Book Title: Anchalgacchana Jyotirdharo Author(s): Parshwa Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir View full book textPage 8
________________ શ્રી આર્ય રક્ષિતસૂરિ [ ૩ પિતાના પુત્રથી મહાન કાર્યો થાય એ કઈ માતાને ન ગમે? દેદીએ ગૌરવપૂર્ણ ભાવે કહ્યું કે, “જે મારા પુત્ર દ્વારા જૈન શાસનની પ્રભાવના થતી હોય તે મારે આટલો ત્યાગ હું સાર્થક થયે સમજીશ.” માતાએ પુત્રને વહરાવી દેવાનું વચન આપતાં સૂરિ સંતુષ્ટ થયા. પછી તે તેઓ અન્યત્ર વિહાર કરી ગયા. પરંતુ આ પ્રસંગને તેઓ ભૂલી શક્યા નહિ; જાણે તેમને હૈયામાં કોતરાઈ ગયે ન હોય! શાસનદેવીના સંકેત અનુસાર દેદીને ગર્ભ રહ્યો એ રાત્રે તેણીએ સ્વપ્નમાં ગાયના દુધનું પાન કર્યું. આ શુભ શકુન નિમિત્તે બાળકના જન્મ પછી તેનું ગદુકુમાર એવું લાડભર્યું નામ પણ રાખવામાં આવ્યું. નાનપણથી જ બાળક ઘણે તેજસ્વી અને ચકેર હતો. તેનાં લાલન-પાલનમાં પાંચ વર્ષો વીતી ગયાં એની પણ ખબર ન રહી. સુખના દિવસો ઝડપથી વિતતા જતા હોય છે એ અરસામાં ત્યાં સૂરિનું પુનરાગમન થયું. માતપિતા સાથે વંદન કરવા ગયેલા પાંચ વર્ષનો બાળક કોઈ દૈવી સંકેત અનુસાર દોડીને ગુરુના આસન ઉપર બેસી ગયે ! તેની ચેષ્ટાથી સૌ આશ્ચર્યચકિત થઈ ગયાં. બાળકને ઓળખી લઈને ગુરુએ જૂનું વચન સંભાયું અને તેની યાચના કરી. પિતાને પુત્ર જૈન શાસનને તિર્ધર થશે અને તે બધે ત્યાગ ધર્મને પ્રકાશ પાથરશે એવા ઉન્નત વિચારોથી હરખાઈને માતપિતાએ તેને ભાવભરી વિદાય આપી. પરંતુ એમના હૈયાની લાગણી એમનાં નેત્રમાં ટપકવા લાગી! વિ. સં. ૧૧૪૨ માં દીક્ષા આપીને ગુરુએ તેનું વિજય ચંદ્ર નામ આપ્યું. અહીંથી એમના જીવનમાં નવો વળાંક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 406