________________
(૧૭) જિનસમુદ, જિનમાણિક થયા. જિનમાણિક્યના જિનચંદ્રસૂરિ થયા કે જે હાલ વિદ્યમાન છે. તે જિનચંદ્રસૂરિને અકબર બાદશાહે આનંદથી યુગપ્રધાન ” પદ આપ્યું. ”
ઉકત (૬૧ મા) જિનચંદ્રસૂરિનાર હસ્તદીક્ષિત મુખ્ય શિષ્ય
૧૨. જિનચરિ –ગોત્ર રીહડ, પિતા શ્રીવંત, માતા ઢિયાદેવી. જ્ઞાતિ વણિક, તિમરી (તીવરી–જોધપુર રાજ્ય) ની પાસે આવેલા વડલી ગામમાં સં૧૫૫ માં જન્મ. માત્ર નવ વર્ષની ઉમરે સં. ૧૬૦૪ માં જૈન સાધુની દીક્ષા. ૧૭ વર્ષની વયે સં૦ ૧૬૧૨ ભાદ્રપદ શુદિ નવમી ગુરૂવારે જેસલમેરમાં રાઉલ માલદેવના કરેલા નદિમહોત્સવ પૂર્વક સૂરિપદ. તેમણે અબર બાદશાહને જૈન ધર્મને બેધ આ હતો. અને બાદશાહે યુગમાં પ્રધાન પુરૂષ સૂચક “યુગપ્રધાન” પદ આપ્યું હતું. એમ કહેવાય છે કે બાદશાહને જનધર્મી–જેનધર્મ પ્રશંસક બનાવ્યા હતા (કપિલો રેન રદ્યાપા સૂવાથઃ પરિણાદિ મુલ્ય –જિનલાભ સૂરિના સં. ૧૮૩૩ ના આત્મપ્રબોધની પ્રશસ્તિ.) તેમને સલચંદ્ર ઉપાધ્યાય ઉપરાન્ત ~ શિષ્ય હતા–તેમાં મુખ્ય સમયરાજ, મહિમારાજ, ધર્મનિધાન, રત્નનિધાન, જ્ઞાનવિમલ વિગેરે હતા. તેમનો. સ્વર્ગવાસ વેનાતટે (બિલાડા-મારવાડ) સં૦ ૧૬૭૦ ના આશ્વિન વદિ બીજના દિને થે. (જુઓ ઇડિયન ઍટિકવરીમાં આપેલ ખરતર ગચ્છની પટ્ટાવલિ-મારૂં ભાષાન્તર, સનાતન જેનના ૧૯૦૭ ના જુલાઈના અંકમાં વધુ માટે જુઓ રત્નસાગર ભાગ ૨ જે પૃ૦ ૧૨૫) તેમણે પોતાની પાસે ગેલી નામી શ્રાવિકાએ સં. ૧૬૩૩ કાર વદ ૫ ને દિને બાર વ્રત સ્વેચ્છા પ્રમાણે ગ્રહણ કર્યો તે સંબંધી “ઇચ્છા પરિણામ ટિપ્પનક ” ચા બાર વ્રતનો રાસ ભાષામાં સં. ૧૬૩૩ માં બનાવ્યું છે. વળી મેડતામાં જેને હાલ “લોઢાંરો મંદિર” કહેવામાં આવે છે તેમાં ચિંતામણી પાર્શ્વનાથની પ્રતિમાની તેમણે સ૦૧૬૬૯ ના માઘ શુદિ ૫ શુક્રવારે મહારાજ રર્યસિંહના રાજ્યમાં પ્રતિષ્ઠા કરી છે ( પ્રાચીન લેખ સંગ્રહ ભાવ ૨ પૃ૦ ૩૦૭). તેમના જ સમયમાં તેમના અનુયાયી ભકત, પ્રખ્યાત કર્મચંદ્ર મંત્રીએ સં. ૧૬૩પ ને ભયંકર દુકાળના વખતમાં સવા કરોડ રૂપીઆ ખચ સત્રાકારે બંધાવી બહુ જનને બચાવ્યા હતા અને તે કર્મચંકે તેમને યુગપ્રધાન મોત્સવ–તેમના શિષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org