________________
પદ અવિરત રહેતું નથી. આવે ને જાય, આવે ને જાય એવું થયા કરે. તેનો ખુલાસો કરતાં દાદાશ્રી કહે છે, “એ જતું તો રહેવાનું. અવિરત એવું રહે તે તો ભગવાન જ થઈ ગયા !? હજુ સંસારના કર્મો બાકી છે તે પૂરા કરવાનાંને ? જેમ કર્મો ઓછાં થતાં જશે તેમ લક્ષ વધારે ને વધારે રહેતું જશે ! અને કર્મોય જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહેવાથી છૂટી જાય.
બુદ્ધિ અને જ્ઞાનનું ક્રિયાપણું કઈ રીતે પકડાય ? ઉદયકર્મમાં ડખોડખલ કરે તે ઘડીએ બુદ્ઘિ હોય અને ઉદયકર્મમાં ખોડખલ ના કરે તે ઘડીએ જ્ઞાન હોય. ડખો માત્ર બુદ્ધિનો છે. બુદ્ધિએ જ બધા લોચા માર્યા છે.
અજ્ઞાનની અસરો મહાત્માઓને થાય ને જ્ઞાનમાં ના રહેવા દે, ત્યાં શું થાય ? પૂજ્યશ્રી જણાવે છે કે ચંદુભાઈથી, અજ્ઞાનની અસરોથી ‘તમે’ જુદા રહો તો છૂટ્યા. પછી કંઈ અડે જ નહીં. આ અસરોવાળું ક્યારે સુધરે ને
દહાડો વળે ?! બન્નેના ધર્મ ભિન્ન જ છે. હાથ ઘાલ્યો કે દાઝયા ! પ્રતિક્રમણ થઈ જાય તોય છૂટાય.
બુદ્ધિ ચોપડા રાખે ને ભગવાન ચોપડા રાખતા જ નથી ! લેતી-દેતી ઉદયકર્મ કરાવે છે. મહાત્માઓને સમ્યક્ જ્ઞાન તો છે, પણ કેવળજ્ઞાન નથી. તેથી
ડખોડખલ હજી થઈ જાય છે ! એટલે મહાત્માઓને મહીં ડખો કરવાનો વિચાર આવ્યો, તેનું પ્રતિક્રમણ કરી લે એટલે ડખલ ના થાય. ડખલ થતાં પહેલાં જ વાળી દીધું. એક્ઝેક્ટ જ્ઞાતા-દ્રષ્ટા ના રહેવાય ત્યાં પ્રતિક્રમણ કરી લેવું સારું !
કોઈની જોડે વાતો કરતી વખતે તેના એટ એ ટાઈમ જ્ઞાતા-દ્રષ્ટા ના રહેવાય એટલી જાગૃતિ ઓછી. તે પછી ખ્યાલ આવે તોય બહુ થઈ ગયું ! એટ એ ટાઈમ જ્ઞાતા-દ્રષ્ટા ના રહેવાયું, તે કર્મ ફરી આવે ત્યારે પાછું તેના જ્ઞાતા
દ્રષ્ટા રહીને નિવેડો લાવવાનો રહેશે. પછી એ વાતો હોય, ખાવાનો પ્રસંગ
હોય કે ગમે તે હોય, મહાત્માઓ પુરુષાર્થ કરે તો આ ભવમાંય ફાઈલોનો નિકાલ થઈ જાય. બાકી રહે તે બીજા જન્મમાંય આવે. બન્ને બાબતોની છૂટ છે. મનમાં વિચાર આવે, તેના જ્ઞાતા-દ્રષ્ટા ના રહેવાય તો ત્યાંથી ધ્યાન બીજે
ડાયવર્ટ કરવું, કંઈ વિધિઓ કે મંત્રો બોલીને કરવું. પણ જ્ઞાતા-દ્રષ્ટા જેવો ફાયદો એનાથી ના થાય, ઓછો થાય. જ્ઞાતા-દ્રષ્ટા એ ટોપમોસ્ટ રિયલ પુરુષાર્થ છે. ટૂંકામાં ફાઈલને જોઈને કાઢીએ તો તે ફરી નહીં આવે, જોવાની રહી ગઈ તે પાછી આવશે.
26
આ ફાઈલોને જોવાની રહી કેમ જાય છે ? ડબલ ડેકર બસો વચ્ચે આવે તો સામી સાઈડનું રસ્તા પરથી દેખાય ? અને બસો જતી રહે એટલે ? વચ્ચે બસો આવી ગઈ ને ના દેખાયું, તેથી કંઈ જોનારો કે જોવાની વસ્તુઓ ઊડી ગઈ ? ના. આત્મા તો અરીસા જેવો છે. એની સામે જે કંઈ આવે તે તેના જ્ઞાનમાં ઝળકે. પછી રસ્તાની સામે બાજુની શણગારેલી દુકાનેય આવે તો તે જુએ ને વચ્ચે ડબલ ડેકર બસો આવે તેનેય જુએ !
આ બસોને બંધ કઈ રીતે કરાય ? ના કરાય. પહેલાંનો હિસાબ છે એ ! એને જોઈને ચોખ્ખા કરી નાખો. આ બધો નિકાલ થઈ જાય પછી દાદાશ્રી જેવી દશા આવે !
એક મહાત્મા પૂજ્યશ્રીને પૂછે છે કે મારે ઉદય વખતે જોવા-જાણવામાં ખૂબ સંઘર્ષ ચાલે છે. પૂજ્યશ્રી ખુલાસો કરે છે કે, જેને સંઘર્ષ ચાલે છે, જે તન્મયાકાર થઈ જાય છે તે કોણ ? ચંદુભાઈ નામનું પુદ્ગલ. તમે તો શુદ્ધાત્મા જ છો, આ ફિલમને જોયા કરો. ફિલમમાં આખો વખત લગ્નનાં જ સીન આવે તો ગમે ? એમાં તો મારામારીના, કરુણતાના, હરણ ક૨વાનાં જાતજાતનાં સીન જોઈએ, તો જ આનંદ આવે. શુદ્ધાત્માએ હવે ચંદુભાઈની ફિલમ જોવાની છે. પછી જરાય આનંદ ના જાય. ફિલમ કંઈ એવું કહે છે કે મને જોડે માથે લઈને જાવ ?! એ તો જોઈને જાવ’ કહે છે. કંઈ ગુંદર લગાડી ચોંટાડીને લઈ જાવ એવું થોડું એ કહે છે ? વળી ફિલમ ના ગમતી આવી, તેથી કંઈ તેને અધવચ્ચે કટ કરાય જોનારાથી ? એ તો પૂરી કરવી પડે. જોનારાને શું વાંધો ? ફિલમ અને ફિલમ જોનારાને કોઈ દહાડો થાક ન લાગે !
સમભાવે નિકાલ થયો કે ના થયો એ પુદ્ગલ ધર્મ અને એ જેણે જાણ્યું તે આત્મધર્મ. બેઉ જુદાં જ છે ! પારકી પીડામાં ક્યાં પડાય ?
મહીં સારા ભાવ થાય, ખરાબ ભાવ થાય, તેનેય ‘જોયા’ કરવું. ખરાબ ભાવ નીકળે તો જરા ચંદુભાઈને કહીએ, ‘ઓહોહો ! તમને તો હું લાયક જાણતો હતો, પણ નીકળ્યા નાલાયક.' એટલે ચંદુના ભાવને, વર્તનને ને વાણીને આપણે ‘જોયા’ કરવું. તે જ સમયે જુઓ તો ઉત્તમ, નહીં તો થોડીવાર પછીયે જોઈને જુદું પાડી લેવું.
ચંદુભાઈ બોલતા હોય ત્યારે તે જોયા કરો એ છેલ્લું જ્ઞાન. તમામ જ્ઞાનીઓ આ જ કરતા હતા. કૃષ્ણ, રામ, મહાવીર આ જ કરતા હતા !
27