________________
અક્ષર સામાજિક અને કૌટુંબિક વિટંબણાઓ, દૈવના કઠોર પ્રહારો, જીવનના આરંભમાં જ સંયોગબળને લીધે અભ્યાસમાં મળેલી નિષ્ફળતાઓ– ધી, હૃદયને પણ ભાંગી નાખે એવા આ સંજોગોને પ્રતિભાશાળી અને કૃતનિશ્ચય ગોવર્ધનરામે નમતું આપ્યું નથી. સોળમે વર્ષે જ
મારે નોકરી નથી કરવી, સ્વતંત્ર ધંધો કરે છે' એવો નિર્ણય. કરનાર અને વીસમે વર્ષે વકીલાતનો ધંધો કરીને ચાલીસમે વર્ષે ધંધામાંથી નિવૃત્તિ થઈ સાહિત્યસેવા અને તે દ્વારા લોકસેવા કરવી છે એવો નિર્ણય કરનાર ગોવર્ધનરામે ચાલીસમે વર્ષે જ્યારે વકીલાતમાં ધીકતી કમાણી થવા માંડી ત્યારે ધધ છોડવા માંડયો, પણ સ્નેહીઓના અત્યંત દબાણને લીધે બે વર્ષ લંબાવીને અર્થ-સંન્યાસ લીધો જ. એમાં કેટલું સંકલ્પબળ, કેટલી ઉદાત્ત ભાવનાશીલતા અને કેટલી નિષ્ઠા દષ્ટિગોચર થાય છે ! પચાસ-બાવનની કાચી વયે મૃત્યુના ભણકારા સંભળાતાં ગોવર્ધનરામ કહે છે કે “મારે હવે વાસના નથી 281. My heart is like a placid lake.' 27 318 4099 પ્રકારની ઊર્મિથી હવે ક્ષભિત થતું નથી.” આ ઉગારમાં પ્રતીત થતી સ્થિતપ્રજ્ઞતા ગોવર્ધનરામની જીવનદષ્ટિની આધ્યાત્મિક્તાના પરિપાકરૂપે છે. આ આધ્યાત્મિકતા કે વિરક્તિની છાયા ગોવર્ધનરામની સર્વોત્તમ સાહિત્યકૃતિના નાયકમાં પ્રતિબિંબિત થાય છે. એ અકસ્માત નથી. '
ગોવર્ધનરામની આ આધ્યાત્મિકતા જડ અથવા નિવૃત્તિપ્રધાન હોય એ તો કેમ સંભવે? બાવીસેક વર્ષની વયે “Practical asceticism-પ્રવૃત્તિમય તપસ્વીજીવન” ઉપર નિબંધ લખનાર મહત્ત્વાકાંક્ષી હોય અને જીવનનું નવવિધાન કરવાનું ધ્યેય સેવે એ
સ્વાભાવિક છે. એ કાર્ય સાહિત્ય દ્વારા કરાયું છે એ કારણે જ એની સિદ્ધિનો આંક ઓછો મૂકવાની જરૂર નથી. પશ્ચિમનાં સાહિત્ય અને સંસ્કૃતિના સંઘટ્ટથી આપણું પ્રજાજીવન ક્ષોભ પામ્યું હતું. નવા વિચાર, નવી ભાવના અને નવી દષ્ટિના થનગનાટે પરંપરાગત જીવનરૂઢિઓ,