________________
૧૯૦
કાવ્ય સંબંધે વિવેચન કરવું અપ્રાસંગિક છે; બાકી અપૂર્ણ છતાં પણ એમાંથી કવિની ઉત્તમ પ્રતિની કાવ્યશકિતને ઘણે સારો ખ્યાલ વાચકને આવી શકે છે. કાવ્યનું વસ્તુ જેકે આડાતે બનાવોથી શણગારવામાં આવ્યું છે, તેપણું કવિ પિતાની મૂળ મતલબ નજર આગળથી ખસેડતા નથી, અને અંતે દેલા અને મારવણીનો મેળાપ કરાવે છે. સાધારણ સમજવાળા વાચક, કોઈપણ જાતના વિવેચન વગર એ કાવ્યની ખુબીઓ સમજી શકશે, કારણ એ (તે સમયની) ઘણી સરળ ભાષામાં લખાએલું છે, અને તેમાં સ્ત્રી પુરૂષની લાગણીઓ તેમજ ભાવનું આલેખન ઘણું સાદી રીતે એટલે આડંબર વિના કરવામાં આવ્યું છે. આ કાવ્ય [ “જેડી જેસલમેર મઝાર, ” ( કડી ૨૩૫)] જેસલમેરમાં રચાયું છે, અને તેથી એની ભાષા ગુજરાત કરતાં મારવાડની ભાષાને વધારે મળતી આવે છે, લગભગ મારવાડી છે એમ કહીએ તો ચાલે, તે પછી ગુજરાતી ભાષાનાં કાવ્યમાં એને સ્થાન આપવું, એને ગુજરાતી કાવ્ય કહેવું, એ એક જાતને આપણી ભાષાના ઇતિહાસ ઉપર આઘાત કરવા જેવું છે.
માધવાનની કથા મુકાબલે લાંબું કાવ્ય છે, અને તેમાં કવિએ સંત સાહિત્યનું પિતાનું ઊંડું જ્ઞાન દેખાડયું છે. એ કથાને સારાંશ તથા કવિએ જે વખતે પિતાનું કાવ્ય રચ્યું તે વખતે રમે લોકકથા કેટલે અંશે પ્રચલિત હતી તથા તે પહેલાં એ કથાને કાવ્ય નાટક આદિ સ્વરૂપમાં કેવી રીતે ગુંથવામાં આવી હતી તેને ઉલ્લેખ
એક કરતાં વધારે ગુજરાતી લેખકોએ કર્યો છે. રા. મેહનલાલ દેશાઈએ રા. બ. હરગોવનદાસ કાંટાવાળા તથા સ્વર્ગસ્થ ભાઈ ચીમનલાલ દલાલના લેખોને ઉતારો પિતાના નિવેદનમાં આપે છે. રા. બા. કાંટાવાળાએ “સાહિત્ય ” માસિકમાં એ આખું કાવ્ય સટીક અને બીજી સમજણ સાથે (એપ્રિલ ૧૯૧૪ થી જુન ૧૯૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org