Book Title: Anekant Vyavastha Prakaranam Part 02 Author(s): Dakshvijay Publisher: Vijay Lavanyasurishwar Gyanmandir View full book textPage 6
________________ poarsasarasaran પ્રકાશકીય-નિવેદન. હું tensesse susrestas ન્યાયવિશારદ ન્યાયાચાર્ય પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ વિરચિત જૈનદર્શનના મૂળાધાર અનેકાન્તવાદ સ્યાદવાદને જણાવતા એવા આ “એનેન્તવ્યવસ્થા-પ્રારા” ગ્રંથનો પ્રથમ વિભાગ, વ્યાકરણવાચસ્પતિ કવિરલ શાસ્ત્રવિશારદ અજોડ વ્યાખ્યાનકાર સાત લાખ લોક પ્રમાણ સંસ્કૃત સાહિત્યના અષ્ટા પ. પૂજ્ય આચાર્યવર્ય શ્રીમદ્ વિજયેલાવણ્યસૂરીશ્વરજી મહારાજ રચિત વિદ્વત્સમાજ અને તત્ત્વરસિક જીવોને બોધ આપનારી “તવોધિની વિસ્તૃતિ” સહિત, પૂર્વે અમારા જ્ઞાનમંદિર તરફથી પ્રકાશિત થયેલ હતો. ત્યાર પછી ઘણું લાંબા સમયે તેનો આ દ્વિતીય વિભાગ પ્રકાશિત કરવામાં આવે છે. વૃત્તિ સહિત આ ગ્રંથમાં આપેલ વિષયના સ્પષ્ટીકરણ માટે વિશદ વિષયાનુક્રમણિકા આપવામાં આવી છે. તદુપરાંત શુદ્ધિપત્રક પણ આપેલ છે. આ ગ્રંથના સંપાદક વિદ્વચ્છિરોમણિ પ્રસિદ્ધવક્તા દેશનાદક્ષ પૂજ્યપંન્યાસપ્રવર શ્રીદક્ષવિજયજી ગણિમહારાજ છે. તથા પ્રસ્તાવનાના લેખક દરભંગામાં આવેલ “મિથિલાસંસ્કૃતમહાવિદ્યાપીઠ” ના પ્રધાન આચાર્ય તાર્કિકશિરોમણિ સર્વદર્શનના રહસ્યજ્ઞ સાક્ષરશિરોમણિ શ્રીયુત શશિનાથઝાજી મહાશય છે. પ્રાંતે ગ્રંથકાર વાચકવર્ય, ટીકાકાર આચાર્ય મહારાજ, સંપાદક પચાસપ્રવર અને પ્રસ્તાવના લેખક તાર્કિકશિરોમણી એ સર્વેનો અત્ર સબહુમાન આભાર સ્વીકારવાપૂવૅક, અને આવા દર્શનપ્રભાવક અનુપમ ગ્રંથને વિદ્વતસમાજ અને તત્ત્વજ્ઞ જનો આનંદથી પઠન-પાઠનાદિમાં અપનાવે, એવી વિનમ્ર વિજ્ઞપ્તિ કરી વિરમીયે છીયે. I ગુમ એવડુ | શ્રીસ્તુ છે –Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 442