________________
[ ૫
શ્રી આર્યરક્ષિતસૂરિ
જે આપની આજ્ઞા મળે તો હું એવા માર્ગને અનુસરીને તેને બધે પ્રચાર કરું.” શિષ્ય પિતાની ઉત્કંઠા વ્યક્ત કરી.
શિષ્યની વાણીએ ગુરુના મનમાં વર્ષો પહેલાના પ્રસં. ગની યાદી આપી. જે ઉદ્દેશથી શિષ્ય તરીકે તેમને લીધા હતા, તેના પાલન માટે તેમને પણ તેમનાં માતા-પિતાની જેમ જ હવે વિદાય આપવાનું થયું ! શાસનદેવીએ આપેલા સ્વપ્ન–સંકેત અનુસાર તેઓ યુગપુરુષ થવા સર્જાયા છે એવી તેમને સ્પષ્ટ પ્રતીતિ મળી. આથી આશીર્વાદ આપીને પાંચ અન્ય શિષ્ય તેમને સોંપીને ગુરુએ ચરિત્રનાયકને વસમી વિદાય આપી. કહેવાય છે કે વિદાય વેળાએ ગુરુએ તેમને ઉપાધ્યાયપદે વિભૂષિત કરેલા
ગુરુથી ભિન્ન વિહરતા ચરિત્રનાયક લાટ પ્રદેશમાં પધાર્યા. તેમના ઉદ્દેશની પૂર્તિ આસાન નહતી. પરંતુ તેઓ પિતાના નિશ્ચયમાં મક્કમ હતા. અનેક મુશ્કેલીઓ વચ્ચે તેમણે તપયાત્રા જારી રાખી. આ મહા યાત્રાની પીઠિકા બની જ્ઞાનસાધના. તેમનું પ્રથમ પાન હતું ક્રિોદ્ધાર, કિદ્ધાર કર્યા બાદ તેઓ પોતાના ધ્યેયપૂર્ણ માર્ગમાં આગળ વધી શકે
પિતાના સંસાર–પક્ષના મામા શીલગુણસૂરિના આગ્રહથી તેમણે શરૂઆતમાં કિદ્ધારના આશયથી પૂર્ણિમા ગચ્છની નિશ્રા સ્વીકારી. આ ગચ્છના ઉચ્ચ આદર્શોથી તેઓ પ્રભાવિત થયા વિના ન રહી શક્યા. કિદ્ધાર કર્યા બાદ શીલગુણસૂરિએ તેમને એ ગચ્છમાં આચાર્યપદ સ્વીકારવા પણ ઘણો જ આગ્રહ કર્યો, પરંતુ માલારે પણ આદિ સાવઘના ભયે તેમણે એ પદ ન સ્વીકાર્યું. તેઓ ઉચ્ચ સ્થાન કે પ્રભુત્વની સ્પર્ધામાં નહોતા. તેમનું લક્ષ્યાંક વ્યક્તિગત કારણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com