Book Title: Anchalgacchana Jyotirdharo
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 7
________________ અંચલગ–પ્રવર્તક ચરિત્રનાયકના જન્મ પહેલાનો એક પ્રસંગ ઉલ્લેખનીય છે. વડગચ્છના પટ્ટધર આચાર્ય જયસિડસૂરિ સુખપાલમાં વિહાર કરતા દત્તાણમાં પધાર્યા. મંત્રી દ્રોણ અને દેદી સંધાગ્રણી હોવા છતાં તેમના સામૈયામાં ઉપસ્થિત ન રહેતાં સૂરિને મનમાં લાગી આવ્યું. તેઓ એ વિચારને ઘૂંટતા નિદ્રાધીન થયા ત્યારે શાસનદેવીએ તેમને સ્વપ્નમાં દર્શન આપીને જણાવ્યું કે દેદીના ઉદરમાં તિર્ધર આચાર્યને જન્મ થશે. માટે તમારે તેને મેળવી લે. તેનાથી જૈનશાસનનો ઉદ્યત થશે. બીજે દિવસે સૂરિએ એ દંપતીને ઉપાશ્રયે બોલાવડાવીને તેમને ગઈ કાલની તેમની અનુપસ્થિતિના પ્રશ્નથી વાતચીતનો પ્રારંભ કર્યો. દેદીએ વાણટંકાર કરતાં કહ્યું -“સુખપાલમાં વિહરવું એ શું ત્યાગીઓનું કર્તવ્ય છે?” શ્રાવિકાના આ નાના પ્રશ્નમાં તે વખતની સમગ્ર પરિસ્થિતિને ખ્યાલ મળી રહેતો હતો. એ જમાને ચૈત્યવાસી સાધુની બોલબાલાને હતા. તેમણે ફેલાવેલા શિથિલાચારના પ્રભાવથી સુવિહિત પરંપરા પ્રસાતી જતી હતી. સૌને તમય જીવન આકરું લાગતું હતું. છતાં કેટલાક વિરલ અપવાદ જેવા મુનિવર્યો ઉચ્ચ ત્યાગ અને પવિત્રતાથી અવનિપટને અજવાળી રહ્યા હતા. દેદીના પ્રશ્નથી સ્વસ્થતા ગુમાવ્યા વિના સૂરિ ધીર ગંભીર ભાવે બોલ્યા, “ભદ્ર! તમારો ઉપાલંભ યંગ્ય છે. પંચમ કાળના પ્રભાવથી અમારી આવી સ્થિતિ થયેલ છે.” આટલું કહીને સૂરિએ શાસનદેવીએ આપેલા સ્વપ્નનો વૃત્તાંત વિસ્તારથી વર્ણવ્યા, અને થનાર બાળકની યાચના કરી. સૂરિની વાત સાંભળીને માતાનું હૈયું પુલકિત થઈ ગયું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com 6 ચતુ હતું જતી હતી લાચારના ની બેલી મળી

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 406