Book Title: Ahimsa
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૧૧૨ જૈનધર્મને પ્રાણુ વ્યક્તિ કે વ્યક્તિઓને સમૂહ ગમે તેવાં આધ્યાત્મિક કેમ ન હોય, પણ જ્યારે એ સંયમલક્ષી જીવનધારણના પ્રશ્નને પણ વિચાર કરે છે ત્યારે એમાંથી ઉપર્યુક્ત વિશ્લેષણ તથા કટિક્રમ આપોઆપ ફલિત થઈ જાય છે. આ દષ્ટિએ વિચાર કરતાં કહેવું પડે કે પછી જેન વા મયમાં અહિંસા સંબંધી જે વિશેષ ઊહાપોહ થયો છે, એને મૂળ આધાર તે પ્રાચીન જૈન આગમમાં પહેલાંથી જ હતો. - જ્યારે આપણે સમગ્ર જૈન વાસ્મયમાં મળી આવતા અહિંસા સંબંધી ઊહાપોહ ઉપર દષ્ટિપાત કરીએ છીએ ત્યારે આપણને સ્પષ્ટ રૂપે દેખાય છે કે જૈન વાત્મયને અહિંસા સંબંધી ઊહાપોહ મુખ્યત્વે ચાર બળો ઉપર આધાર રાખે છે. પહેલું એ કે એ મુખ્યત્વે સાધુજીવનને એટલે કે નવકાટી અહિંસાને, પૂર્ણ અહિંસાને–જ વિચાર કરે છે. બીજું એ કે એ બ્રાહ્મણ પરંપરામાં વિહિત માનવામાં આવતી અને પ્રતિષ્ઠિત લેખવામાં આવતી યય વગેરે અનેક પ્રકારની હિંસાનો વિરોધ કરે છે. ત્રીજું એ કે એ બીજી શ્રમણ પરંપરાઓના ત્યાગી-જીવન કરતાંય જેન શ્રમણના ત્યાગી-જીવનને નિયંત્રિત રાખવાને આગ્રહ સેવે છે. ચોથું એ કે એ જૈન પરંપરાના અવાંતર ફિરકાઓમાં ઊભા થતા પારસ્પરિક વિરોધના પ્રશ્નોના નિરાકરણને પણ પ્રયત્ન કરે છે. નવકેટી–પૂર્ણ અહિંસાના પાલનનો આગ્રહ પણ રાખો અને સંયમ કે સદ્ગણના વિકાસની દૃષ્ટિએ જીવનનિર્વાહનું સમર્થન પણ કરવું–આ વિરોધમાંથી હિંસાના વ્યહિંસા, ભાવહિંસા વગેરે ભેદેને ઊહાપોહ જાગ્યો, અને છેવટે એક માત્ર નિશ્ચય સિદ્ધાંત એ જ સ્થાપિત થયો કે આખરે પ્રમાદ જ હિંસા છે. અપ્રમત્ત જીવનવ્યવહાર દેખીતી રીતે ભલે હિંસાત્મક લાગે, છતાં ખરી રીતે એ અહિંસક જ છે. આ અંતિમ નિર્ણયને લાગેવળગે છે ત્યાં સુધી, શ્વેતાંબર--દિગંબર વગેરે કાઈ પણ જૈન ફિરકાને એમાં જરા સરખેય મતભેદ નથી. બધાય ૧. જુઓ જ્ઞાનબિજુગત ટિપ્પણ - ૭થી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24