Book Title: Anchalgacchana Jyotirdharo
Author(s): Parshwa
Publisher: Aryarakshit Prachya Vidya Sanshodhan Mandir

View full book text
Previous | Next

Page 16
________________ શ્રી આર્યરક્ષિતસૂરિ [ ૧૧ ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહે આ ગ૭ને અચલગચ્છ તરીકે ઓળખાવ્યો હતો તે સંબંધમાં પ્રાચીન પટ્ટાવલીકારો એક રસપ્રદ આખ્યાયિકા વર્ણવે છેઃ રાજાને સંતાન ન હોવાથી તેણે વિદ્વાનોના સૂચનથી પત્રકામેષ્ટિ યજ્ઞ કરાવ્યું. આવો યજ્ઞ જીવનમાં માત્ર એક જ વખત થઈ શકે. અહીં બન્યું એવું કે રાત્રે યજ્ઞમંડપમાં પ્રવેશેલી ગાયને ત્યાં લાકડાના ઢગલામાં છૂપાયેલા સર્પે દંશ દીધો અને ગાયનું ત્યાં મૃત્યુ થયું. બીજે દિવસે પંડિતો આ દશ્ય જોઈને દ્વિધામાં પડી ગયા. હવે શું થાય? આ વિઘ દૂર થાય તે જ યજ્ઞ વિધિ આગળ ચાલી શકે. સૌ ચિંતાગ્રસ્ત હતા. કેઈકે સૂચન કર્યું કે અહીં બિરાજતા આર્ય રક્ષિતસૂરિ ચમત્કારિક પુરુષ છે. તેઓ કદાચ મદદરૂપ થઈ શકશે. રાજાએ સૂરિને આ વિશે પ્રાર્થના કરી. સૂરિએ રાજાને યજ્ઞનું વિદન દૂર કરવાનું વચન આપ્યું. કહેવાય છે કે તેમણે પરકાય પ્રવેશિની-વિદ્યાના પ્રભાવથી મૃત ગાયને યજ્ઞમંડપમાંથી જીવતી બહાર કાઢી. સૂરિ પિતાના વચનમાં અચલ રહ્યા હોવાથી સિદ્ધરાજે તેમના સમુદાયને અચલગચ્છ તરીકે સંબોધ્યો. રાજર્ષિ કુમારપાલે તેને અંચલગચ્છ તરીકે ઓળખાવ્યું એ વિશે પટ્ટાવલીકારે આ વૃત્તાંત આપે છે. એક વખતે કુમારપાલની સભામાં હેમરાંદ્રાચાર્ય, આર્ય રક્ષિતસૂરિ વગેરે ધર્મચર્ચા કરતા હતા. એ વખતે મંત્રી કપર્દિ, જે ચરિત્રનાયકનો પરમ ભક્ત હતો, તેણે ઉત્તરાસંગના છેડાથી ભૂમિનું પ્રમાર્જન કરીને વસ્ત્રાંચલથી વંદના કરી. વંદન કરવાની આવી પ્રણાલિકાથી કુમારપાલને આશ્ચર્ય થયું. આથી તેણે હેમચંદ્રાચાર્યને તે વિશે પૂછ્યું કે આ વિધિ શું શાસ્ત્રોક્ત છે? કલિકાલ સર્વરે તેને શાસ્ત્રોક્ત વિધિ તરીકે ઓળખાવતાં રાજાએ વિધિપક્ષને અંચલગચ્છ એવું સૂચક નામ આપ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 406