________________
[ ૧૫
શ્રી આર્ય રક્ષિતસૂરિ
મોઢેરાની વિ. સં. ૧૨૩૫ માં પ્રતિષ્ઠિત ધાતુમૂર્તિમાં સંઘપ્રભસૂરિનો ઉલ્લેખ છે. તેઓ ચરિત્રનાયકના હસ્તદીક્ષિત શિષ્ય હોવાનું અનુમાન કરી શકાય છે. ચરિત્રનાયકની વિદ્યમાનતામાં જ એ વર્ષમાં તેમના ઉપદેશથી - પ્રતિષ્ઠા થઈ હેઈને તેમનો પ્રભાવ સૂચિત થાય છે. ઉક્ત ધાતુમૂર્તિ અંચલગચ્છનો સૌથી પ્રાચીન પ્રાપ્ય પુરા ગણાય છે. ચરિત્રનાયકના ઉપદેશથી ઘણું પ્રતિકાઓ થઈ હશે, પરંતુ તેમને એક પણ પ્રતિષ્ઠા-લેખ ઉપલબ્ધ થઈ શક્યો નથી.
ગુજરાત, સોરઠ, સિંધ, મરુ, માલવા, ઉત્તર ભારત આદિ અનેક પ્રદેશમાં સતત વિહાર કરીને આર્યરક્ષિતસૂરિએ અનેક જીવોને પ્રતિબંધ આપીને ધર્મધ્વજ બધે લહેરાવ્ય. રાજકીય ક્ષેત્રે અનેક નાનાં મોટાં રાજ્યોમાં વહેંચાયેલું ભારત પિતાનું પ્રભુત્વ ગુમાવી રહ્યું હતું અને મુસલમાનના વ્યાપક હલ્લાનું મુખ્ય નિશાન બન્યું હતું ત્યારે આવા ધર્મ પ્રણેતાઓએ તેની સાંસ્કૃતિક એક્તા ટકાવી રાખી અને પરિણામે અનેક બાહ્ય આકમણે સામે ભારત અડગ ખડકની જેમ ઊભું રહી શક્યું. ભારતીય સંત પરંપરાનું આ એક અમૂલ્ય પ્રદાન ગણાશે. આર્ય રક્ષિતસૂરિ પણ એ કોટિના હતા. તેમના જીવનને આ સંદર્ભમાં મૂલવવાથી ભારતની સંસ્કૃતિના પ્રેરણાસ્ત્રોતની ઝાંખી પણ કરી શકાય છે.
ચરિત્રનાયકે ગ્રન્થરચના કરી છે કે નહિ તે વિશે ચોક્કસ કહેવું મુશ્કેલ છે. જેસલમેરના એક ભંડારની સાંપ્રત નોંધ પરથી જણાય છે કે “સાધુ પ્રતિમા પ્રકરણ” અને “મહાકાલી મહાઓ” નામક બે ગ્રંથનું કતૃત્વ એમના નામે છે. આ નોંધની પ્રમાણભૂતતા શકિત છે. ગ્રન્થરચનાનું વર્ષ કે ગચ્છનું નામ પણ તેમાં દર્શાવાયું નથી. માત્ર ગ્રન્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com