Book Title: Akshara
Author(s): Gauriprasad Zala, Ramanlal C Shah and others
Publisher: Ashok Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ અક્ષરા એટલું જ નહિ પણ આ પરિશીલને તેની કવિત્વશક્તિને પણ ખીલવી હતી. સાત વર્ષની વયે માતાને ચોપાઈમાં પત્ર પાઠવનાર ગોવર્ધનરામે સંસ્કૃતમાં ગિરનાર વિષે કાવ્ય રચ્યું હતું. પોતાની પત્નીના અવસાનથી થયેલ આઘાતને “હૃદયરુદિતશતક' નામના સંસ્કૃત કાવ્યમાં વ્યક્ત કર્યો છે. બીજાં સંસ્કૃત કાવ્યો ઉપરાંત અંગ્રેજીમાં કાવ્યો અને પ્રતિષ્ઠિત સામયિકોમાં સ્વીકારાય તેવી વાર્તાઓ લખનાર સર્જક પ્રતિભાએ ગુજરાતીમાં સ્નેહમુદ્રા' જેવા કાવ્ય ઉપરાંત સરસ્વતીચંદ્ર'માં થોકબંધ ગઝલ અને ગીતો આપ્યાં છે. “સરસ્વતીચંદ્ર' નવલકથા છે કે પુરાણ એ પ્રશ્ન પૂછો એ પણ કર્તાના ધ્યેયની દૃષ્ટિએ અને નવલકથાસાહિત્યના ઈતિહાસની દૃષ્ટિએ વ્યર્થ છે. આજે “સરસ્વતીચંદ્રને વાર્તાદેર સાચવી લઈને ભલે “સંક્ષિપ્ત સરસ્વતીચંદ્રની ચેજના કરાય, “સરસ્વતીચંદ્રને જગત્કાદંબરીઓમાં ગણનાપાત્ર બનાવે એ એની વાર્તાનું તત્વ નથી. “સરસ્વતીચંદ્રકારની પ્રતિભા, વૈયાસિક પ્રતિભા છે અને સરસ્વતીચંદ્ર'ની આકૃતિ નાનામોટા અનેક શૃંગો અને ખીણોથી ભવ્યતા ધારણ કરતી વિસ્તીર્ણ ગિરિમાળા જેવી છે. મહાભારતના પ્રણેતા વેદવ્યાસની પીઠે “સરસ્વતીચંદ્રકારે સ્વસમકાલીન રાજકીય, સામાજિક, નૈતિક, આર્થિક, ધાર્મિક, કૌટુંબિક વગેરે પરિસ્થિતિ નિહાળી અને તેનું નિરૂપણ “સરસ્વતીચંદ્ર'ની સૃષ્ટિ સજીને કર્યું. આ સૃષ્ટિમાં અધમમાં અધમ પાત્રો છે, અને ઉદાત્ત આધ્યાત્મિક કોટિએ પહોંચેલા સંત પણ છે. આ બે છેડાની વચ્ચે વ્યાવહારિક જગતનાં સંકુલતા, ઘર્ષણે, ભાવનાઓ, આદર્શો, મર્યાદાઓ વગેરેને મૂર્ત કરતી પહેલ પાડેલા હીરાના પાસાની પેઠે વિવિધ રંગે ચમકતી પાત્રસૃષ્ટિ છે. પાત્રોનાં વર્ણનાત્મક નિરૂપણ ઉપરાંત તેમનાં મનોમંથનો છે, સુંદર પ્રસંગચિત્ર છે, રમ્ય પ્રકૃતિવર્ણન છે, સ્વગતોક્તિઓ અને સંવાદો છે, ભવ્ય કલ્પનામડિત રૂપકે છે અને ઔચિત્યવાળી સુંદર ઉપમાઓ છે, અર્થને અનુકૂળ રહેતી આરોહ-અવરોહવાળી વાક્યરચનાઓ અને સમૃદ્ધ ભાષાવૈભવ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 206