Book Title: Aptavani 13 P Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 6
________________ ઉપોદ્ધાત - ડૉ. નીરુબેન અમીત [૧.૧] પ્રકૃતિ કેવી રીતે બંધાય ? પ્રકૃતિ એટલે શું ? અજ્ઞાન દશામાં ‘હું ચંદુ, હું ચંદુ’ કરીને આરોપણ કરીને, પ્રતિષ્ઠા પૂર પૂર કરીને જે પૂતળું ઊભું કર્યું તે ! આ ભવમાં પ્રતિષ્ઠા કરીને પ્રતિષ્ઠિત આત્મા ઊભો થાય. જે આવતા ભવે ફળ આપે તે પ્રકૃતિ અને આમાં કર્તા કોઈ જ નથી. જડ અને ચેતન - બે તત્ત્વો ભેગા થવાથી વિશેષ પરિણામ ઊભું થયું છે. એ વિશેષ પરિણામમાં ક્રોધ-માન-માયાલોભ આ વ્યતિરેક ગુણો ઊભા થયા. ક્રોધ-માનમાંથી ‘હું ને માયાલોભમાંથી “મારું” ખડું થયું. તેનાથી આ આખી પ્રકૃતિ ઊભી થઈ ગઈ. આ માત્ર રોંગ બિલિફથી જ થયું છે અને રોંગ બિલિફ માત્ર સંજોગોના દબાણથી, જડ તત્ત્વના દબાણથી ઊભી થઈ ગઈ છે. જેમ આપણે ટ્યુબ લાઈટને કોન્સ્ટન્ટ જોતાં હોઈએ તો ય બે દેખાય અગર તો જરાક આંખ પર અમુક એંગલમાં આંગળીનું દબાણ આવે તો એકને બદલે બે લાઈટો દેખાય ! આમાં કોણે શું કર્યું ? ઈટ જસ્ટ હેપન્ડ માત્ર રોંગ બિલિફ બેઠી કે આ બે લાઈટો દેખાય છે તે હકીકત છે ! મૂળ એક જ લાઈટ છે એ વસ્તુ દેખાતી જ નથી અને પછી તો ચાલ્યું... ભ્રાંતિની પરંપરાઓ... આ બધું થયું એની મેળે જ, છતાં પાછી બીજી રોંગ બિલિફ બેસે છે કે “મેં આ કર્યું. મારા સિવાય બીજા કોનું અસ્તિત્ત્વ છે આમાં કરવા માટે ?!” આ જે વિશેષ પરિણામ ઊભું થયું તે આ પ્રકૃતિ અને પોતે આત્મા-પુરુષ સ્વયં ભગવાન ! હવે આ બધી ભાંજગડમાં મૂળ પુરુષને કશું જ થતું નથી. લોખંડ દરિયા કિનારે પડ્યું હોય તો કાટ ચઢે છે ને ? આમાં કોણે આ ક્યું ? દરિયાએ ? લોખંડે ? દરિયો કાટ ચઢાવતો હોય તો તે સોનાને કેમ નથી ચઢાવતો ? આ તો છે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સિસ. આ બેને છૂટાં પાડે તો જ કાટ ચઢતો અટકે. તેમ બે તત્ત્વો છુટાં પડે તો જ પ્રકૃતિ ના બંધાય. અજ્ઞાનથી ભેગું થયેલું જ્ઞાનથી છૂટું પડે ! માત્ર જડ અને ચેતનના સામીપ્યભાવથી જ ભ્રાંતિ ઊભી થાય છે, જ્ઞાન બદલાય છે, પરને સ્વ માને છે ને પરકૃતિને સ્વકૃતિ માને છે. બે તત્ત્વોના ભેગા થવાથી વિશેષ પરિણામ થાય છે. તેમાં બન્ને તત્ત્વોના સ્વભાવિક ગુણો ઈનટેક્ટ રહે છે પણ વિશેષ ગુણો ઉત્પન્ન થાય છે. જેમ ચોપડી અરીસા સામે ધરવાથી ચોપડી સ્વભાવ બદલતી નથી. ત્યારે અરીસો ય સ્વભાવ બદલતો નથી. પોતાના મૂળ સ્વભાવમાં જ રહે છે પણ વિશેષભાવ ઉત્પન્ન થાય છે. જેના કારણે એઝેક્ટ ચોપડી અરીસામાં પ્રતિબિંબિત થાય છે વ્યતિરેક ગુણો જે ઉત્પન્ન થયા છે, તેનો જે ભાવ ઉત્પન્ન થાય છે, તેના આધારે પરમાણુઓ ચાર્જ થાય છે ને તે પ્રમાણે ડિસ્ચાર્જ થાય છે. ડિસ્ચાર્જ વખતે સૂક્ષ્મમાંથી સ્થળ બને છે ને રૂપકમાં આવે છે. પુરુષ એ પરમાત્મા અને દેહ એ પ્રકૃતિ. પરમાત્મા અર્તા છે પ્રકૃતિમાં જે પુદ્ગલ પરમાણુઓ છે એ સક્રિય છે. ક્રિયાવર્તી શક્તિ પુદ્ગલ પરમાણુઓમાં છે. જે સહજ સ્વભાવિકપણે ક્રિયાઓ કર્યે રાખે છે. ક્રિયા માત્ર પુદ્ગલની છે. એક વિષયનો ભાવ થયો, તેના આધારે મહીં પરમાણુઓ ચાર્જ થઈને ખેંચાઈને આત્માને વળગી પડ્યાં. તે જ્યારે ડિસ્ચાર્જ થાય છે, રૂપકમાં આવે છે ત્યારે સ્ત્રી, પુત્ર, અરે, આખો સંસાર ખડો કરી દે છે ! ‘પોતે' જેવો ભાવ કરે, વિશેષભાવ, તો પુદ્ગલનો એવો ગુણ છે એવું તે થઈ જાય ! આખા સમૂસરણ માર્ગમાં પ્રકૃતિ ને ચેતન બે જુદાં જ રહ્યાં છે. પ્રકૃતિનો એક પણ ગુણ આત્મામાં નથી ને આત્માનો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. બન્ને સર્વથા ભિન્ન જ છે, રહ્યાં ને રહેશે. આમાં માત્ર ‘દ્રષ્ટિ’ની જ ભૂલ થઈ છે. જે જ્ઞાની પુરુષ બદલી આપે ને રાઈટ કરી આપે. આ બધું વૈજ્ઞાનિક છે, ધર્મ નથી. વીતરાગ વિજ્ઞાન જ સર્વ દુઃખોથી મુક્તિ અપાવે. પ્રકૃતિ એ પાવર ચેતન છે. જડમાં ચેતનનો પાવર પૂરાયેલો છે એટલે જેમ બેટરીમાં પાવર હોય ત્યાં સુધી એ બધું કાર્ય ઓટોમેટિક કરે. જેવો પાવર ખલાસ થાય કે બધું બંધ ! ખેલ ખતમ ! બરફવાળા પ્યાલામાં બહાર પાણી ક્યાંથી આવ્યું ? હવાના ભેજનું પાણી થયું ને તે વળગ્યું પ્યાલાને. એવું આપણી મહીં પણ થઈ ગયું છે.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 296