Book Title: Akshara
Author(s): Gauriprasad Zala, Ramanlal C Shah and others
Publisher: Ashok Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ ગોવર્ધનરામ Man makes the age or the age makes the man? આ પ્રશ્ન આપણે ત્યાં “#ારો વા વાર શરૂઃ સના વા અસરળ' એ રૂપે પૂછાય છે અને ભીમે તે સ્પષ્ટ ઉત્તર આપ્યો છે કે “રાના રચ જારમ્ !" “યુગને માનવી સૃજે.' છતાં એ ઉત્તર સ્વીકારી લેતાં બે ઘડી આપણે વિચારમાં પડી જઈએ છીએ. સામાન્ય જનતાને વિશે તે “માનવીને સૂજે યુગ” એ જ સૂત્ર સાચું છે. પરિસ્થિતિ કે સંજોગોના બળને વશવતી બનીને જ માનવસમુદાય જીવન જીવતે દેખાય છે. પરિસ્થિતિને પામવાનું કે પામ્યા પછી તેના ઉપર કાબૂ મેળવવાનું સામર્થ્ય તેનામાં હેતું નથી. એથી ઊલટું, આજ સુધીને જગતને ઈતિહાસપ્રવાહ નિરૂપીએ તે ધાર્મિક, સામાજિક, રાજકીય વગેરે ક્ષેત્રોમાં મહાન દેલનો ઉત્પન્ન કરનાર અને પરિસ્થિતિમાં પલટો આપનાર બળા તરીકે સમર્થ માનવ-વ્યકિતઓ જ નજરે આવશે. બુદ્ધિશાળી વ્યક્તિ પિતાના વૈયક્તિક જીવનમાં ઓતપ્રેત બનતાં બળાને ઓળખી લે છે. અને પ્રયત્ન દ્વારા એ બળાને પોતાને અનુકૂળ બનાવી શકે છે. જોકે ત્તર દષ્ટિ અને સામર્થ્યવાળી વ્યક્તિઓ યુગનાં અનેકવિધ બળાને પ્રીછી લે છે અને દેશ કે માનવના કલ્યાણને માર્ગે એને વાળવા પ્રયત્ન કરે છે. માનવઇતિહાસ એટલે સરવાળે તો સૂક્ષ્મ દૃષ્ટિવાળા અને સામર્થ્યયુક્ત માનવે પરિસ્થિતિ–બળને કરેલો પડકાર એમ કહી શકાય. ગોવર્ધનરામને વિચાર કરીએ ત્યારે આવી વિચારપરંપરા જાગે એ સ્વાભાવિક છે. ગોવર્ધનરામનું જીવન તેમ જ સાહિત્યજીવન યુગને સર્જવાના માનવના અવિરત પ્રયત્ન જેવું છે. સતત રોગગ્રસ્ત શારીરિક દશા, મૂંઝવી નાખે તેવી લાંબા કાળ સુધીની આર્થિક ભીડ,

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 206