રીએ પ્રકૃતિનું સાયન્સ કહી હદ કરી નાંખી છે અને સાથે સાથે હું, બાવો ને મંગળદાસનું છેલ્લામાં છેલ્લું વિજ્ઞાન આપી તમામ ફોડ પાડી દીધો છે. જે સમયે જ્ઞાનીની દશામાં અખંડપણે રહેવાય તેમ છે. આપ્તવાણી ૧ થી ૧૪ શ્રેણીઓ પ્રકાશિત કરવાની પૂજ્ય દાદાશ્રીએ નીરુબેન અને દિપકભાઈ દેસાઈને આજ્ઞા આપી હતી. તેઓશ્રીએ કહેલું કે આપ્તવાણી ૧૪ એટલે ૧ થી ૧૪ ગુંઠાણા ચઢવાની શ્રેણીઓ બની રહેશે આત્માર્થીઓ માટે. એટલે મૂળ જ્ઞાન તો હું શુદ્ધાત્મા છું અને પાંચ આજ્ઞામાં બધું જ આવી જાય છે. પણ આપ્તવાણીઓ આ મૂળ જ્ઞાનને ડિટેલમાં ફોડ પાડતી જાય છે. જેમ કે કોઈએ દિલ્હીથી પૂછયું, “નીરુબેન, આપ કહાં રહેતી હો?’ તો અમે કહીએ સીમંધર સીટી, અડાલજ. પણ તેને નીરુબેન સુધી પહોંચવું હોય તો તેને ડિટેલમાં એડ્રેસ જોઈશે. અડાલજ ક્યાં આવ્યું ? સીમંધર સીટી ક્યાં આવ્યું ? અમદાવાદ-કલોલ હાઈવે પર, સરખેજથી ગાંધીનગર જતાં અડાલજ ચોકડી પાસે, બચ્ચા પેટ્રોલ પમ્પની પાછળ, ત્રિમંદિર સંકુલ. આમ વિગત અપાય તો જ તે મૂળ જગ્યાએ પહોંચે. તેવું ‘આત્મા’ના મૂળ સ્વરૂપ સુધી પહોંચવા આપ્તવાણીઓ દાદાશ્રીની વાણીના મહાન શાસ્ત્રરૂપી ગ્રંથો તરીકે વિગત પૂરી પાડે છે અને મૂળ આત્મા, કેવળજ્ઞાન સ્વરૂપી આત્મા લગી પૂગાડે છે ! - ડૉ. નીરુબહેન અમીનના જય સચ્ચિદાનંદ. સાધકો અનાદિકાળથી એક જ વસ્તુને લઈને મંડ્યા છે કે મારે શુદ્ધિકરણ કરવાનું છે. અશુદ્ધિ દૂર કરવાની છે. ચિત્તને શુદ્ધ કરવાનું છે ! કોણે ? મારે, મારે, મારે ! ત્યાં દાદાશ્રી અનુભવ વાણી વહે છે, “મેલું કરે છે તે પુગલ છે અને ચોખ્ખું કરે છે તે ય પુદ્ગલ છે !!!” તું તો માત્ર આ બધાનો ‘જોનારો’ માત્ર છું !!!! આમ પ્રત્યેક વાત અવિરોધાભાસ સૈધ્ધાંતિક પ્રાપ્ત કરાવે છે. મૂળ આત્મા તો કેવળજ્ઞાન સ્વરૂપ છે, હતો ને રહેશે. આ તો ફસામણ બધું સંજોગોના દબાણથી, રોંગ બિલિફથી ઊભું થયું છે. અને એક

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 296