________________
અંચલગચ્છ-પ્રવર્તક
ઉપર નિર્ભર નહતું. તેઓ તો હતા આગમપ્રણીત સામાચારીના સમર્થ પરિશેધક અને પથદર્શક.
કિદ્ધાર બાદ તેઓ પૂર્ણિમાગચ્છથી દૂર રહ્યા. તેમનું મનોમંથન હજુ ચાલુ જ હતું. જૈન શાસનને શિથિલાચારની નાગચૂડમાંથી બચાવવા તેઓ મથી રહ્યા હતા. તેમના જીવનને એ સર્વોચ્ચ આદર્શ હતો, પરંતુ તેમની મુશ્કેલીઓને પણ પાર ન હતો. તેમને શુદ્ધ આહાર પ્રાપ્ત થઈ શકતો નહિ. છતાં તેઓ નાસીપાસ ન થયા. તેમને કયાંથી પણ શુદ્ધ આહાર પ્રાપ્ત ન થવાથી તેઓ પાવાગઢ પહોંચ્યા. શ્રી વીરપ્રભુનાં દર્શન કરીને તેમણે ત્યાં માસક્ષમણની ઉગ્ર તપશ્ચર્યા આદરી.
તે વખતનું પ્રસિદ્ધ જૈન તીર્થ પાવાગઢ ચરિત્રનાયકના જીવન સાથે વિશિષ્ટ સંબંધ ધરાવે છે ત્યાં તેમની તપશ્ચર્યાની ફળશ્રુતિ થઈ હેઈને પ્રાચીન પટ્ટાવલીકાએ તેને ચમ ત્કારિક પ્રસંગ દ્વારા એપ ચડાવ્યા છે. પટ્ટાવલીકાર વર્ણવે છે કે–શાસનદેવી ચકેશ્વરીએ મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા શ્રી સીમંધરસ્વામીને પૂછ્યું કે –“ભગવન! આ કાળમાં ભરતક્ષેત્રમાં આગમોક્ત માર્ગની પ્રરૂપણા કરનાર કોઈ મુનિ છે કે નહિ?” જવાબમાં ભગવાને ચરિત્રનાયકનો ઉલ્લેખ કરીને તેમના ચારિત્ર્યની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી. ભગવાનના શ્રીમુખેથી પ્રશંસા સાંભળીને દેવી ખુદ પાવાગઢ ઉપર તેમનાં દર્શન કરવા આવે છે અને ચરિત્રનાયકના તપથી પ્રભાવિત થાય છે. તેમને ઉદ્દેશીને દેવી કહે છે કે અનશન કરશે નહિ. ભાલેજનગરથી યશોધન ભણશાલી શ્રી વિરપ્રભુના દર્શનાર્થે સંઘસહિત અહીં પધારશે, તેના દ્વારા તમારું પારણું થશે. તેની સાથે ભાલેજ જવાથી શાસનની પ્રભાવના થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com